Football ના જાદુગરને હતી હાર્ટની બીમારી, જાણો પડકારોને પાટુ મારીને દુનિયા જીતનારા Cristiano Ronaldo ની કહાની!
VIVA RONALDO: જાણો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ક્લબ ફૂટબોલની શરૂઆતથી અત્યારસુધીની કહાની
Trending Photos
યશ કંસારા, અમદાવાદઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલ જગતનું એવું નામ જે કરોડો ફૂટબોલ ફેન્સના દિલો પર રાજ કરે છે. ક્રિસ્ટિયાનો રમત એટલી ખાસ છે કે, દુનિયાના ઘણા ક્લબ તેને ખરીદવા માટે તૈયાર હોય છે. ત્યારે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે ફરીવાર ખ્યાતનામ એવા ઈંગ્લિશ લીગના ફૂટબોલ ક્લબ સાથે જોડાઈ ચુક્યો છે. રોનાલ્ડો ફરીવાર ઓલ્ડ ટ્રેફોર્ડ પર માન્ચેસ્ટર યુનાઈટેડની રેડ જર્સીમાં જોવા મળશે. જેને લઈને ફૂટબોલ ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ છે. ત્યારે, આજે અમે તમને રોનાલ્ડોની ક્લબ ફૂટબોલની સફર વિશે જણાવવા જઈ રહ્યા છે.
મોરીયા ડોલોરેસ ડૉસ સાન્તોસ એવેરો અને જોસે ડીનિસ એવેરોને ત્યાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ડૉસ સેન્ટોસ એવેરોનો જન્મ પોર્ટગલમાં મડેઇરા આઈલેન્ડના ફંચલમાં 5 ફેબ્રુઆરી 1985ના રોજ થયો હતો. એવેરો પરિવારમાં આ ચોથા બાળકનો જન્મ હતો. ક્રિસ્ટિયાનોને તેનું બીજુ નામ રોનાલ્ડો તેના પિતાએ આપ્યું હતું. કેમ કે, તે એક્ટર રોનાલ્ડ રેગનના બહુ મોટા ફેન હતા. અને રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રેસિડેન્ટ પણ રહી ચુક્યા છે.
રોનાલ્ડોની ફૂટબોલ સાથે શરૂઆતઃ
રોનાલ્ડોએ પોતાના ફૂટબોલની શરૂઆત 8 વર્ષે કરી હતી. રોનાલ્ડોએ એન્ડોરિન્હા ક્લબમાં રમવાની શરૂઆત કરી હતી. જ્યાં તેના પિતા કિટ મેન તરીકે બીજી નોકરી કરતા હતા. 2 વર્ષ બાદ રોનાલ્ડો સ્થાનિક ક્લબ નેસિઓનલ સાથે જોડાયો હતો. જ્યાં, તેણે ઘણી બધી ટ્રોફી જીતી હતી. તે સમયે કોઈને ખબર ન હતી કે, આ છોકરો દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફૂટબોલરમાંથી એક નીકળશે.
