જો ઘરમાં રાખશો આ 4 માંથી કોઈ એક વસ્તુ તો બીમારી ફેલાવતા મચ્છર નહીં ફરકે તમારા ઘરમાં
Get Rid Of Mosquitoes: વરસાદી વાતાવરણમાં મચ્છરોનો ત્રાસ પણ વધી જાય છે. મચ્છરને મારવા માટે કોઇલ, લિક્વિડ કે સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે તો પણ થોડી વાર પછી સ્થિતિ હતી તેવી જ થઈ જાય છે. વારંવાર કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે. જો કે તમે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરને કેટલાક ઘરેલુ ઉપાયો કરીને પણ દુર કરી શકો છો. જો તમે ઘરમાં આ ચારમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ કરશો તો તેનાથી પણ ઘરમાં મચ્છર ફરકશે નહીં.
લીંબુ
ઘરમાં મચ્છર ને આવતાં રોકવા માટે લીંબુ અસરકારક છે. તેના માટે લીંબુના ટુકડા કરી તેમાં લવિંગ રાખી દેવા. હવે આ લીંબુ ને ઘરની એવી જગ્યાઓ પર રાખી દ્યો જ્યાં મચ્છર સૌથી વધુ આવતા હોય. આ લીંબુ રાખ્યા પછી મચ્છર દૂર ભાગી જશે.
લસણ
મચ્છર ને ઘરમાંથી ભગાડવા માટે લસણ પણ ઉપયોગી છે. તેના માટે લસણ ને પહેલા બાફી લેવું અને પછી તેની પેસ્ટ બનાવી તેને પાણીમાં ઉમેરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી અને ઘરની એવી જગ્યા ઉપર છાંટી દો જ્યાં મચ્છર બેસતા હોય. આ ઉપાય કરવાથી મચ્છર ભાગી જશે.
તુલસી
તુલસી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે અને તે મચ્છર ભગાડવામાં પણ કામ લાગે છે. તેના માટે તુલસીના જે પાન સુકાઈ અને ખરી જાય તેને એકત્ર કરી અને સાંજના સમયે ઘરમાં સળગાવો. તેનાથી થતા ધુમાડાથી મચ્છર ભાગી જાય છે
લીમડો
લીમડાના પાન પણ મચ્છર ભગાડવા માટે ઉપયોગી છે. તેના માટે એક માટીનું વાસણ લેવું અને તેમાં સૂકા લીમડાના પાન મુકવા. તેની અંદર થોડું કપૂર લવિંગ અને તમાલપત્ર ઉમેરી સાંજના સમયે ઘરમાં સળગાવો. થોડીવાર માટે ઘરના બારી દરવાજા બંધ રાખવા. આ ઉપાય કરશો એટલે મચ્છર ઘરમાંથી ભાગી જશે.
Trending Photos