લગ્નમાં થઈ રહ્યો છે વિલંબ? નહાવાના પાણીમાં આ ખાસ વસ્તુ મિક્સ કરીને કરો સ્નાન, થશે ચમત્કાર!
Guruwar ke Upay: જો લગ્નમાં વિઘ્ન આવી રહ્યાં છે કે વિલંબ થઈ રહ્યો છે તો ગુરૂવારના દિવસે હળદરના ટોટકા કરવાથી જલદી લગ્ન થઈ જાય છે. તે માટે બસ એક સરળ કામ કરવાની જરૂર છે.
Trending Photos
નવી દિલ્હીઃ લગ્ન સમય પર થઈ જાય તેવી ઈચ્છા બધાની હોય છે. પરંતુ કરિયરને કારણે યુવક-યુવતીઓની લગ્ન 30 વર્ષ બાદ થવા સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ ઘણીવાર અનેક પ્રયાસો છતાં લગ્નમાં વિલંબ આવે છે. લગ્નમાં આવી રહેલાં વિઘ્નોને દૂર કરવા માટે ટોટકે-ઉપાય ખુબ પ્રભાવી છે. તેમાંથી એક ઉદાય હળદરનો સામેલ છે, જેને ગુરૂવારે કરવાથી ચોક્કસ ફળ મળે છે. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્યુ અને બૃહસ્પતિને સમર્પિત છે અને તેની કૃપાથી લગ્ન સુખ અને સૌભાગ્ય મળે છે. જે પણ યુવક અને યુવતી જલદી લગ્ન કરવા ઈચ્છે છે તેણે આ ઉદાય અજમાવવા જોઈએ.
જલદી લગ્ન કરવાના ટોટકા-ઉપાય
- યુવક કે યુવતી જેના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, તે દર ગુરૂવારે નાવાના પાણીમાં અડધી ચમચી હળદર મિક્સ કરી સ્નાન કરો. ધ્યામાં રહે કે હળદરમાં કોઈ અન્ય મસાલો મિક્સ ન હોય. આમ કરવાથી જલદી લગ્ન કરવાના યોગ બને છે.
- જલદી લગ્ન માટે ગુરૂવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરો. ઝાડ નીચે દીવો પ્રગટાવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને લગ્નમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે.
- લગ્ન કરવા માટે દર સોમવારે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આમ કરવાથી પણ જલદી લગ્ન થાય છે. સાથે લગ્નમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય છે.
- જ્યોતિષ અનુસાર લગ્ન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે છ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થાય છે. તેનાથી શિવની કૃપા વરસે છે અને ગમતા સાથે મળી શકે છે.
- જો યુવતીના લગ્નમાં વિઘ્ન આવે છે તો રાત્રે તાંબાના પાત્રમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની તસવીરની સામે રાખી દો. પછી બ્રહ્મમુહૂર્તમાં કોઈને જણાવ્યા વગર આકાશની નીચે જઈને તે રાત્રમાં રાખેલા જળમાંથી માંગ ભરે, ત્યારબાદ તે પાત્રને ફરી ભગવાનની સામે રાખી દો. આમ એક મહિના સુધી કરવાથી લગ્નનો યોગ બને છે.
- જલદી લગ્ન માટે ઈચ્છુક છો તો પીળા કલરના કપડા વધુથી વધુ પહેરો. તેનાથી જીવનમાં સૌભાગ્ય, સુખ આવે છે. જલદી જીવનસાથી મળે છે. સાથે કાળા, વાદળી અને ગ્રે કલરના કપડા પહેરવાથી બચો.
- લગ્ન યોગ્ય યુવક-યુવતીઓનો રૂમ ક્યારેય ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન હોવો જોઈએ, ના તે દિશામાં પગ રાખીને આરામ કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે