મહેલથી કમ નથી નીતા અંબાણીનું પ્રાઈવેટ જેટ... ફોટા જોઈને કહેશો વાહ, જિંદગી હો તો એસી!

Nita Ambani Private Jet Costing: એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની વૈભવી લાઈફસ્ટાઈલ અને મોટા-મોટા પરોપકારી કાર્યો માટે જાણીતા છે. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમના પરોપકારી કાર્યો માટે જાણીતા છે. 

1/7
image

નીતા અંબાણીની આંતરરાષ્ટ્રીય મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે મુકેશ અંબાણીએ તેમને એક પ્રાઈવેટ જેટ ભેટમાં આપ્યું હતું. આ જેટમાં મુસાફરીનો અનુભવ પણ ખૂબ જ અદ્ભુત છે. વર્ષ 2007માં નીતા અંબાણીના જન્મદિવસ પર મુકેશ અંબાણીએ તેમને 230 કરોડ રૂપિયાની કસ્ટમ-ફિટેડ એરબસ 319 આપીને સરપ્રાઈઝ આપી હતી.

2/7
image

આ શાનદાર ગિફ્ટ તેમને મુસાફરી દરમિયાન આવતી કોઈપણ મુશ્કેલીઓમાંથી છૂટકારો આપવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. આ જેટની અંદર તે બધુ હાજર છે જે તમે કોઈ પણ ફાઇવ સ્ટાર હોટેલમાં કલ્પના કરી શકો છો. તેમાં મુસાફરી કરવી એકદમ આરામદાયક છે. નીતા અંબાણીના ખાનગી જેટમાં 10-12 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે.

3/7
image

આ ઉપરાંત તેમાં એક માસ્ટર બેડરૂમ છે જેમાં એક ટોયલેટ અટેચ છે. લાંબી ફ્લાઇટ દરમિયાન તમે તેમાં આરામથી મુસાફરી કરી શકો છો. નીતા અંબાણીના પ્રાઈવેટ જેટમાં ઈન્ટરટેનમેન્ટ અને ગેમિંગની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની અંદર મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઇટ ટેલિવિઝન અને વાયરલેસ કોમ્યુનિકેશનની સુવિધાઓ પણ છે.  

4/7
image

વિમાનની અંદર એક ડાઇનિંગ હોલ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વિમાનમાં મુસાફરી કરનારાઓ માટે અને તેમના મૂડ હળવો કરવા માટે સ્કાય બાર પણ છે. નોંધનીય છે કે, મુકેશ અંબાણી બોઇંગ બિઝનેસ જેટમાં મુસાફરી કરે છે, જ્યારે નીતા અંબાણી તેમના પાઈવેટ જેટમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

5/7
image

અનંત અંબાણીના લગ્ન દરમિયાન તેમના પ્રાઈવેટ જેટની ખૂબ ચર્ચા થઈ હતી. આધ્યાત્મિક ગુરુ અને કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અનંતે વ્યક્તિગત રીતે આગ્રહ કર્યો હતો કે, તેઓ લગ્નમાં હાજરી આપે, ત્યાં સુધી કે તેમને કાર્યક્રમમાં આવવા-જવા માટે એક પ્રાઈવેટ જેટની પણ ઓફર કરી હતી.

6/7
image

તેમણે કહ્યું કે, તેમના વ્યસ્ત કાર્યક્રમના કારણે શરૂઆતમાં આનાકાની પછી ધીરેન્દ્ર શાસ્ત્રી આ ઓફરનો ઇનકાર કરી શક્યા નહીં અને તેમણે અંબાણી પરિવારના પ્રેમાળ આતિથ્યની પ્રશંસા કરી. તેમણે એ પણ જણાવ્યું કે, કેવી રીતે પ્રાઈવેટ જેટે તેમની મુસાફરીને તણાવમુક્ત અને આરામદાયક બનાવી દીધી હતી.

7/7
image

તેમણે જણાવ્યું કે, 'બધું તૈયાર છે, તમારી ચાર્ટર્ડ ફ્લાઇટ ઉડશે, બધું તૈયાર છે.' તમે જમીને જાદો દાદા. કોઈ સમસ્યા હોય તો અમને જણાવો. તમારા લગ્નમાં આટલી બધી કાળજી. પ્રાઈવેટ જેટ ઉપરાંત નીતા અંબાણી તેમના ઘરેણાં માટે પણ જાણીતા છે. તે ઘણીવાર હાઇ પ્રોફાઇલ ઇવેન્ટ્સમાં મુઘલ વંશના તેના અદ્ભુત વારસાના સંગ્રહનું પ્રદર્શન કરે છે.