Shani Gochar 2025: 2 ફેબ્રુઆરીએ શનિની સ્થિતિ બદલશે, 3 રાશિઓનું ભાગ્ય થશે મજબૂત, અણધાર્યો લાભ થવાની પ્રબળ સંભાવના
Shani Gochar 2025: શનિની સ્થિતિમાં જ્યારે ફેરફાર સાથે છે ત્યારે તેની અસર 12 રાશિઓને પણ થાય છે. આવો જ ફેરફાર ફેબ્રુઆરી મહિનાની શરુઆતમાં થશે. જેના કારણે 3 ભાગ્યશાળી રાશિઓ પર શનિદેવની કૃપા થશે. આ રાશિઓને કેવા લાભ થશે ચાલો જાણીએ.
Trending Photos
Shani Gochar 2025: ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ ફેબ્રુઆરી મહિનામાં પોતાની સ્થિતિમાં ફેરફાર કરશે. શનિ ગ્રહ હાલ પુર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં છે. 2 ફેબ્રુઆરી 2025 ના રોજ શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના દ્વિતીય પદમાં ગોચર કરશે. શનિનું આ ગોચર બે ફેબ્રુઆરીએ રાત્રે 8:51 મિનિટે થશે. શનિ ગ્રહની સ્થિતિમાં થયેલો ફેરફાર મેષથી લઈને મીન સુધીની રાશિઓને પ્રભાવિત કરશે. શનિની સ્થિતિમાં જે ફેરફાર થવાનો છે તેમાં કેટલીક રાશિઓએ સતર્ક રહેવાની જરૂર છે તો કેટલીક રાશિઓ માટે આ સમય ગોલ્ડન પિરિયડ જેવો હશે.
રાશિ ચક્રની 3 રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન ધન લાભ થવાની સંભાવના છે. 2 ફેબ્રુઆરીથી આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. આ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા થશે. આ ત્રણ રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સફળતા મળી શકે છે. વેપારીઓ માટે આ સમય વધારે લાભકારી રહેશે પરિવારનો સાથ મળશે. યાત્રાના યોગ બની રહ્યા છે. વેપાર સંબંધિત યાત્રામાં સફળતા મળી શકે છે. ધનની આવક વધશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે પણ શનિની સ્થિતિ લાભકારી રહેશે. કાર્ય સ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે અને સારી તક મળશે. નોકરીમાં સ્થિતિ પહેલાં કરતાં સુધરશે. સિંગલ લોકોના લગ્ન પણ નક્કી થઈ શકે છે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે.
મકર રાશિ
મકર રાશિ માટે પણ આ સમય ભાગ્યવર્ધક રહેશે. વ્યવસાય ક્ષેત્રે સફળતા મળી શકે છે. નોકરીમાં ઉન્નતિની તકો મળશે. ભૂમિ, ભવન અને વાહન સુખ વધે તેવી સંભાવના. સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. નોકરી શોધતા લોકોને સફળતા મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે