Shakun shastra:દૂધ ઉભરાવું અને ઢોળાવું અપશુકન, અશુભ પરિણામથી બચવા તુરંત કરી લેવો આ ઉપાય

Shakun shastra: ઘરમાં અચાનક દૂધ ઉભરાઈ જાય કે ઢોળાઈ જાય તો તેની સાથે પણ કેટલાક શુભ અને અશુભ સંકેતો જોડાયેલા હોય છે. આજે તમને જણાવીએ શુકનશાસ્ત્ર અનુસાર ઉકળતું દૂધ ઉભરાઈ જાય અથવા તો ઢોળાઈ જાય તો તેનાથી થતા અપશુકનને ટાળવા કયો ઉપાય કરવો જોઈએ. 
 

Shakun shastra:દૂધ ઉભરાવું અને ઢોળાવું અપશુકન, અશુભ પરિણામથી બચવા તુરંત કરી લેવો આ ઉપાય

Shakun shastra: હિન્દુ ધર્મમાં શુકનશાસ્ત્ર પણ પૌરાણિક શાસ્ત્રમાંથી એક છે. શુકનશાસ્ત્રમાં ઘરની વસ્તુઓ સંબંધિત કેટલાક નિયમ નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે શુકન અને અપશુકન દર્શાવે છે. શુકનશાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં આવે તો જીવન ઘણું સરળ બની જાય છે.

શુકનશાસ્ત્રમાં જણાવ્યું છે કે દૈનિક જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓનો સંકેત કરે છે. જેમકે ઘરમાં અચાનક દૂધ ઉભરાઈ જાય કે ઢોળાઈ જાય તો તેની સાથે પણ કેટલાક શુભ અને અશુભ સંકેતો જોડાયેલા હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ શુકનશાસ્ત્ર અનુસાર ઉકળતું દૂધ ઉભરાઈ જાય અથવા તો હાથમાંથી ઢોળાઈ જાય તો તેનાથી કયા સંકેત મળે છે અને અપશુકનને ટાળવા કયો ઉપાય કરવો જોઈએ. 

દૂધ ઉભરાવું

શુકનશાસ્ત્ર અનુસાર જો ગેસ પર મૂકેલું ઉકળતું દૂધ નીચે ઢોળાવવા લાગે તો તે ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. દૂધનો સંબંધ ચંદ્રમાં સાથે હોય છે. દૂધને ગરમ કરવા માટે અગ્નિનો ઉપયોગ થાય છે જે મંગળનો કારક હોય છે. શાસ્ત્ર અનુસાર મંગળ અને ચંદ્રની વૃત્તિ વિપરીત હોય છે. જ્યારે ઉકળતું દૂધ અગ્નિમાં પડે છે તો તેનાથી ઘરમાં કલેશની સ્થિતિ ઉત્પન થાય છે. તેથી ઘરમાં જ્યારે દૂધ ગરમ કરો ત્યારે હંમેશા સાવધાની રાખવી કે દૂધ ઉભરાઈ ન જાય.

દૂધ ઢોળાવવું

ઘણી વખત હાથમાંથી અચાનક દૂધનો ગ્લાસ કે દૂધ ભરેલું પાત્ર છૂટીને પડી જાય છે જેના કારણે દૂધ ઢોળાઈ જાય છે. દૂધનું ઢોળાવવું પણ અશુભ માનવામાં આવે છે. જ્યારે દૂધ ઢોળાઈ જાય છે તો વ્યક્તિને માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. 

અપશુકન ટાળવા કરો આ ઉપાય

- લાખ પ્રયત્ન કર્યા છતાં પણ જો દૂધ ઉભરાઈ જાય કે ઢોળાઈ જાય તો તેનાથી ઉત્પન્ન થયેલા દોષને દૂર કરવા માટે આ ઉપાય કરી શકાય છે. જો દૂધ ઉભરાઈ જાય તો સૌથી પહેલા અન્નપૂર્ણાની ક્ષમા માંગી લેવી. આ ઉપરાંત ચંદ્ર દોષને દૂર કરવા માટે ચંદ્રદેવને જલ અર્પણ કરી લેવું. 

- જો ઘરની બહાર નીકળતી વખતે દૂધ ઢોળાઈ જાય તો મંદિરમાં જઈને ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો અને પછી જ ઘરની બહાર નીકળવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news