વાળને સફેદ થતાં અટકાવવા હોય તો લીમડો અને નાળિયેર છે બેસ્ટ, અઠવાડિયામાં 2 વખત આ રીતે કરો ઉપયોગ

Hair Care Tips: આજના સમયમાં યુવક-યુવતીઓમાં નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. સફેદ થતાં વાળને છુપાવવા માટે હેર કલરનો ઉપયોગ પણ નાની વયમાં શરુ થઈ જાય છે. જો તમારા વાળ પણ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે તો ચિંતા કરવાની અને કલર કરાવવાની જરૂર નથી. કારણ કે તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરીને સફેદ વાળથી મુક્તિ મેળવી શકો છો. 

વાળને સફેદ થતાં અટકાવવા હોય તો લીમડો અને નાળિયેર છે બેસ્ટ, અઠવાડિયામાં 2 વખત આ રીતે કરો ઉપયોગ

Hair Care Tips: આપણી સુંદરતા વધારવામાં વાળનું સૌથી વધુ મહત્વ હોય છે. કાળા અને રેશમ જેવા વાળ સુંદરતામાં વધારો કરે છે. પરંતુ આજના સમયમાં જીવનશૈલીના કારણે અને પોષણયુક્ત ભોજનના અભાવના કારણે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે.  આજના સમયમાં યુવક-યુવતીઓમાં નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. સફેદ થતાં વાળને છુપાવવા માટે હેર કલરનો ઉપયોગ પણ નાની વયમાં શરુ થઈ જાય છે. જો તમારા વાળ પણ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે તો ચિંતા કરવાની અને કલર કરાવવાની જરૂર નથી. કારણ કે તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરીને સફેદ વાળથી મુક્તિ મેળવી શકો છો. 

આ પણ વાંચો:

મીઠા લીમડાના પાન

લીમડાના પાનનો ઉપયોગ વાળ માટે પણ લાભકારક છે. તેનો ઉપયોગ કરવાથી સફેદ વાળને કાળા કરી શકાય છે. તેના માટે આમળા અને બ્રાહ્મીનો પાવડર લઈને તેમાં લીમડાના પાનને વાટી અને મિક્સ કરી દો. હવે આ મિશ્રણમાં જરૂર અનુસાર પાણી ઉમેરીને આ પેસ્ટને વાળમાં એક કલાક માટે લગાવો અને પછી વાળને ધોઈ લેવા. 

નાળિયેરનું તેલ

નાળિયેરનું તેલ પણ વાળ માટે ખૂબ જ સારું છે. તે સફેદ વાળને પણ સરળતાથી કાળા કરે છે. જો તમે સફેદ વાળથી પરેશાન છો તો એક બાઉલમાં નાળિયેરનું તેલ લઈ તેમાં લીંબુનો રસ ઉમેરીને મૂળમાં સારી રીતે લગાડો. એક કલાક સુધી તેને વાળમાં રહેવા દો અને પછી વાળને ધોઈ લેવા. અઠવાડિયામાં બે વખત આ તેલ લગાડવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થવા લાગશે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news