ફૂટબોલમાં કારર્કિદી બનાવવા રોનાલ્ડોએ પરિવારને કહ્યું Bye Bye:
પોતાની ફૂટબોલિંગ સ્કિલ વધારવા માટે અને પોતાના પરિવારને આર્થિક સહારો આપવા માટે રોનાલ્ડોએ 12 વર્ષની ઉંમરે મડેઇરાથી લિસ્બન જવાનો નિર્ણય લીધો હતો. 1997માં, Sporting CPએ રોનાલ્ડોને 1500 પાઉન્ડની ડિલ સાથે સાઈન કર્યો હતો. એટલે કે ક્લબમાં સામેલ કર્યો હતો. 12 વર્ષીય રોનાલ્ડો પોતાના પરિવારની યાદોને દૂર રાખવા માટે કલાકો સુધી ફૂટબોલ ફિલ્ડ પર ટ્રેનિંગ કરતો રહેતો. જેના પગલે તેનો દિવસેને દિવસે ફૂટબોલમાં રસ વધવા લાગ્યો હતો. આખરે જ્યારે રોનાલ્ડો 14 વર્ષનો થયો ત્યારે તેણે પોતાની માતાને કહી દિધું હતું કે, તે નહીં ભણે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને હ્રદયની બિમારીઃ
15 વર્ષની ઉંમરે રોનાલ્ડોને રેસિંગ હાર્ટની સમસ્યા સામે આવી હતી. જેમાં, નોર્મલ હાર્ટ બીટ કરતા હાર્ટ બીટ વધુ ફાસ્ટ હોય છે. આ હ્રદય સમસ્યાના કારણે રોનાલ્ડોએ ફૂટબોલ છોડવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, સ્પોર્ટિંગ CP ક્લબે હાર્ટ સર્જરીનો ખર્ચ ઉઠાવ્યો હતો અને રોનાલ્ડોને ફૂટબોલ કરિયરને ફરીવાર એક નવી શરૂઆત મળી હતી.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી CR7 બનવાની શરૂઆતઃ
16 વર્ષનો રોનાલ્ડો પોતાની ઉંમરના ખેલાડીઓ કરતા કઈ અલગ હતો. જેના કારણે સ્પોર્ટિંગના મેનેજર લાઝલો બોલોનીએ તેને સિનિયર ટીમમાં સામેલ કર્યો હતો. 2003માં 12 ઓગસ્ટનો દિવસ રોનાલ્ડોની કારર્કિદીનો ઐતિહાસિક દિવસ હતો. કેમ કેસ, આ દિવસ બાદ રોનાલ્ડોનું જીવન બદલાવવાનું હતું. તે દિવસે લિસ્બનમાં નવા સ્ટેડિય એસ્ટેડીયો જોસે અલ્વાલાડે સ્ટેડિયમ ખાતે ઈનોગ્રેશન મેચ રમાઈ હતી. ઈંગ્લિશ પ્રીમિયર લીગને ટોપ ટીમ માન્ચેસ્ટર યુનાઈટેડ સ્પોર્ટિંગની ટીમ સામે રમી હતી. અને તે મેચમાં રોનાલ્ડોના સ્ટારક્લાસ રમતના કારણે સ્પોર્ટિંગ FC 3-1થી વિજય થઈ હતી.
આ મેચમાં રોનાલ્ડોની સ્કિલ જોઈને સર એલેક્સ ફર્ગયુસને તેને સાઈન કરવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે 12.25 મીલિયન પાઉન્ડમાં રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઈટેડે સાઈન કર્યો હતો. રોનાલ્ડો જ્યારે મેન્ચેસ્ટર યુનાઈટેડમાં આવ્યો હતો, ત્યારે તેણે 28 નંબરની માંગ કરી હતી. જોકે, તે 7 નંબરની જર્સી આપવામાં આવી હતી. જે નંબરની જર્સી સ્ટાર ફૂટબોલ પ્લેયર એરિક કેન્ટોના અને ડેવિડ બેખમ માન્ચેસ્ટર યુનાઈટેડમાં પહેરતા હતા.
રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ માટે પ્રથમ મેચ બોલટન વોન્ડર્ર સામે રમી હતી. જેમાં, તેને 60મી મીનિટમાં સબ સ્ટિટ્યૂટ કરવામાં આવ્યો હતો. જ્યારે, રોનાલ્ડોએ માન્ચેસ્ટર માટે પ્રથમ ગોલ પોર્ટસ્માઉથ સામે સ્કોર કર્યો હતો. રોનાલ્ડોએ એક ફ્રિ કિકથી ગોલ સ્કોર કર્યો હતો અને તે મેચ રેડ ડેવિલ્સ 3-0થી જીત્યા હતા. રોનાલ્ડોની બીજી બે સિઝન એટલે 2004-2005 અને 2005-2006ની સિઝન ખુબ જ સામાન્ય રહી હતી. જોકે, તે સમય દરમિયાન પણ બોલ સાથેનો તેનો જાદુ ચાલુ રહ્યો હતો. 2005-2006માં રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ સાથેનો કોન્ટ્રાક્ટ 2010 સુધી લંબાવ્યો હતો.
