Winter Health Care: ઠંડીમાં સ્વસ્થ રહેવા માટે આ 6 વસ્તુઓને તમારી ડાયટમાં કરો સામેલ
શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને રોગોનો ખતરો વધી જાય છે. આ ઋતુમાં હાડકાંમાં દુખાવો, જકડાઈ જવાની સમસ્યા વધી જાય છે અને ત્વચા શુષ્ક થઈ જાય છે, પરંતુ જો ખાનપાનની આદતો પર યોગ્ય ધ્યાન આપો તો આ સમસ્યાઓની સાથે સાથે વાઈરલ ઈન્ફેક્શનના જોખમથી પણ બચી શકાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં આયર્ન, પ્રોટીન, ફાઈબર વગેરેના ગુણો જોવા મળે છે. જે મોસમી ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે. શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી બજારમાં સરળતાથી મળી રહે છે.
તુલસીનો છોડ અને મધ
તુલસી અને મધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ચા અને તુલસીના પાનનો ઉકાળો પીવાની સલાહ આપવામાં આવે છે જે શરદી, ઉધરસ, તાવ અને શ્વાસ સંબંધી સમસ્યાઓ મટાડે છે. જે મોસમી ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે.
કંદમૂળ શાકભાજી
ગાજર, બટેટા, ડુંગળી, લસણ, મૂળો, રતાળ, શક્કરિયા, બીટરૂટ, સરગવા જેવા કંદમૂળ શાકભાજી ખાઓ. આ શાકભાજી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, તેમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. તે શરીરને શક્તિ આપે છે અને શરીરને ગરમ રાખે છે.
બીટરૂટ, આદુ અને ગાજરનો જ્યૂસ
તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. આ જ્યૂસમાં આયર્ન, વિટામિન એ અને વિટામિન સી હોય છે. તેનાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે તમને બદલાતી ઋતુઓમાં થતા રોગોથી દૂર રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
હર્બલ ટી
હર્બલ ટીમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ હોય છે, જે અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. આને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવે છે. હર્બલ ટી પીવાથી તણાવ પણ ઓછો થાય છે. આને પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને મેટાબોલિઝમ સુધરે છે.
ગોળ
શિયાળામાં ગોળ ખાવાથી શરદી અને ફ્લૂનો ખતરો ઓછો થઈ શકે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝિંક હોય છે જે હાડકાં અને સાંધાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.
Trending Photos