Travel: જયપુર ગયા અને આ 5 જગ્યા ન જોઈ તો ફેરો ફોગટ, વિદેશથી લોકો ખાસ આ જગ્યાઓ જોવા આવે છે
Places to Visit in Jaipur: જયપુર રાજસ્થાનની રાજધાની છે. ભારતના સૌથી સુંદર ઐતિહાસિક શહેરોમાંથી એક જયપુર શહેરમાં ફરવાથી એક અવિસ્મરણીય અનુભવ મળે છે. ખાસ કરીને અહીંની 5 સુંદર જગ્યાઓની મુલાકાત લેવી જ જોઈએ. આ જગ્યાઓ જોવા વિદેશથી મોટી સંખ્યામાં લોકો જયપુર આવે છે.
આમેર કિલ્લો
જયપુર નજીક જ આમેર કિલ્લો આવેલો છે. અહીંની વાસ્તુકલા, નક્કાશી અને વિશાળ પ્રાંગણ આ કિલ્લાને સુંદર બનાવે છે. આમેર કિલ્લાની ભવ્યતા અને સુંદરતા પ્રર્યટકોને મંત્રમુગ્ધ કરે છે.
જલ મહેલ
જલ મહેલ માન સાગર તળાવ વચ્ચે બનેલો સુંદર મહેલ છે. તેનું નિર્માણ 18 મી શતાબ્દીમાં થયું હતું. લાલ પથ્થરથી બનેલા આ મહેલનું પ્રતિબિંબ પાણીમાં તરતું દેખાય છે. આ અદભુત દ્રશ્ય હોય છે. સાંજના સમયે આ મહેલનો નજારો જોવા લાયક હોય છે.
હવા મહેલ
જયપુરના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંથી એક છે હવા મહેલ. હવા મહેલમાં 953 નાની નાની બારીઓ છે જે તેને અનોખો બનાવે છે. લાલ અને ગુલાબી પથ્થરથી બનેલી આ ઈમારત વાસ્તુકલાનું અદ્ભુત ઉદાહરણ છે.
સિટી પેલેસ
સિટી પેલેસ જયપુર શહેરમાં આવેલું છે. આ પેલેસ શાહી પરિવારનું નિવાસ સ્થાન પણ છે. સિટી પેલેસ વાસ્તુકલા અને યૂરોપીય શૈલીનું મિશ્રણ છે. સિટી પેલેસ જયપુરના ઈતિહાસ અને સંસ્કૃતિને જાણવાની શ્રેષ્ઠ જગ્યા છે.
જંતર મંતર
જંતર મંતર એક ખગોળીય વેધશાળા છે. અહીં ખગોળીય ઉપકરણો પણ છે. જેનો ઉપયોગ ગ્રહો અને તારાઓની સ્થિતિનું અધ્યયન કરવા માટે થતું હતું.
Trending Photos