Guruwar ke Upay: ગુરુવારે કરેલા આ સરળ કામથી ઘરમાં વધે છે રુપિયાની આવક, અમીર બનવું હોય તો કરો ટ્રાય

Guruwar ke Upay: ભગવાન વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત કરવી હોય અને જીવનમાં ધન, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવું હોય તો ગુરૂવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે આ ઉપાયો ગુરુવારે કરવાથી વ્યક્તિને ઇચ્છિત સફળતા, સુખ, સૌભાગ્ય, ધન અને યશ પ્રાપ્ત થાય છે. 

Guruwar ke Upay: ગુરુવારે કરેલા આ સરળ કામથી ઘરમાં વધે છે રુપિયાની આવક, અમીર બનવું હોય તો કરો ટ્રાય

Guruwar ke Upay: અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. સાથે જ અઠવાડિયાના દિવસોનો સંબંધ ગ્રહો સાથે પણ હોય છે. જેમકે ગુરુવારનો દિવસ દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે બંનેની પૂજા અને આરાધના કરવાથી અઢળક લાભ થાય છે. આ લાભને ચમત્કારી કહી શકાય. કારણ કે ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિની આરાધના કરવાથી જીવનમાં સુખ, સૌભાગ્ય વધે છે. 

વૈવાહિક સુખ પ્રાપ્ત કરવા માટે મહિલાઓ ગુરુવારનું વ્રત પણ કરતી હોય છે. આ સિવાય ભગવાન વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત કરવી હોય અને જીવનમાં ધન, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવું હોય તો ગુરૂવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે આ ઉપાયો ગુરુવારે કરવાથી વ્યક્તિને ઇચ્છિત સફળતા, સુખ, સૌભાગ્ય, ધન અને યશ પ્રાપ્ત થાય છે. 

ધન પ્રાપ્તિના સરળ ઉપાય 

- ઘણા લોકોના જીવનમાં આર્થિક તંગી હોય છે. લાખ પ્રયત્ન કરે તેમ છતાં આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળતી નથી. આવી સ્થિતિ હોય તેમણે ગુરુવારે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્યાર પછી હાથમાં તુલસીનું પાન લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. ત્યાર પછી તુલસીનું પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરી દો. બસ આ સરળ કામ તમારે 7 કે 11 ગુરુવાર સુધી કરવાના છે. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગશે અને આવક વધવા લાગશે. 

- દર ગુરુવારે તુલસીજીની પૂજા કરવી જોઈએ. તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે. તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે. ગુરુવારે સવારે તુલસીના છોડમાં કાચું દૂધ ગંગાજળ મિક્સ કરીને અર્પણ કરવું. સાથે જ તુલસીની પરિક્રમા કરવી. સાંજના સમયે તુલસી પાસે ઘીનો દીવો કરવો. આ કામ રોજ કરવાથી ઘરમાં ધન ઝડપથી વધે છે. 

- ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો તો તેમને તુલસીના માંજર અર્પણ કરો. પૂજા કર્યા પછી નવા પીળા કપડામાં તુલસીના માંજર બાંધીને તિજોરીમાં રાખી દો. તેનાથી પણ ધનની આવક વધવા લાગે છે. 

- ગુરુવારે તુલસીના મૂળનો એક ટુકડો લેવો અને તેને ગંગાજળથી સાફ કરીને પીળા કપડામાં બાંધી તિજોરીમાં રાખી દો અથવા તો ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દો. તેનાથી ધનનો પ્રવાહ અને સકારાત્મકતા વધે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news