Parenting Tips: આ છે સફળ માતા-પિતા બનવાના 5 ગોલ્ડન રુલ્સ, બાળક બનશે હોશિયાર અને સંસ્કારી
Parenting Tips:પહેલીવાર માતા પિતા બન્યા હોય તે યુગલ માટે એ જાણવું જરૂરી છે કે બાળકોનો વ્યવહારિક વિકાસ કેવી રીતે કરવો. બાળકોનો વ્યવહાર કેવો થશે તેનો આધાર માતા પિતા પર હોય છે. આજે તમને પાંચ એવા સિક્રેટ ગોલ્ડન રુલ જણાવીએ જેની મદદથી તમે તમારા બાળકોને સંસ્કારી સમજદાર અને સ્માર્ટ બનાવી શકો છો.
Trending Photos
Parenting Tips: દરેક માતા પિતા પોતાના બાળકને સંસ્કારી અને સ્માર્ટ બનાવવા માંગે છે. તેના માટે માતા પિતા પૂરતા પ્રયત્નો પણ કરે છે પરંતુ ઘણી વખત બાળકો જીદ્દી, ગુસ્સેલ અને ખોટો વ્યવહાર કરનાર બની જાય છે. નાનપણથી જ બાળકોનો આવો વ્યવહાર જોઈને માતા-પિતા પણ પરેશાન થઈ જાય છે. પહેલીવાર માતા પિતા બન્યા હોય તે યુગલ માટે એ જાણવું જરૂરી છે કે બાળકોનો વ્યવહારિક વિકાસ કેવી રીતે કરવો. બાળકોનો વ્યવહાર કેવો થશે તેનો આધાર માતા પિતા પર હોય છે. આજે તમને પાંચ એવા સિક્રેટ ગોલ્ડન રુલ જણાવીએ જેની મદદથી તમે તમારા બાળકોને સંસ્કારી સમજદાર અને સ્માર્ટ બનાવી શકો છો.
ઉંમર અનુસાર અપેક્ષા રાખો
બાળકોમાં એ સમજ હોતી નથી કે તમે તેની પાસેથી શું અપેક્ષા રાખો છો. માતા પિતાએ બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને આ બાબતોને સ્પષ્ટ કરવી જોઈએ. જેમકે બાળક નાનું હોય તો તેની પાસેથી એવી અપેક્ષા ન રખાય કે તે તેનો રૂમ સાફ રાખે.. બાળકની ઉંમર પ્રમાણે તેને શું કરવું જોઈએ અને તમે શું અપેક્ષા રાખો છો તેની યોગ્ય શિખામણ આપો. તમે બાળકને નાની ઉંમરમાં એ શીખવાડી શકો છો કે રમકડાથી રમ્યા પછી રમકડાને સાચવીને રાખે.
રોલ મોડલ બનો
નાનુ બાળક પોતાના માતા પિતાને જ આદર્શ માને છે. તેથી સૌથી જરૂરી એ છે કે ઘરમાં માતા-પિતાનો વ્યવહાર યોગ્ય હોય. જો તમે ઈચ્છો છો કે બાળક પણ સંસ્કારી અને શાંત બને તો ઘરમાં વાતાવરણ શાંત અને સંયમિત હોય તે વાતનું ધ્યાન રાખો. જો માતા પિતા બાળકો સામે ગુસ્સો કરે અને ખરાબ વ્યવહાર કરે તો બાળક પણ એ જ વ્યવહાર અપનાવવા લાગે છે.
પોઝિટિવ વ્યવહાર
જો બાળક કોઈ સારું કામ કરે કે સારો વ્યવહાર કરે તો તેના વખાણ કરો અને તેને જણાવો કે તેનો આ વર્તન તમને સારું લાગ્યું. તેનાથી બાળકનો આત્મવિશ્વાસ પણ વધશે અને તે સારો વ્યવહાર કરવા માટે પ્રેરિત રહેશે.
વાતચીત વધારો
બાળક બોલવાનું શીખી જાય ત્યારથી જ તેની સાથે વાતચીત કરતા રહેવું જરૂરી છે. વાતચીત કરીને જ તમે બાળકના ઇમોશન અને તેની ઈચ્છાઓને સમજી શકો છો. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ ઘરની બાબતોમાં પણ તેનો મત લેવાનું રાખો. આમ કરવાથી બાળકને પણ જવાબદારીઓ વિશે જાણ થશે.
નિયમ બનાવી રાખો
બાળકો માટે નિયમ બનાવવા જરૂરી છે. પરંતુ જરૂરી એ પણ છે કે બાળકની ઉંમર વધે તેમ નિયમો પણ બદલતા રહે. બાળક નિયમ ન તોડે તો તેના વ્યવહાર પર તેની પ્રશંસા કરો. આમ કરવાથી બાળકને અનુશાસનમાં રહેવાનું જ્ઞાન થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે