મહાશિવરાત્રિ પર બનશે દુર્લભ સંયોગ, આ 3 જાતકોના સિતારા ચમકશે, ભોળેનાથ રહેશે મહેરબાન
Maha Shivratri 2025 Lucky Zodiac: વૈદિક જ્યોતિશ શાસ્ત્રની દ્રષ્ટિએ આ વખતે મહાશિવરાત્રિ કેટલાક જાતકો માટે અત્યંત શુભ સાબિત થવાની છે. મહાશિવરાત્રિથી આ જાતકોના અચ્છે દિન શરૂ થશે. નોકરી અને કારોબારમાં જબરદસ્ત વધારો જોવા મળી શકે છે.
ક્યારે છે મહાશિવરાત્રિ
સનાતન ધર્મમાં મહાશિવરાત્રિના પર્વનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરીએ છે. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા.
મહાશિવરાત્રિ પર ખાસ સંયોગ
કહેવાય છે કે મહાશિવરાત્રિ ભગવાન શિવની ઉપાસના માટે સૌથી મોટી રાત્રિ હોય છે. તેથી આ દિવસે ભક્તો વ્રત રાખી ભગવાન શિવની વિધિવત પૂજા-અર્ચના કરે છે. જ્યોતિષ શાસ્ત્રના જાણકારો અનુસાર આ વર્ષની મહાશિવરાત્રિ અત્યંત ખાસ છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર અને પરિધ યોગનો અદ્ભુત સંયોગ બનશે. તેવામાં આ વર્ષની મહાશિવરાત્રિ ત્રણ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આવો જાણીએ કયા જાતકો માટે મહાશિવરાત્રિથી અચ્છે દિન શરૂ થશે.
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે મહાશિવરાત્રિ મેષ રાશિના જાતકો માટે ખાસ છે. આ દિવસથી તમારી આર્થિક સ્થિતિ સારી થશે. સાથે ભગવાન શિવની કૃપાથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. વેપાર કરનાર જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. લગ્ન જીવનમાં ખુશીઓ રહેશે. નોકરી કરનાર જાતકોને પગાર વધારાના શુભ સમાચાર મળી શકે છે. માનસિક કષ્ટોથી મુક્તિ મળશે.
મિથુન રાશિ
મહાશિવરાત્રિ મિથુન રાશિના જાતકો માટે લાભદાયક માનવામાં આવી રહી છે. આ રાશિના જાતકોને નોકરીના ક્ષેત્રમાં લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારી રણનીતિઓ ચર્ચામાં રહેશે. નોકરી કરનાર જાતકોનું પ્રમોશન થઈ શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. વેપાર કરનાર લોકોની પ્રગતિ થશે. કારોબારનો વિસ્તાર થશે. નાણા સાથે જોડાયેલી કોઈ મોટી યોજના સાકાર થશે. પરિણીત જાતકોને જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.
સિંહ રાશિ
મહાશિવરાત્રિથી સિંહ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે. આ રાશિના જાતકોને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે, જેના પરિણામસ્વરૂપ આર્થિક સ્થિતિ સારી થશે. પરંતુ નાણાના ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. વેપારમાં આર્થિક પ્રગતિ જોવા મળશે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. કાર્યસ્થળ પર કોઈ સારા ઉપહાર કે મોટી જવાબદારી મળી શકે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos