એક બકરાનું વજન છે 220 કિલો અને કિંમત જાણીને નાખશો મોઢામાં આંગળા...!

હમીરપુર જિલ્લામાં કુરબાની માટે આવેલો એક બકરો અત્યારે આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તમે આવો બકરો ક્યારેય જોયો પણ નહીં હોય કે તેના વિશે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. આ બકરાની કિંમત રૂ.8 લાખ છે અને તેનું વજન 220 કિલો છે...
 

હમીરપુરઃ હમીરપુર જિલ્લામાં કુરબાની માટે આવેલો એક બકરો અત્યારે આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તમે આવો બકરો ક્યારેય જોયો પણ નહીં હોય કે તેના વિશે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. આ બકરાની કિંમત રૂ.8 લાખ છે અને તેનું વજન 220 કિલો છે. અત્યારે બકરી ઈદમાં કુરબાની માટે તેને બજારમાં વેચાણ અર્થે લાવવામાં આવ્યો છે. આ બકરાને જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બકરી-ઈદના સમયે બકરાઓનું વેચાણ ખુબ જ વધી જાય છે. મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં બકરાઓ એક લાખથી 5 લાખની કિંમત સુધીના વેચાતા હોય છે. 

220 કિલો વજન ધરાવતો બકરો

1/4
image

તસવીરમાં જે દેખાઈ રહ્યો છે તે કોઈ સામાન્ય બકરો નથી. તેનું વજન 220 કિલો છે અને કિંમત રૂ.8 લાખ છે. આ બકરો 'ગુજરી' જાતિનો છે, જે માત્ર રાજસ્થાનમાં જ જોવા મળે છે.   

કાજુ-બદામ છે તેનો ખોરાક

2/4
image

બકરા સામાન્ય રીતે લીલોતરી વધારે ખાતા હોય છે અને સાથે જ ચણાદાળ, ચણા જેવું કઠોળ ખાતા હોય છે. જોકે, આ વિશેષ બકરાનો ખોરાક પણ વિશેષ છે. તે લીલું ઘાસ ખાતો નથી, પરંતુ કાજુ, બદામ, દ્રાક્ષ, અખરોટ વગેરે ખાય છે.   

સૌ કોઈ છે અચંબિત

3/4
image

આ બકરાના માલિક કહે છે કે, તેમના બકરાને જોઈને સૌ કોઈ મોઢામાં આંગળા નાખી જાય છે. તેમણે તેને ઉછેરવા પાછળ ખૂબ મહેનત કરી છે. જેના કારણે આજે તેની આટલી કિંમત બોલાય છે. તેમણે કહ્યું કે, આ બકરો ભારતના કેટલાક વિશેષ બકરાઓમાંનો એક છે. તેમનો આ બકરો કાજુ-બદામ સિવાય બીજું કશું ખાતો જ નથી. 

વિશેષ દેખરેખ હેઠળ ઉછેર

4/4
image

વિશેષ જાતિના આ બકરાના ઉછેર માટે પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તેના ઉછેર માટે આ જાતિના નિષ્ણાત એવા અનવર મિર્ઝા પાસેથી તેના માલિક સમયાંતરે સલાહ-સુચન લેતા રહે છે.