ENGvsPAK: પાકિસ્તાનને ચોથા વનડેમાં 3 વિકેટે હરાવી ઈંગ્લેન્ડે શ્રેણી કરી કબજે
પાકિસ્તાનને ઈંગ્લેન્ડે ચોથી વનડે મેચમાં ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો. આ સાથે પાંચ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડે 3-0ની લીડ મેળવી લીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપના 13 દિવસ પહેલા પાકિસ્તાનનો ઈંગ્લેન્ડ પ્રવાસ ચાલી રહ્યો છે. મેચની સિરીઝ વિશ્વ કપ પહેલા રમાનારી અંતિમ સિરીઝ છે. આ પહેલા શુક્રવારે રમાયેલા સિરીઝના ચોથા વનડે મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. હવે પાકિસ્તાને પોતાનું સન્માન બચાવવા અને વિશ્વ કપ માટે ઉત્સાહમાં પરત ફરવા માટે અંતિમ વનડે મેચ જીતવી પડશે.
પાકિસ્તાનની શાનદાર શરૂઆત
નોટિંઘમમમાં રમાચેલી ચોથી વનડે મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ઇયોન મોર્ગન પ્રતિબંધને કારણે બહાર હતો. તેની જગ્યાએ બટલરે ટીમની કમાન સંભાળી હતી. પાકિસ્તાને સિરીઝ બચાવવા માટે આ મેચ જીતવી જરૂરી હતી. ચોથી ઓવરમાં ઇમામ ઉલ હક રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ફખર ઝમાન (50 બોલમાં 57 રન) અને બાબર આઝમે પ્રથમ વિકેટ માટે 20 ઓવરમાં 116 રનની ભાગીદારી કરી હતી.
બાબર આઝમની સદી
પાકિસ્તાનની ઈનિંગે બાબર આઝમ અને મોહમ્મદ હફીઝ (59)એ 37મી ઓવરમાં 220 સુધી પહોંચાડી દીધી હતી. બાબર 40મી ઓવરમાં 115 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ શોએબ મલિક (41) રન બનાવીને ટીમનો સ્કોર 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 340 સુધી પહોંચાડી દીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી ટોમ કરને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. તો માર્ક વુડને બે તથા જોફ્રા આર્ચરને એક સફળતા મળી હતી.
જેસન રોયની તોફાની બેટિંગ
341 રનના લક્ષ્યનો પીછો કરવો આ પિચ પર આસાન હતો. ઈંગ્લેન્ડે જેમ્સ વિન્સે (43) અને જેસન રોયે 14 ઓવરમાં 94 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ જેસન રોયે પોતાની સદી પૂરી કર્યાં બાદ આઉટ થતાં પહેલા ટીમનો સ્કોર 28મી ઓવરમાં 200ને પાર પહોંચાડી દીધો હતો. રોયે માત્ર 89 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 114 રન ફટકાર્યા હતા.
સ્ટોક્સે અપાવ્યો વિજય
ત્યારબાદ જો રૂટ, જોસ બટલર અને મોઇન અલી ઝડપથી આઉટ થઈ ગયા હતા. ત્યારે લાગ્યું કે પાકિસ્તાનની મેચમાં વાપસી થઈ છે. પરંતુ બેન સ્ટોક્સ (અણનમ 71 રન)એ નિચલા ક્રમના બેટ્સમેનોની સાથે ટીમને અંતિમ ઓવરમાં જીત અપાવી હતી. ઈંગ્લેન્ડ માટે ટોમ કરને 30 બોલ પર 31 રન, રાશિદ ખાને 8 બોલમાં 12 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે ઇમાદ વસીમ અને મોહમ્મદ હુસૈને બે-બે વિકેટ ઝડપી હતી.
આ સિરીઝનો અંતિમ મેચ લીડ્સમાં 19 મેએ રમાશે. હવે ઈંગ્લેન્ડ 3-0થી આગળ છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે