GK Quiz: જો તમે ખોટું બોલો તો શરીરનું કયું અંગ ગરમ થઈ જાય? ખાસ જાણો જવાબ
જીવનમાં આગળ વધવા માટે સામાન્ય જ્ઞાનની જાણકારી હોવી ખુબ જરૂરી છે. અહીં તમને કેટલાક એવા સવાલના જવાબ જાણવા મળશે જે તમારા સામાન્ય જ્ઞાનના ભંડોળ વધારવામાં ઉપયોગી નીવડી શકે છે.
Trending Photos
સામાન્ય જ્ઞાન એક મહત્વપૂર્ણ કૌશલ છે જે કોઈ પણ વ્યક્તિને ઉપયોગી નીવડી શકે છે. દુનિયાને વધુ સારી રીતે જાણવા માટે, નવી ચીજો વિશે શીખવા અને તેના વિશે વધુ સમજવા માટે તથા બીજા સાથે વાતચીતમાં મદદ કરી શકે છે. જો તમે સામાન્ય જ્ઞાન વધારવા માંગતા હોવ તો તમે તે માટે આ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો છે. જેમાં અનોખા સવાલના જવાબ જાણવાથી પણ તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો થઈ શકે છે. આવા જ કેટલાક સવાલોના જવાબ જાણો.
સવાલ: 1- ટેબલ ટેનિસની શોધ કયા દેશમાં થઈ હતી?
જવાબ: 1- ટેબલ ટેનિસની શોધ ઈંગ્લેન્ડમાં થઈ હતી.
સવાલ: 2- દુનિયામાં કયા દેશ પાસેથી ભારત સૌથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદે છે?
જવાબ: 2- હાલ જોઈએ તો ભારત સૌથી વધુ ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી ખરીદે છે.
સવાલ: 3- ભારતના કયા રાજ્યને કોહિનૂર કહેવામાં આવે છે?
જવાબ: 3- આંધ્ર પ્રદેશને દેશનું કોહિનૂર કહેવામાં આવે છે. અહીં રહેલી ગોલકુંડા ખાણમાંથી જ કોહિનૂર નીકળ્યો હતો.
સવાલ: 4- અખરોટ ખાવાથી કઈ બીમારીમાં ફાયદો થઈ શકે છે?
જવાબ: 4- અખરોટ ખાવાથી હ્રદયની બીમારીમાં ફાયદો થઈ શકે છે.
સવાલ: 5- કયા દેશમાં એક પણ થિયેટર નથી?
જવાબ: 5- ભૂટાનમાં એક પણ થિયેટર નથી.
સવાલ: 6- અંગ્રેજોએ પહેલું કારખાનું ક્યાં ખોલ્યું હતું?
જવાબ: 6- અંગ્રેજોએ દેશમાં સૌથી પહેલું કારખાનું સુરતમાં ખોલ્યું હતું.
સવાલ: 7- ખોટું બોલો તો શરીરનું કયું અંગ ગરમ થઈ જાય છે?
જવાબ: 7- ખોટું બોલો તો નાક ગરમ થઈ જાય છે.
સવાલ: 8- કયા દેશના લોકો ગળી ચા પીતા નથી?
જવાબ: 8- અમેરિકાના લોકો ગળી ચા પીતા નથી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે