CNG Cars Under 10 Lakh: આ છે ભારતની બેસ્ટ સીએનજી કાર, ઓછી કિંમત અને શાનદાર માઈલેજ
CNG Cars Under 10 Lakh: સીએનજી પેટ્રોલની સરખામણીમાં ઘણું સસ્તું છે. તેના કારણે લોકો સીએનજી કારને ખરીદવાનું પસંદ કરે છે. તે સિવાય ઈ-વાહનોનું ચલણ પણ વધ્યું છે. સારી વાત એ છે કે સીએનજી કવરેજ ઝડપથી વધારી રહ્યું છે અને જો કારમા સીએનજીથી ખતમ થઈ જાય તો કાર સરળતાથી પેટ્રોલ પર ચાલી શકે છે.
Trending Photos
Best CNG cars Under 10 Lakh In India 2023: ભારતમાં પેટ્રોલની વધતી કિંમતના કારણે થોડા કેટલાંક સમયમાં સીએનજી પાવર ટ્રેન ઘણી લોકપ્રિય બની ગઈ છે. સીએનજી પેટ્રોલની સરખામણીમાં ઘણું સસ્તું છે. તેના કારણે લોકો સીએનજી કારને ખરીદવાનું પસંદ કરે છે. તે સિવાય ઈ-વાહનોનું ચલણ પણ વધ્યું છે. સારી વાત એ છે કે સીએનજી કવરેજ ઝડપથી વધારી રહ્યું છે અને જો કારમા સીએનજી ખતમ થઈ જાય ત્યારે પણ કાર સરળતાથી પેટ્રોલ પર ચાલી શકે છે. આજે અમે તમને ઓટો બજારમાં 10 લાખ રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ કેટલીક બેસ્ટ સીએનજી કાર વિશે માહિતગાર કરીશું.
મારુતિ સુઝુકી સ્વિફ્ટ:
મારુતની સ્વિફ્ટે સીએનજી હેચબેક બજારમાં કબજો કરી લીધો છે, સ્વિફ્ટ કારનું સીએનજી વેરિયન્ટ 1.2 લીટર, 4 સિલિન્ડર, બે જેટ એન્જિનથી સંચાલિત હોય છે. જે 89 PSની મહત્તમ શક્તિ અને 113 એનએમનો ટોર્ક ઉત્પન્ન કરે છે. કંપની દાવો કરે છે કે કાર 39.90 કિમીની રેન્જ આપે છે. હેચબેક માત્ર એક મેન્યુઅલ ગિયરબોક્સ અને VXi,ZXi વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી છે. મારુતિ સુઝુકી સ્વિફ્ટ સીએનજીની શરૂઆતની કિંમત 7.8 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો:
જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂરા થયા છે. તો જલદી થી કરો આ કામ
હવે શહેરમાં કાળા ડામરના નહીં, સફેદ રોડ જોવા મળશે, ખાસિયતો જાણી વિદેશની યાદ આવશે!
Somvati Amavasya ના દિવસે ગુપ્ત રીતે કરી લો આ કામ, ક્યારેય નહીં સતાવે રૂપિયાની તંગી
ટાટા ટિયાગો સીએનજી:
ટાટાની ટિયાગો સૌથી સસ્તી સીએનજી ગાડી છે. આ હેચબેક 1.2 લીટર. ત્રણ સિલિન્ડર રેવોટ્રોન એન્જીનની સાથે આવે છે. જે 86 પીએસની મહત્તમ એનર્જી અને 113 એનએમનો પીક ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. ટાટા મોટર્સ 26.49 કિલોમીટરની ફ્યૂઅલ ક્ષમતાનો દાવો કરે છે. આ કાર માત્ર 5 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સની સાથે આવે છે અને તેને ચાર વેરિયન્ટમાં રજૂ કરવામાં આવે છે. ટિયાગોની કિંમત 6.30 લાખ રૂપિયા એક્સ-શો રૂમથી શરૂ થઈ જાય છે અને 7.82 લાખ રૂપિયા એક્સ-શો રૂમ સુધી જાય છે.
હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ-10 નિયોસ:
ગ્રાન્ડ આઈ-10 નિયોસ પોતાના ફીચર્સના કારણે ઘણી લોકપ્રિય છે. આ હેચબેક 1.2 લીટર, ચાર સિલિન્ડર એન્જીન દ્વારા સંચાલિત છે. જે 83 પીએસની મહત્તમ શક્તિ અને 113 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. સીએનજી પર ચાલવાથી પાવર આઉટપુટ ઘટીને 68 બીએચપી થઈ જાય છે અને ટોર્ક એનએમ સુધી પહોંચે છે. તેને 5 સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. કાર મેગ્ના, સ્પોર્ટ્સ અને એસ્ટા ત્રણ વેરિયન્ટ્સમાં આવે છે. કારના સ્પોર્ટ્સ વેરિયન્ટની કિંમત 7.70 લાખ રૂપિયા અને એસ્ટા વેરિયન્ટની કિંમત 8.45 લાખ રૂપિયા છે.
હ્યુન્ડાઈ ઓરા સીએનજી:
કોમ્પેક્ટ સીએનજી સિડાન હ્યુન્ડાઈ ઓરા ભારતમાં ઘણી લોકપ્રિય છે. આ હેચબેકમાં ગ્રાન્ડ આઈ-10 નિયોસ જેવું જ એન્જીન છે. તે મહત્તમ 83 પીએસની મહત્તમ શક્તિ અને 113 એનએમનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. સીએનજી પર ચાલવાથી પાવર આઉટપુટ ઘટીને 68 બીએચપી થઈ જાય છે. અને ટોર્ક 95 એનએસ સુધી ઘટી જાય છે. હ્યુન્ડાઈ ઓરા સીએનજી બે વેરિયન્ટમાં આવે છે. એસની કિંમત 6.09 લાખ રૂપિયા અને એસએક્સની કિંમત 8.58 લાખ રૂપિયા એક્સ શો રૂમ છે.
આ પણ વાંચો:
Blue Badge: હવે ફેસબુક બ્લૂ ટિક માટે આપવા પડશે રૂપિયા, ઝુકરબર્ગે કરી જાહેરાત
સાપ્તાહિક રાશિફળ: વૃષભ સહિત આ 5 રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાગ્યશાળી રહેશે
વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે