Mangal Gochar 2025: બુધની રાશિ મિથુનમાં આવશે મંગળ, આ 3 રાશિઓએ સાચવવું, સ્વાસ્થ્ય અને ધનનું ભારે નુકસાન થઈ શકે
Mangal Gochar 2025: 21 જાન્યુઆરી અને મંગળવારે મંગળ ગ્રહ પોતાની ચાલ બદલશે. મંગળ ગ્રહ વક્રી થઈ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમય દરમિયાન 3 રાશિના લોકોએ સંભાળવું પડશે. આ રાશિઓને આર્થિક નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ આ 3 રાશિઓ કઈ કઈ છે ?
Trending Photos
Mangal Gochar 2025: ગ્રહોના સેનાપતિ મંગળ કર્ક રાશિમાં ગોચર કરે છે. 21 જાન્યુઆરી અને મંગળવારે સવારે 9:37 મિનિટે મંગળ ગ્રહ વક્રી થઈને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિ બુધ ગ્રહની રાશિ છે. મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 3 રાશિઓ માટે શુભ નથી. મંગળ અને બુધ વચ્ચે મિત્રતા નથી. બુધની રાશિમાં મંગળનો પ્રવેશ કેટલીક રાશિના લોકો માટે સંકટકારક રહેશે.
મિથુન રાશિમાં મંગળનું ગોચર
ગ્રહોના સેનાપતિ મંગળ ઊર્જા, ક્રોધ, પરાક્રમ, સાહસને નિયંત્રણ કરે છે. જ્યારે મિથુન રાશિ બુધ ગ્રહની રાશિ છે જે બુદ્ધિ, તર્ક, મનોરંજન અને પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને ગ્રહને પ્રકૃતિ એકબીજાથી સાવ અલગ છે. મિથુન રાશિમાં મંગળનું ગોચર 3 રાશિના લોકો માટે પડકાર જનક હશે. આ રાશિઓ પર મંગળના ગોચરથી નેગેટિવ અસર થઈ શકે છે. આ રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. મંગળના વક્રી થવાથી આ રાશિના લોકોના જીવનમાં અસ્થિરતા અને પડકારો વધી શકે છે. કારકિર્દીમાં સમસ્યાઓ આવી શકે છે અને સહકર્મચારીઓ સાથે મતભેદ પણ થઈ શકે છે. કામમાં નિષ્ફળતા પણ મળી શકે છે. આ સમયમાં સંબંધોમાં પણ તણાવ વધી શકે છે. પરિવારમાં અથવા તો પાર્ટનર સાથે ગેરસમજ થઈ શકે છે. વિવાદ થવાની સંભાવના. આર્થિક સમસ્યાઓ વધશે. અચાનક ખર્ચામાં વૃદ્ધિ થવાથી માનસિક તણાવ વધી શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સંભાળવું.
ધન રાશિ
ધન રાશિના લોકોએ સંબંધ વ્યવસાયમાં ખાસ ધ્યાન રાખવું. પાર્ટનરશીપમાં કામ કરતા લોકોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન ભાઈ બહેનો સાથે મતભેદ થવાની સંભાવના. સંવાદમાં કટુતા વધી શકે છે. ધન સંબંધિત બાબતમાં અણધાર્યા ખર્ચ ચિંતા કરાવી શકે છે. આ સમય દરમિયાન યાત્રા મુશ્કેલીભરી સાબિત થઈ શકે છે. માથામાં ઇજા કે બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા થવાની સંભાવના.
મીન રાશિ
મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે. જે મંગળ સાથે મિશ્રિત સંબંધ ધરાવે છે. મંગળનું ગોચર મીન રાશિની માનસિક શાંતિ અને પારિવારિક જીવનને અસર કરી શકે છે. વાણીમાં કઠોળતાથી વિવાદ થવાની સંભાવના. પરિવારમાં મતભેદ વધી શકે છે. માતા સાથે સંબંધ નબળા પડી શકે છે. માનસિક ચિંતા અનુભવાય. આર્થિક નિર્ણયો ઉતાવળમાં લેવાનું ટાળવું. આ સમય દરમિયાન ફેફસા સંબંધિત સમસ્યા કે શરદી ઉધરસનું જોખમ વધી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે