Relationship: દૂર રહેકર ભી પાસ પાસ...દૂર રહેવા છતાં સંબંધોમાં કેવી રીતે રાખવી મિઠાશ?
જીવનસાથી પાસેથી બીજા જીવનસાથીને સૌથી મોટી અપેક્ષા એ છે કે તે પોતાની પરિસ્થિતિને સમજે. દૂર હોય ત્યારે આવી પરિસ્થિતિ ઘણી વખત આવી શકે છે કે તમે તેનો કોલ રિસીવ કરી શકતા નથી. તેનો અર્થ એ નથી કે તે તમને અવગણી રહ્યો છે. કેટલીકવાર આ વ્યસ્તતાને કારણે અથવા અન્ય કોઈ કારણસર થઈ શકે છે. આ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો.
Trending Photos
Long Distance Relationship: દૂર રહેકરભી કૈસૈ રહે પાસપાસ...આ સવાલનો જવાબ જાણવો ખુબ જરૂરી છે. નહીં તો તમારા સંબંધોમાં આવી શકે છે ખટાશ. તેથી દૂર રહેવા છતાં કઈ રીતે એકબીજાની નજીક રહેવું તે પણ જાણવા જેવું છે. કહેવાય છે કે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ લાંબા સમય સુધી ટકતા નથી. આજકાલ બધા યુવાનોનું બ્રેકઅપ માત્ર એટલા માટે થઈ જાય છે કે તેઓ એકબીજાથી ઘણા દૂર રહે છે. આ સ્થિતિમાં બંને એકબીજાની અપેક્ષાઓ પૂરી કરવામાં સક્ષમ નથી. આ કારણે બંને વચ્ચે ઝઘડા અને દલીલો વધે છે અને છેવટે બંને અલગ રહેવાનું નક્કી કરે છે. અહીં જાણો એવી ટિપ્સ કે જે તમને લોન્ગ ડિસ્ટન્સના સંબંધો જાળવવામાં મદદ કરશે એટલું જ નહીં પણ તમારા બોન્ડને ખૂબ મજબૂત પણ રાખશે.
તેમને ગમે તેવું કરો-
જીવનસાથી પાસેથી બીજા જીવનસાથીને સૌથી મોટી અપેક્ષા એ છે કે તે પોતાની પરિસ્થિતિને સમજે. દૂર હોય ત્યારે આવી પરિસ્થિતિ ઘણી વખત આવી શકે છે કે તમે તેનો કોલ રિસીવ કરી શકતા નથી. તેનો અર્થ એ નથી કે તે તમને અવગણી રહ્યો છે. કેટલીકવાર આ વ્યસ્તતાને કારણે અથવા અન્ય કોઈ કારણસર થઈ શકે છે. આ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો.
ગિફ્ટ-
જો તમે તમારા પાર્ટનર સાથે વાત કરતા હોય તો તમને તમારા પાર્ટનરને શું જોઈએ છે તે વિશે પણ વિચાર હશે. આ સ્થિતિમાં તમે તમારા જીવનસાથીને માત્ર ખાસ પ્રસંગો પર જ નહીં પણ સામાન્ય દિવસોમાં પણ ભેટ મોકલી શકો છો. ગિફ્ટ તેને એટલી ખુશી આપશે કે તેને ખ્યાલ આવશે કે દૂર રહ્યા પછી પણ તમારા પ્રેમમાં કોઈ કમી નથી.
સરપ્રાઈઝ વિઝીટ-
સરપ્રાઈઝ વિઝીટથી તમારા સંબંધો વધુ સારા બનાવે છે. આવી સ્થિતિમાં તમારા સાથીને ખ્યાલ આવે છે કે તે તમારા માટે કકેટલું મહત્વ છે. તેથી જ્યારે પણ તમને તક મળે, તમારે એકબીજાની અચાનક મુલાકાત લેવી જ જોઈએ.
તેમના મિત્રોને તમારા મિત્રો બનાવો-
તમારા લોન્ગ ડિસ્ટન્સ પાર્ટનરના મિત્રો સાથે સારી મિત્રતા બનાવો. આમ કરવાથી તમે તમારા પાર્ટનરના જીવનમાં શું ચાલી રહ્યું છે આ વાતની માહિતી વધુ સારી મળતી રહેશે. સાથે જ આમ કરવાથી જો તમે ક્યારેય તમારા પાર્ટનરને ક્યારેક સરપ્રાઈઝ આપવા ઈચ્છો છો તો તેમાં પણ તમને મદદ મળશે.
ડેટ નાઇટ પ્લાન કરો-
તમે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હોવા છતાં પણ એકબીજા માટે ડેટ નાઈટ પ્લાન કરી શકો છો. માત્ર ફરક એટલો જ છે કે તમારે આ ડેટ વર્ચ્યુઅલ પ્લાનિંગ કરવી પડશે. એકબીજા માટે વર્ચ્યુઅલ ડેટ પ્લાન કરો, સારી રીતે તૈયાર થાવ અને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ વિતાવો.
ફિઝિકલ રીમાઇન્ડર્સ-
જો તમે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છો અને તમારા પાર્ટનરને ગિફ્ટ આપવાનું વિચારી રહ્યાં છો તો કંઈક એવું મોકલો જે તમારા પાર્ટનરને તમારી ફિઝિકલી રિમાન્ડ કરાવે. જેમ કે તમે તેમને તમારી હૂડી, શર્ટ, જ્વેલરી અથવા પછી તમારો ફોટો ગિફ્ટ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે