અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે મોટી ઘટના ઘટી, લેકમાં ડૂબ્યા બાદથી નથી કોઈ અતોપતો

વિદેશ જવાનો પ્રવાહ વધી રહ્યો છે. ગુજરાતનો દર બીજો વ્યક્તિ વિદેશ જવા માંગે છે. પરંતુ વિદેશ જઈને અનેક લોકો પોતાની સુરક્ષા જોખમમાં મૂકતા હોય છે. અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં ભણતા બે ગુજરાતી વિદ્યાર્થીઓ સ્થાનિક મોનેરો લેકમાં ડૂબ્યા છે. ઇન્ડિયા યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ શનિવારના રોજ મોનેરો લેકમા ગુમ થયા છે. જેમની ઓળખ ગુજરાતી વિદ્યાર્થીઓ તરીકેની થઈ છે. બે દિવસથી સ્થાનિક પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પરંતુ લેટેસ્ટ અપડેટ અનુસાર, ખરાબ હવામાનને કારણે તેમની શોધખોળમાં તકલીફો આવી રહી છે. હજી સુધી તેમના મૃતદેહો મળ્યાં નથી. 

Trending Photos

અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે મોટી ઘટના ઘટી, લેકમાં ડૂબ્યા બાદથી નથી કોઈ અતોપતો

Indian Students In America : વિદેશ જવાનો પ્રવાહ વધી રહ્યો છે. ગુજરાતનો દર બીજો વ્યક્તિ વિદેશ જવા માંગે છે. પરંતુ વિદેશ જઈને અનેક લોકો પોતાની સુરક્ષા જોખમમાં મૂકતા હોય છે. અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં ભણતા બે ગુજરાતી વિદ્યાર્થીઓ સ્થાનિક મોનેરો લેકમાં ડૂબ્યા છે. ઇન્ડિયા યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ શનિવારના રોજ મોનેરો લેકમા ગુમ થયા છે. જેમની ઓળખ ગુજરાતી વિદ્યાર્થીઓ તરીકેની થઈ છે. બે દિવસથી સ્થાનિક પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પરંતુ લેટેસ્ટ અપડેટ અનુસાર, ખરાબ હવામાનને કારણે તેમની શોધખોળમાં તકલીફો આવી રહી છે. હજી સુધી તેમના મૃતદેહો મળ્યાં નથી. 
 
ઇન્ડિયાના પ્રાકૃતિક સંસાધન વિભાગે બે વિદ્યાર્થીઓની ઓળખ સિદ્ધાંત શાહ (ઉંમર 19 વર્ષ) અને આર્યન વૈદ્ય (ઉંમર 20 વર્ષ) તરીકે આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને ગુજરાતી વિદ્યાર્થીઓ શનિવારે બપોરે 20 અન્ય મિત્રો સાથે બોટિંગ કરી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. આ ગ્રૂપે ડબલ ડેકર બોટ ભાડા પર લીધી હતી. સિદ્ધાંત શાહ મૂળ અમદાવાદનો છે અને જાણીતા બિલ્ડરનો દીકરો છે જે વિદેશ અભ્યાસર્થે ગયેલ છે, જ્યારે આર્યન વૈધ ઓહાયોમાં રહે છે. તેઓ તેમના મિત્રો સાથે મોનરો લેકમાં બોટીંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે બોટ રોકીને એન્કર પાણીમાં નાંખ્યું હતું અને પોતે પણ પાણીમાં તરવા માટે ગયા હતાં ત્યારે બંને જણા ડૂબ્યા હતાં.

IUના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કેલી સ્કૂલ ઓફ બિઝનેસના બંને વિદ્યાર્થીઓ સિદ્ધાંત શાહ અને આર્યન વૈદ્ય હાલમાં લેક મનરો ખાતે ગુમ થયાના સમાચારથી અમને ખૂબ દુઃખ થયું છે. 

બોટ પર સવાર કેટલાક વિદ્યાર્થીઓએ જ લાઈફ વેસ્ટ પહેર્યા હતા. હાલ તેમની લેકમાં શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. બચાવ ટીમ દ્વારા આખા લેકમાં શોધવા માટે સ્કુબા ડાઇવર્સનો ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ જ્યારે અંધારું થાય છે ત્યારે તેઓને તેમની કામગીરી સ્થગિત કરવાની ફરજ પડે છે. લેકની આસપાસ હવામાન પ્રતિકૂળ હોવાથી પવન, ઠંડી અને વરસાદને કારણે પાણીમાં શોધખોળ કરવી મુશ્કેલ થઈ રહી છે.

અધિકારીઓને શનિવારે બોટ પર આલ્કોહોલ મળ્યો હતો, પરંતુ અધિકારીઓએ નક્કી કર્યું નથી કે આ સમયે વિદ્યાર્થીઓ દારૂ પીધેલી હાલતમાં હતા કે નહિ. તેમજ અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહ્યાં છે. 

શોધમાં મદદ કરતા એકમોમાં મોનરો કાઉન્ટી શેરિફ ઓફિસ, બ્લૂમિંગ્ટન પોલીસ વિભાગ, IU પોલીસ વિભાગ, મનરો કાઉન્ટી ડાઇવ ટીમ, IU ડીન ઑફ સ્ટુડન્ટ્સ ઑફિસ, મનરો ફાયર પ્રોટેક્શન ડિસ્ટ્રિક્ટ અને IU હેલ્થ EMSનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news