નીરજ ચોપડાએ કરી ભારતીય દળની આગેવાની, 18મી એશિયન ગેમ્સનો થયો પ્રારંભ
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એશિયન ગેમ્સની 18મી સીઝનનો પ્રારંભ થઈ ગયો છે. ઉદઘાટન સમારોહના રંગારંગ કાર્યક્રમ જકાર્યાના ગેલોરો બંગ કાર્નો સ્ટેડિયમમાં થયો.
Trending Photos
જકાર્તાઃ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એશિયન ગેમ્સની 18મી સીઝનનો પ્રારંભ થઈ ગયો છે. ઉદઘાટન સમાહોરનો રંગારંગ કાર્યક્રમ જકાર્તાના ગેલોરા બંગ કાર્નો સ્ટેડિયમમાં થઈ રહ્યો છે.
ઉદઘાટન સમારોહમાં ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ તિરંગાની સાથે ભારતીય દળની આગેવાની કરી. તમામ ભારતીય ખેલાડીના ચહેરા પર એક અલજ જોશ જોવા મળ્યું, હિમા દાસ દળમાં ઉછળતી જોવા મળી.
ઉદઘાટન સમારોહમાં ઈન્ડોનેશિયાના પ્રમુખ બાઇક પર સ્ટેજ પર પહોંચ્યા અને તેમણે શાનદાર એન્ટ્રી કરી. પ્રમુથ બાઇક પર ટન્ટ દેખાડતા તમામને વચ્ચે આવ્યા.
ઓલંમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ શેખ અહમદ અલ-ફહદ અલ-અહમદે તમામ દેશોનું સ્વાગત કર્યું. પ્રાસકિબ્રા ઈન્ડોનેશિયા ફ્લેગને લઈને સ્ટેજ પર આવ્યા. ત્યારબાદ ઈન્ડોનેશિયાના પ્રમુખે સત્તાવાર રીતે ગેમ્સ શરૂ થવાની જાહેરાત કરી.
ઓલંમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાનો ફ્લેગ સ્ટેડિયમમાં આવી ગયો છે. ઓલંમ્પિકના પૂર્વ મેડાલિસ્ટ તેને લઈને આવ્યા અને હવે ઈન્ડોનેશિયાના ધ્વજની પાસે તેને પણ ફરકાવવામાં આવ્યો છે.
એશિયન ગેમ્સ-2018 ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબાંગમાં યોજાશે. આ ગેમ્સમાં 45 દેશોના 11000 ખેલાડીઓ ભાગ લેશે. એશિયન ગેમ્સનું સમાપન 2 સપ્ટેમ્બરના રોજ થશે. રવિવારથી વિભિન્ન ગેમ્સની સ્પર્ધાઓઓની શરૂઆત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે