કેનેડામાં નોકરી શોધવામાં તકલીફ છે? કેવી રીતે મેળવશો IT જોબ...એક ક્લિકમાં જાણો વિગતો

ટેક ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી ખાસિયત એ છે કે દુનિયાના કોઈ પણ દેશમાં તે સંલગ્ન નોકરીઓ મળી જાય છે. કેનેડા પણ બાકાત નથી. અહીં અનેક સારી અને મોટી ટેક કંપનીઓની ઓફિસો છે. જ્યાં હજારો લોકો કામ કરે છે. ભારતીયો પણ નોકરી  કરે છે. 

કેનેડામાં નોકરી શોધવામાં તકલીફ છે? કેવી રીતે મેળવશો IT જોબ...એક ક્લિકમાં જાણો વિગતો

કેનેડામાં નોકરી કરવી અનેક ભારતીયો અને ગુજરાતીઓનું સપનું હોય છે. જેનું મુખ્ય કારણ ક્વોલિટી ઓફ લાઈફ અને સારો પગાર છે. આ સિવાય કામના કલાકો પણ ભારતીય વર્કર્સને કેનેડા તરફ આકર્ષિત કરે છે. સ્થિતિ એવી છે કે લોકો નાની મોટી નોકરીઓ કરવા માટે પણ કેનેડા દરફ દોટ મૂકે છે. જો કે કેટલાક એવા પણ સેક્ટર્સ છે કે જ્યાં પગાર ખુબ વધુ છે અને ત્યાંની જોબને સન્માનિત પણ માનવામાં આવે છે. આવું જ એક સેક્ટર છે ટેક ઈન્ડસ્ટ્રી.

કેનેડાની ટેક ઈન્ડસ્ટ્રીમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. મોટાભાગના ભારતીયો એવા છે જેમણે પહેલા કેટલાક વર્ષો ભારતમાં કામ કર્યું અને પછી નોકરી માટે કેનેડા જતા રહ્યા. જેમાંથી કેટલાકનો સારો એવો અનુભવ હોય છે જ્યારે કેટલાક તો એક કે બે વર્ષના અનુભવ બાદ પણ કેનેડા પહોંચી જાય છે. જો કે સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે આખરે આ લોકોને કેનેડામાં નોકરી કેવી રીતે મળી જાય છે. આ લોકોએ ક્યાં અરજી કરી હતી. આવા સવાલોના જવાબ જાણવાનો પ્રયત્ન કરીએ. 

કેનેડામાં ક્યાં મળશે IT નોકરી
કેનેડામાં અનેક મોટી ટેક કંપનીઓ છે. જેમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, શોપિફાઈ જેવી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પણ સામેલ છે. મોટાભાગની ટેક કંપનીઓમાં નોકરી માટે તેમની વેબસાઈટ દ્વારા અરજી કરવાની હોય છે. કંપનીઓની વેબસાઈટમાં કરિયર પેજ હોય છે. જ્યાં વેકેન્સી જોઈને ત્યાં અરજી કરવાની રહે છે. જો કે આ સિવાય ઈન્ડીડ, લિન્ક્ડઈન અને ગ્લાસડોર જેવા ઓનલાઈન જોબ પોર્ટલ્સ પણ છે જ્યાં કેનેડિયન કંપનીઓ વેકેન્સીની માહિતી પોસ્ટ કરે છે. 

એટલું જ નહીં ડાઈસ કેનેડા અને વર્કોપોલીસ નામના કેટલાક એવા પણ પ્લેટફોર્મ છે જ્યાં ફક્ત કેનેડાના ટેક સેક્ટર સંલગ્ન કંપનીઓની વેકેન્સી ડિટેલ્સ હોય છે. અહીં પણ નોકરી માટે અરજી કરી શકાય છે. જો કે કેનેડામાં નોકરી મળવા પાછળ નેટવર્કિંગનો મોટો ફાળો હોય છે. આ જ કારણ છે કે મીટઅપ અને પ્રોફેશનલ સંગઠન જેવા 'કેનેડિયન ઈન્ફોર્મેશન પ્રોસેસિંગ સોસાઈટી' (CIPS) પણ કેનેડામાં કામ કરતા લોકો સાથે નેટવર્ક કરવામાં ખુબ મદદ કરે છે. આ ઉપરાંત અનેક એવા કરિયર ફેર પણ ચાલે છે જેનું આયોજન પણ ઓનલાઈન થતું હોય છે. અહીં નોકરીની શોધ કરતા લોકો સીધા હાયરિંગ મેનેજર અને રિક્રુટર્સ સાથે સંપર્ક કરી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news