રોનાલ્ડોની ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં રોનાલ્ડોના લીધે જીતઃ
2006-2007માં માન્ચેસ્ટર યુનાઈટેડ 9મી વખત પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું હતું. અને તે સિઝનમાં રોનાલ્ડોએ 17 ગોલ સ્કોર કર્યા હતા. ત્યારબાદ, તે સિઝન માટે રોનાલ્ડોએ અનેક એવોર્ડ મેળવ્યા હતા. 2008માં રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડના કેપ્ટન તરીકે બોલ્ટન સામે મેદાનમાં ઉતર્યો હતો અને 2 વિનિંગ ગોલ સ્કોર કર્યા હતા. 2008માં માન્ચેસ્ટરે સતત બીજી વખત પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું હતું અને આ સિઝનમાં રોનાલ્ડોએ 31 ગોલ માર્યા હતા. જેના પગલે તેને ગોલ્ડન બૂટ અને યુરોપિયન શૂ એવોર્ડ મળ્યો હતો. ત્યાર પછી, UEFA ચેમ્પિયન્સ લીગમાં રોનાલ્ડોએ 8 ગોલ કરીને ટોપ સ્કોર્રનો તાજ મેળવ્યો હતો. જેના કારણે રેડ ડેવિલ્સ 1999 બાદ ચેમ્યિન્સ લીગ જીતી શક્યા હતા. અને આ જીત બાદ રોનાલ્ડોને UEFA ક્લબ ફૂટબોલર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. 2008-2009ની સિઝનમાં રોનાલ્ડોએ 18 ગોલ કર્યા હતા. અને સતત ત્રીજી વખત માન્ચેસ્ટર યુનાઈટેડ પ્રીમિયર લીગ જીત્યુ હતું અને તે જ વર્ષે FIFA ક્લબ વર્લ્ડ કપમાં પણ માન્ચેસ્ટરે બાજી મારી હતી. 2008માં રોનાલ્ડોને બેલોન ડિ ઓર અને FIFA પ્લેયર ઓફ ધ યરનો પણ એવોર્ડ મળ્યો હતો. રોનાલ્ડોએ જ્યારે, માન્ચેસ્ટર યુનાઈટેડ છોડ્યું. ત્યારે, તેણે 292 મેચોમાં 118 ગોલ સ્કોર કર્યા હતા.
શેરદિલ અને દરિયા દિલ રોનાલ્ડોઃ
2005માં રોનાલ્ડોએ પોતાના પિતા ગુમાવ્યા હતા. જે રોનાલ્ડા માટે ખુબ જ દુ:ખની ઘડી હતી. રોનાલ્ડોના પિતાનું મૃત્યુ લીવર ફેલ થવાના કારણે થયું હતું. જે બાદ રોનાલ્ડોએ નિર્ણય લીધો હતો કે તે કોઈ દિવસ કદી દારૂને હાથ નહીં લગાવે. પિતાના નિધન બાદના બીજા કે ત્રીજા દિવસે જ રોનાલ્ડોએ ફૂટબોલ રમવાનું શરૂ કરી દિધુ હતું. 2004માં, રોનાલ્ડોએ ઈન્ડોનિશિયામાં સુનામી પીડિતો માટે ફંડ ભેગું કરવાનું શરૂ કર્યું હતું. સુનામી દરમિયાન રોનાલ્ડોએ એક વીડિયો જોયો હતો. જેમાં, એક નાનો છોકરો પાર્ટગલની 7 નંબરની જર્સી પહેરીને 17 દિવસ માટે ફસાયો હતો. જે વીડિયો જોતા તેનું દિલ પીગળી ગયું હતું.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને રિયલ મેડ્રિડ સાથેની સફરઃ
રિયલ મેડ્રિડે રોનાલ્ડોને 2010માં રેકોર્ડ બ્રેક 80 મીલીયન પાઉન્ડ પર સાઈનટ કર્યો હતો. લા લીગામાં રોનાલ્ડોએ ડિપોર્ટિવ લા કોરુંના સામે પ્રથમ મેચ રમી હતી અને પેનલટીમાં ગોલ ફટકારીને ડેબ્યુ મેચમાં પ્રથમ ગોલ કર્યો હતો. રોનાલ્ડોને શરૂઆતમાં 9 નંબરની રિયલ મેડ્રિડમાં જર્સી અપાઈ હતી. કેમ કે તે સમયે રાઉલ પાસે 7 નંબરની જર્સી હતી. 2010-2011ની સિઝન પહેલાં રાઉલે રિયલ મેડ્રિડને અલવિદા કિધુ હતું. તે બાદ નંબર 7ની જર્સી રોનાલ્ડો પાસે આવી હતી. 2010-11ની સિઝનમાં રોનાલ્ડોએ 33 ગોલ સ્કોર કર્યા હતા.
