ત્વચાની દરેક સમસ્યાનો ઈલાજ છે ઘરમાં રહેલી આ વસ્તુઓ, કેવી રીતે કરશો ઉપયોગ?
જો તમે મોંઘાદાટ પ્રોડક્ટ્સના બદલે સરળ અને સસ્તી રીતથી ત્વચામાં નિખાર લાવવા ઇચ્છો છો તો અહીં આપેલી 5 રેમેડીઝનો ઉપયોગ કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ આયુર્વેદિક સ્કિન-કેર એક એવી પ્રોસેસ છે જે ત્વચાને અંદરથી સ્વસ્થ રાખે છે ઉપરાંત ત્વચાનો બહારનો દેખાવ પણ સુધારે છે, આ ઓર્ગેનિક સ્કિનકેર એલિમેન્ટ્સનો ઉપયોગ તમે ત્વચા પર અનેક રીતે કરી શકો છો. ઉપરાંત માર્કેટમાં મળતા આયુર્વેદિક પ્રોડક્ટ્સ મોટાંભાગે કેમિકલ ફ્રી હોય છે, જે ત્વચા અને પર્યાવરણ માટે સુરક્ષિત ગણાય છે. યૂથફૂલ સ્કિન માટે આયુર્વેદમાં અનેક રેમેડીઝ આપવામાં આવી છે, જેનો ઉપયોગ જાણે-અજાણે તમે પણ કર્યો જ હશે. જો તમે મોંઘાદાટ પ્રોડક્ટ્સના બદલે સરળ અને સસ્તી રીતથી ત્વચામાં નિખાર લાવવા ઇચ્છો છો તો અહીં આપેલી 5 રેમેડીઝનો ઉપયોગ કરી શકો છો. ડર્મેટોલોજીસ્ટ અને આયુર્વેદિક એક્સપર્ટ્સ ત્વચા પર હાનિકારક કેમિકલ્સયૂક્ત પ્રોડક્ટ્સના બદલે નેચરલ ઇન્ગ્રિડિયન્ટ્સનો ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે. આ સિવાય ત્વચાને સ્વસ્થ રાખવા માટે દિવસ દરમિયાન 8થી 10 ગ્લાસ પાણી પીવો, હાઇડ્રેશનથી સ્કિનને પોષણ મળશે અને તે બારેમાસ મોઇશ્ચરાઇઝ્ડ રહેશે.
સ્કિન ડિટોક્સ માટે તુલસી-
ટ્રેડિશનલ હર્બ્સ તુલસીનું ધાર્મિક મહત્વ પણ છે, તેના પાન અને મૂળ અલગ-અલગ પ્રકારે ઘરના આંગણામાં તમે જોયા જ હશે. આયુર્વેદમાં પણ તુલસીને ક્વીન ઓફ હર્બ્સ કહેવામાં આવે છે. તુલસીના એસેન્શિયલ ઓઈલથી શેમ્પુ, સીમર, હેર ઓઇલ્સ ઉપરાંત ફેસ ઓઇલ પણ તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2019માં સાયન્સ ડાયરેક્ટ દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ક્વોલિટીઝ રહેલી છે, જેને તમે ત્વચાને લગતી અલગ અલગ સમસ્યાઓમાં ઉપયોગ કરી શકો છો. તુલસીના પાનમાં ત્વચા માટે જરૂરી વિટામિન્સ રહેલા હોય છે જે સ્કિનને બ્રાઇટ કરે છે, ડાર્ક સ્પોટ્સ્ અને એક્નેના ડાઘ દૂર કરવામાં ઉપયોગી છે.
કુમકુમાદી નેચરલ મોઇશ્ચરાઇઝર-
કેરળ આયુર્વેદ અનુસાર, કુમકુમાદી એક નેચરલ મોઇશ્ચરાઇઝર છે જે સિસમ અને બેઝ ઓઇલથી તૈયાર કરવામાં આવે છે. તેમાં વાત્તને શાંત કરવાના ગુણો રહેલા છે, જેની મદદથી તમે ડ્રાય અને રફ સ્કિનની તકલીફ દૂર કરી શકો છો. આ તેલ સૌથી વધુ ડ્રાય સ્કિનની સમસ્યામાં ઉપયોગી છે. ijrar.org રિસર્ચ અનુસાર, કુમકુમાદી તેલના યોગ્ય ઉપયોગથી તમારી સ્કિન બ્રાઇટ, યંગ અને હેલ્ધી બની શકે છે. આ તેલ સ્કિન સેલ્સને રિવાઇટલાઇઝ્ કરીને સ્કિન સેલ્સનું ફરીથી નિર્માણ કરે છે. કુમકુમાદીને એક્ને, ખીલ, બ્લેકહેડ્સમાં ઉપયોગ કરી શકાય છે. રાત્રે સૂતા પહેલાં તેલના ટીંપાથી સ્કિન પર મસાજ કરવાથી પ્રદૂષિત તત્વો અને ડેડ સ્કિન દૂર થાય છે. આનાથી સ્કિન પોર્સ પણ ખૂલે છે અને સ્ટ્રેચ માર્ક્સ કે એક્ને સ્કાર્સ પણ દૂર કરી શકાય છે.
