ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ! આગામી 7 દિવસ ગુજરાતમાં કેવું રહેશે મોસમ? મોટી આગાહી

Ambalal Patel Forecasts: હવામાન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ ઉતર-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. બીજી બાજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે તાજેતરમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. 

1/7
image

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દેશમાં એક ચક્રવાતી તોફાન દસ્તક દઈ રહ્યું છે. કારણ કે 3-3 સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે પંજાબ અને તેની આજુબાજુના નીચલા ક્ષોભમંડળ સ્તર પર સ્થિત છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન નીચલા ક્ષોભમંડળ સ્તર પર જ હરિયાણા અને તેની આજુબાજુના વિસ્તારોમાં સ્થિત છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેના નીચલા ક્ષોભમંડળ સ્તર પર સ્થિત છે. એક વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે એક્ટિવ છે. 

2/7
image

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાના કારણે રસ્તા બ્લોક થઈ ગયા છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગ, જોજિલા પાસમાં બરફવર્ષાથી ગુરેજ-બાંદીપુરા રોડ, સેમથાન-કિશ્તવાડ, મુગલ રોડ બંધ છે. આજે હિમાચલ પ્રદેશમાં 5 જિલ્લામાં કોલ્ડવેવ ચાલવાનું યલ્લો એલર્ટ રહેશે. 28 જાન્યુઆરી સુધી હિમાચલમાં વરસાદ, બરફવર્ષા, ધુમ્મસ અને કોલ્ડવેવનું હવામાન રહેશે. યુપીના 40 જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. ક્યાંક કયાંક વરસાદ પડવાના આસાર છે. જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન. 

3/7
image

તોફાની હવાની અસરથી હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદાખના અલગ અલગ ભાગોમાં કોલ્ડવેવની સંભાવના છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 26 જાન્યુઆરી સુધી ધુમ્મસ છવાઈ શકે છે. હિમાચલ પ્રદેશના અલગ અલગ શહેરોમાં કોલ્ડ ડે રહેવાનું એલર્ટ છે. 

4/7
image

જાન્યુઆરીના અંતમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. 

5/7
image

આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી તેમણે કરી છે.અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 

કેવું રહેશે ગુજરાતમાં હવામાન

6/7
image

ગુજરાતમાં છેલ્લા પાંચ-છ દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. બપોરના સમયે તો લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ રાજ્યમાંથી હજુ શિયાળાએ વિદાય લીધી નથી. તેવામાં ઠંડીનો હજુ એક રાઉન્ડ આવી શકે છે. આ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર એસ કે દાસે જણાવ્યું કે રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે. જ્યારે આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

7/7
image

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. 24 તારીખ સુધી થોડી ગરમી પડશે. 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવશે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ-કોઈ ભાગમાં માવઠા થશે. 27 જાન્યુઆરી બાદ ગુજરાતમાં 12થી 17 ડિગ્રી તાપમાન રહેશે.  

Gujarat Weather Newsimd forecast for Gujarat weatherFall in minimum temperatureગુજરાત હવામાન આગાહીગુજરાત હવામાનઠંડી વધશેપરેશ ગોસ્વામીગુજરાતના સમાચારgujarat newsGujarat current affairsગુજરાતના આજના સમાચારગુજરાતના અત્યારના સમાચારહવામાનના સમાચારઉત્તરાયણહવામાનની આગાહીGujarat WeatherWeather NewsUttarayanWeather Forecastgujarat newsGujarati Newsગુજરાતી ન્યૂઝગુજરાત સમાચારgujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીpredictionGujarat Monsoon ForecastગુજરાતgujaratRainfall NewsAmbalal Patel forecastWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીIMDIndia Meteorological Departmentવરસાદની આગાહીહવામાન વિભાગની આગાહીAmbalal PatelMonsoon UpdateParesh Goswami forecastપરેશ ગોસ્વામીની આગાહીવાવાઝોડું આવી રહ્યું છેવાવાઝોડુંCyclone AlertCyclonic Circulationસાયક્લોનિક સરક્યુલેશનવાવાઝોડું ત્રાટકશેColdwaveWinterકાતિલ ઠંડીઠંડીની આગા