Vastu Tips: ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી દૂર થાય છે વાસ્તુદોષ, જાણો તેના આ ખાસ નિયમો

હિન્દૂ ધર્મમાં તુલસીને મા લક્ષ્મી સમાન માનવામાં આવે છે. મનાઈ છે કે, જે ઘરમાં તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે તે ઘરમાં દુખ અને દરિદ્રતા ક્યાકેય નથી આવતા. આસો માસમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કાર્તિક માસમાં વિશેષ રૂપથી તુલસીનું પૂજન થાય છે. વાસ્તુશાસ્ત્રમાં જ પણ તુલસીનું વિશેષ મહત્વ રહેલું છે.

Vastu Tips: ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી દૂર થાય છે વાસ્તુદોષ, જાણો તેના આ ખાસ નિયમો

નવી દિલ્હીઃ હિન્દૂ ધર્મમાં તુલસીને મા લક્ષ્મી સમાન માનવામાં આવે છે. મનાઈ છે કે, જે ઘરમાં તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે તે ઘરમાં દુખ અને દરિદ્રતા ક્યાકેય નથી આવતા. આસો માસમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કાર્તિક માસમાં વિશેષ રૂપથી તુલસીનું પૂજન થાય છે. વાસ્તુશાસ્ત્રમાં જ પણ તુલસીનું વિશેષ મહત્વ રહેલું છે. તુલસીના છોડને વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. કહેવાય છે કે, તુલસીનો છોડ જો ઘરમાં હોય તો ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે. પરંતુ ઘરમાં તુલસીનો છોડ લગાવવાના અમુક નિયમો છે જેના વિશે આજે અમે તમને જણાવીશું.

ઘરમાં તુલસીનો છોડ વાવવાના અમુક ખાસ નિયમો આ મુજબ છે.

1. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાં તુલસીનો છોડ લગાવવાનું સૌથી શ્રેષ્ઠ સ્થાન છે ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાનકોણ.

2. તુલસીને ક્યારેય જમીન પર ન લગાવવું જોઈએ, તેને ઉંચે કુંડામાં જ વાવવું જોઈએ.

3. છત પર તુલસીનો છોડ લગાવવો વાસ્તુશાસ્ત્ર મુજબ સારું નથી મનાતું. માનવામાં આવે છે કે, આવું કરવાથી તુલસીની સકારાત્મક ઉર્જા ઘરમાં પાછી નથી આવતી. 

4. તુલસી જીને ખૂબ પૂજ્ય માનવામાં આવે છે. એટલે જ્યાં પણ તુલસીનો છોડ લગાવો ત્યાં સાફ-સફાઈ રાખવી જરૂરી છે અને ચપ્પલ તેનાથી દૂર કાઢવા જોઈએ. 

5. જો ઘરમાં એકથી વધારે તુલસીના છોડ હોય તો ધ્યાન રાખો તે 3, 5, 7 જેવી વિષમ સંખ્યામાં હોવા જોઈએ. 2, 4, 6 જેવી સમ સંખ્યામાં તુલસીના છોડ રાખવા એ શુભ નથી મનાતા.

6. તુલસીના છોડને સુકાવા ન દેવા જોઈએ. તુલસીનો છોડ સુકાઈ તો તે સારો સંકેત નથી. 

7. તુલસીના છોડને દરરોજ પાણી ચઢાવવું અને સાંદે ત્યાં ઘીનો દિવો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

(નોંધ- આ લેખમાં આપેલી જાણકારી વિભિન્ન માધ્યોમાં સંગ્રહિત કરેલી માહિતીના આધારે આપવામાં આવી છે.  અમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે, લોકો આને ફક્ત એક જાણકારીના રૂપે જ વાંચે. ઝી 24 કલાક આ જાણકારીની પુષ્ટિ નથી કરતું.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news