ત્યારબાદ, 2011-12ની સિઝનમાં રોનાલ્ડોએ ઘણા બધા રેકોર્ડ તોડ્યા હતા. રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ માટે પ્રથમ વખતે ટ્રોફી ઉપાડી હતી. અને તે પણ પોતાના દુશ્મન ક્લબ બાર્સેલોનાને કોપા ડેલ રેની ફાઈનલમાં હરાવીને. તે મેચમાં રોનાલ્ડોએ અંતિમ મીનિટમાં ગોલ કરીને મેચ રિયલ મેડ્રિડના નામે કરી હતી. તે સિઝનમાં રોનાલ્ડોએ 53 ગોલ સ્કોર કર્યા હતા. 2011-12ની સિઝનમાં રિયલ મેડ્રિડ લા લીગમાં પણ ચેમ્પિયન બન્યું હતું.
ગોલ મશિન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોઃ
રોનાલ્ડો ભલે કોઈ મેડ્રિડને કોઈ મેજર ટ્રોફી ન હતો જીતાડી શક્યો પણ તેનું ગોલ સ્કોરિંગ ચાલુ જ રહ્યું હતું. રિયલ સોસિડાડ સામે રોનાલ્ડોએ રિયલ મેડ્રિડની આગેવાની કરી હતી અને તે મેચ મેડ્રિડ 4-3થી જીત્યું હતું. રોનાલ્ડોએ પોતાની મેડ્રિડ માટેની 197મી મેચમાં 200 ગોલ કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. રોનાલ્ડોએ 2013ની સિઝન 69 ગોલ સાથે એન્ડ કરી હતી. જેના પગલે તેને પોતાના કરિયરમાં પ્રથમ વખતે બેલોન ડિ ઓર એવોર્ડ મળ્યો હતો.
2014-15ની સિઝનમાં રિયલ મેડ્રિડે FIFA ક્લબ વર્લ્ડ કપ જીત્યો હતો. જેના કારણે તેને સતત બીજા વર્ષે પણ બેલોન ડિ ઓર એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદની, સિઝનમાં રોનાલ્ડોએ ગ્રાનાડા સામેની મેચમાં 5 ગોલ સ્કોર કરીને રિયલ મેડ્રિડનો ઓલ ટાઈમ ટોપ સ્કોર્ર બન્યો હતો. 2015માં ત્રીજી વખત તેને બેલોન ડિ ઓર મળ્યો હતો. નવેમ્બર 2016માં રોનાલ્ડોએ પોતાના રિયલ મેડ્રિડ સાથેનો કોન્ટ્રોક્ટ 2021 સુધી લંબાવ્યો હતો. અને રોનાલ્ડો બીજી વખત રિયલ મેડ્રિડ સાથે રહીને FIFA ક્લબ વર્લ્ડ કપ જીત્યો હતો. જેના પગલે સતત ચોથી વખત તે બેલોન ડિ ઓર એવોર્ડથી સન્માનિત કરાયો હતો.