એલોવેરાનો મેડિકલ યૂઝ-
આયુર્વેદનો ઉલ્લેખ થઇ રહ્યો હોય ત્યાં એલોવેરાનું નામ ચોક્કસથી હાજર હોય છે. સાયન્સ ડાયરેક્ટઅનુસાર, એલોવેરા પ્લાન્ટની જેલનો ઉપયોગ દવાઓ અને ત્વચાની બળતરાં, ખીલ, કરચલીઓ, ફાઇન લાઇન્સને દૂર કરવામાં ઉપયોગી છે. એલોવેરા જેલ રેડી-ટૂ યૂઝ હોય છે, જે સ્કિનની અલગ અલગ સમસ્યાઓને દૂર કરી શકે છે. ખાસ કરીને એક્ને, એક્નેના ડાઘ, રેશિઝ વગેરે. ત્વચા પર એલોવેરા જેલથી દરરોજ મસાજ કરવાથી સ્કિન યૂથફૂલ અને બાઉન્સી બને છે.
હાઈપર પિગ્મેન્ટેશન માટે કેસર-
MDPI જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, કેસરનો ઉપયોગ ત્વચા પર જીદ્દી ડાઘ, એક્ને અને હાઇપર પિગ્મેન્ટેશનમાં કરી શકાય છે. કેસર ત્વચાના કોમ્પલેક્સને બ્રાઇટ બનાવે છે અને સ્કિન રેડિયન્ટ લાગે છે. કેસમાં હાઇ એન્ટી-ઓક્સિડન્ટ્સ રહેલા છે, જે ત્વચાના અંદર અને બહારના પડને પોષણ આપીને તેને પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણો સામે રક્ષણ આપે છે. સ્કિન સેલ્સને રિકવર કરવા માટે, ત્વચામાં થતી બળતરાં કે લાલ ચકામાની સમસ્યા હોય તો કેસરની એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટીઝ ત્વચાને ઝડપથી સાજી કરે છે અને નવા સ્કિન સેલ્સ પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે.
ફ્લૉલેસ સ્કિન માટે ઘી-
ઘીનો ઉપયોગ આપણે ભોજનમાં કરતાં હોઇએ છીએ, આ સિવાય ત્વચા સંબંધિત પરેશાનીઓ દૂર કરવામાં પણ ઘી ઉપયોગી છે. વર્ષ 2019 અને 2020 દરમિયાન થયેલા રિસર્ચ અનુસાર, સ્કિન પર ઘી-બેઝ્ડ બોડી બટર અથવા ઓઇલના ઉપયોગથી સ્કિનના અંદરના લેયરને ફાયદો થાય છે અન બહારની સ્કિન મોઇશ્ચરાઇઝ્ડ અને હાઇડ્રેટેડ રહે છે. ઘીમાં રહેલા મોલેક્યૂલ્સની દરેક વૉશ વખતે સાઇઝ નાની થતી રહે છે, જેનાથી તે ત્વચામાં સરળતાથી સમાઇ જાય છે. વૉશ્ડ ઘીમાં જે ન્યૂટ્રિએન્ટ્સ હોય છે તે ત્વચાને હાઇડ્રેટ કરીને એજિંગ સાઇન્સને દૂર કરે છે. ઘીના ઉપયોગથી ત્વચા 24 કલાક સુધી મોઇશ્ચરાઇઝ્ડ રહે છે. આ સિવાય તમે ઘી બેઝ્ડ પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરી શકો છો.
(Disclaimer- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું. વધુ માહિતી માટે તમારાં ડૉક્ટરનો સંપર્ક કરો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે