તમારા જિલ્લામા આવશે ધોધમાર વરસાદ, અંબાલાલની છે આગાહી

Ambalal Patel Prediction : આવતી કાલથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની છે. 4 નવેમ્બરથી 5 દિવસ ગુજરાતમાં માવઠું પડવાની અંબાલાલ પટેલની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાની અસરને પગલે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 4 ડિસેમ્બર બાદ માવઠું થશે. 4 થી 8 ડિસેમ્બર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે. 

ક્યાં ક્યાં આવશે વરસાદ 

1/4
image

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, 4 થી 8 ડિસેમ્બરે ફેંગલ વાવાઝોડાના અસરને કારણે  અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનશે. આ કારણે સૂર્ય જ્યેષ્ઠા નક્ષત્રમાં આવતા વાયુક્ષોભ આવવાની શક્યતા છે. તેની અસરને પગલે પૂર્વીય મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવતા ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. આ સમયે માવઠાની શક્યતા છે. 

ઠંડીમાં પણ વધારો થશે 

2/4
image

તેમણે કહ્યું કે, વાદળો આવતા લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઓછું રહેવાની શક્યતા છે. પંચમહાલ અને કચ્છમાં ઠંડા પવન ફૂંકાવવાની શક્યતા છે. 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે. તાપમાન 12 ડિગ્રીથી નીચું જાય તેવી શક્યતા છે. 14-18 ડિસેમ્બરે બાંગાળના ઉપસગારમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. તો 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે.   

ડિસેમ્બરમાં બીજું એક વાવાઝોડું પણ આવશે

3/4
image

અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.

2025 માં ગરમીનો રેકોર્ડ તૂટશે

4/4
image

તેમણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગ 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી શકે છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠાં થઈ શકે છે. છેલ્લા ૩૦ વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે. 2025 ના માર્ચ માસ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે. માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે. આ વચ્ચે અંબાલાલે ખેડૂતો માટે ખાસ સલાહ આપતા કહ્યું કે, ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ સમય નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.