3 જાન્યુઆરીએ બનશે ભારે વિનાશકારી યોગ, પણ મેષ સહિત આ 3 રાશિનું કઈ બગાડી નહીં શકે, ઉલ્ટું માલામાલ કરી નાખશે!

ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડતી હોય છે. નવગ્રહમાં સૂર્યને ગ્રહોના રાજા ગણવામાં આવે છે. જ્યારે બીજી બાજુ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ લગભગ એક વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. સમગ્ર રાશિઓનું ચક્ર પૂરું કરવામાં 12 વર્ષ જાય છે. આવામાં બંને શુભ ગ્રહોની સ્થિતિમાં ફેરફારને કારણે નવા વર્ષ ટાણે ષડાષ્ટક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. 

1/5
image

જો કે સામાન્ય રીતે આ યોગ મહા વિનાશકારી યોગ ગણાય છે. પરંતુ આ શુભ ગ્રહોના એક બીજાથી 150 ડિગ્રીનું અંતર હોવાથી નવા વર્ષે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે બે ગ્રહો 150 ડિગ્રીના અંતરે હોય કે પછી એક બીજાથી 6ઠ્ઠા કે 8માં સ્થાને હોય તો ષડાષ્ટક યોગ બને છે. આ યોગ ખુબ કષ્ટકારી હોય છે. પરંતુ અનેકવાર તે સકારાત્મક પ્રભાવ પાડે છે. ગુરુ અને સૂર્યની વાત કરીએ તો એકબીજાથી 150 ડિગ્રીના અંતરે રહેશે. આવામાં ષડાષ્ટક યોગ કેટલાક રાશિવાળાના જીવનમાં સકારાત્મક પ્રભાવ છોડશે. જાણો તે લકી રાશિઓ વિશે...

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામો પાર પડી શકે છે. ભાગ્યનો પૂરેપૂરે સાથ મળવાના અણસાર છે. કરિયરમાં પણ સકારાત્મક પ્રભાવ પડી શકે છે. કામ મામલે કોઈ મુસાફરી કરવી પડે. પરંતુ તેનાથી ખુબ લાભ થઈ શકે છે. પદોન્નતિ સાથે પગાર વધારાના પણ યોગ છે. વેપાર ક્ષેત્રે પણ ખુબ નફો થઈ શકે છે. તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ ખુબ કારગર નીવડી શકે છે. સટ્ટાબાજી દ્વારા ખુબ લાભ થઈ શકે છે. નવા વર્ષમાં તમે વધુમાં વધુ ધન કમાવવામાં સફળ રહી શકો છો. ધનની બચત પણ કરી શકશો. પાર્ટનર સાથે સારો સમય વીતશે. સંબંધોમાં મજબૂતી જોવા મળશે.   

મિથુન રાશિ

3/5
image

મિથુન રાશિના જાતકોને પણ ખુબ ધનલાભ થઈ શકે છે. જો તમે કોઈ કામમાં વધુ મહેનત કરતા હશો તો નવા વર્ષમાં તમને ખુબ લાભ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રે તમે વધુ ઉત્સાહિત જોવા મળી શકો છો. આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે જેનાથી તમારા પ્રોજેક્ટમાં સફળતા મળી શકે છે. વેપારની વાત કરીએ તો અનેક મુસાફરી કરવી પડી શકે છે. પરંતુ તેનાથી તમને સકારાત્મક લાભ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે અને બચત કરવામાં સફળ રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે.   

મકર રાશિ

4/5
image

મકર રાશિના જાતકોને અપ્રત્યાશિત ધનલાભના યોગ છે. સૂર્યદેવની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નોકરીના મામલે અનેક મુસાફરીઓ કરવી પડી શકે છે. બની શકે કે થોડું દબાણ પણ ઝેલવું પડે. પરિવાર સાથે સારો આવવાનો છે. સંતાન તરફથી થોડો તણાવ ઘટશે. નવા વર્ષમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય અંગે થોડું સતર્ક રહેવું.   

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.