રોનાલ્ડો અને રિયલ મેડ્રિડ માટે 2017નું વર્ષ સોનેરું હતું. કેમ કે તે વર્ષે રોનાલ્ડોની મેડ્રિડ માટે UEFA ચેમ્પિયન્સ લીગ જીતવાની ભુખ સંતોષાઈ હતી. અને સાથે જ રિયલ મેડ્રિડ લા લીગા ચેમ્પિયન બન્યુ હતું. 2017-18ની સિઝનમાં તેને પાંચમી વખત બેલોન ડિ ઓર એવોર્ડ મળ્યો હતો. રિયલ મેડ્રિડ માટે રોનાલ્ડોએ 2018માં અંતિમ મેચ રમી હતી. અને તે મેચ લીવરપુલ સામે UEFA ચેમ્પિયન્સ લીગની ફાઈનલ હતી. ભલે તે મેચમાં રિયલ મેડ્રિડ જીત્યું હતું. પણ તેમણે તે મેચ બાદ રોનાલ્ડોને ગુમાવ્યો હતો.
રોનાલ્ડોની જુવેન્ટસમાં એન્ટ્રીઃ
ક્રિસ્ટિયાનોએ રોનાલ્ડોને રેકોર્ડ બ્રેક 100 મીલિયન યુરોના કોન્ટ્રાક્ટ સાથે ઈટાલિયન ક્બલ જુવેન્ટસે સાઈન કર્યો હતો. રોનાલ્ડોએ જુવેન્ટસ માટે ચોથી મેચમાં પ્રથમ ગોલ ફટકાર્યો હતો. રોનાલ્ડોની 154 UEFA ચેમ્પિયન્સ લીગ મેચોમાંથી પ્રથમ વખત જુવેન્ટસ માટે રમતા રોનાલ્ડોએ રેડ કાર્ડનો જોવો પડ્યો હતો. રોનાલ્ડો પ્રથમ એવો ખેલાડી હશે જેણે 100 ચેમ્પિયન્સ લીગની મેચો જીતી હોય. રોનાલ્ડોની સાથે જુવેન્ટસે સતત 8મી વખત SERIE-Aનો ટાઈટલ જીત્યો હતો. અને રોનાલ્ડો પ્રથમ એવો ખેલાડી હતો. જે ઈંગ્લિશ લીગ, સ્પેનિશ લીગ અને ઈટાલિયન લીગ ત્રણેય જીત્યો હોય. રોનાલ્ડોએ જુવેન્ટસ માટે પ્રથમ સિઝનમાં 21 ગોલ કર્યા હતા. 2019-20ની સિઝનમાં રોનાલ્ડોએ ઘણા બધ રેકોર્ડ સર કર્યા. તેની આખી સિઝનની હાઈલાઈટ રોનાલ્ડોનો સેમ્પડોરિયા સામેનો હેડર ગોલ રહ્યો હતો. જેમાં, રોનાલ્ડોએ 2.56 મીટરનો જમ્પ લઈ ગોલ સ્કોર કર્યો હતો. જુવેન્ટસ માટે આ સિઝનમાં રોનાલ્ડોએ 30 ગોલ કર્યા હતા અને સતત 9મી વખત જુવેન્ટસ SERIE-A જીત્યુ હતું. 2020-21ની સિઝનમાં રોનાલ્ડોએ પોતાનો 750મો ગોલ કર્યો હતો. થોડા દિવસો પહેલાં જ રોનાલ્ડોએ જુવેન્ટસ ક્બલને અલવિદા કહ્યું છે.
પોતાના પ્રથમ ક્લબમાં વાપસીઃ
ભારે ડ્રામા બાદ આ વર્ષે ઓગસ્ટમાં રોનાલ્ડોએ ફરીવાર માન્ચેસ્ટર સાથે કરાર કર્યો છે. જોકે, આ વખતે તે એવા ખેલાડીઓ સાથે ઓલ્ડ ટ્રેફોર્ડ પર રમશે. જે ખેલાડીઓ તેને જોઈને મોટા થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે