આભૂષણોમાં પણ વિજ્ઞાન...એક એક ઘરેણું શરીરના દરેક અંગ માટે છે ઉપયોગી

આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે ઉત્તમ સ્વાસ્થ્ય પણ પ્રદાન કરે છે.

આભૂષણોમાં પણ વિજ્ઞાન...એક એક ઘરેણું શરીરના દરેક અંગ માટે છે ઉપયોગી

ખ્યાતિ ઠક્કર, અમદાવાદ: તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં આભૂષણો ને કેટલી વૈજ્ઞાનિક દ્રષ્ટિથી બનાવ્યા છે. આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે ઉત્તમ સ્વાસ્થ્ય પણ પ્રદાન કરે છે.

 ૧. પગનાં આંગળામાં પહેરાતી વીંટી,કડાં અને માછલી
સ્નાયુઓની પીડા રોકે છે, રાત્રીનાં બિહામણા સ્વપ્ન રોકે છે .જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨. ઝાંઝર, કડા અને પાયલ
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.માસિક ધર્મ નિયમિત બનાવે છે.પગને શ્રમ ઓછો પડે છે.

 ૩. કમર પટ્ટો કે કંદોરો
કમરનાં દર્દો દૂર કરે છે. માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.એપેન્ડિક્સ,પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

 ૪. અંગુઠી કે વીંટી
હાથની ધ્રુજારી,દમ,કફ વગેરેમાં રાહત રહે છે.વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

 ૫. હાથની બંગડીઓ અને કડા
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે. તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

 ૬. બાજુબંધ પોંચી
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી અદભુત હૃદયશક્તિ પ્રાપ્ત થાય છે.

 ૭. હાંસડી,હાંસલી,ચેન, મંગળસૂત્ર
આંખની જ્યોતિ વધારે છે. કંઠમાળનો રોગ નથી થતો. અવાજ સૂરીલો બને છે. માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

 ૮. કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી
કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે. કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

 ૯. નાકની નથણી,ચૂંક કે સળી
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે.મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

 ૧૦. માથાનો ટીકો
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

દરેક ધાતુની અલગ પ્રકૃતિ
આપણાં અલંકારોમાં મુખ્યત્વે સોના,ચાંદી,હીરા,મોતી છે. સોનાની પ્રકૃતિ ગરમ છે તો ચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે. ભારતીય માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news