ગુજરાતની આ નદી પર ખર્ચ કરાશે 3200 કરોડ રૂપિયા, પછી ક્યારેય નહિ આવે પૂર

Vishwamitri Project In Vadodara: વડોદરામાં હવે પૂરનું સંકટ ટળશે, વિશ્વામિત્રી પ્રોજેક્ટનું એક અઠવાડિયામાં થશે ખાતમુહર્ત... વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી માટે વડોદરા કોર્પોરેશન દ્વારા વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

ગુજરાતની આ નદી પર ખર્ચ કરાશે 3200 કરોડ રૂપિયા, પછી ક્યારેય નહિ આવે પૂર

Vishwamitri Project In Vadodara: વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એવી છે, જેમાં થોડા વરસાદમાં પણ પૂર આવી જાય છે. વર્ષોથી શહેરની મધ્યમાંથી વહેતી નદી પર અનેક સંકટો આવ્યા કરે છે. ત્યારે હવે વડોદરાવાસીઓની આ સમસ્યાનો ઉકેલ આવવા જઈ રહ્યો છે. શહેરમાં નદીના પૂરની પરિસ્થિતિ ટાળવા 3200 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આગામી સપ્તાહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરશે. જેમાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરવી, સફાઈ કરવી જેવા કામો કરવામાં આવશે.

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગયા વર્ષે ભારે પૂર આવ્યું હતું, જેના કારણે લોકોને નુકસાન થયું હતું. પૂર ગયા બાદ જ્યારે રાજ્યના ગૃહમંત્રી સહિત વિધાનસભાના નેતાઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તે સમયે લોકો અને ઉદ્યોગપતિઓને સહાય પૂરી પાડવા અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 1,200 કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બી.એન.નવલવાલાની અધ્યક્ષતામાં નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી અને તેનો અભ્યાસ કરીને સંપૂર્ણ અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે તજજ્ઞોની કમિટી નીમી હતી, જેણે હવે સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને મુખ્યમંત્રીને સુપરત કર્યો છે. આ સાથે વડોદરા કોર્પોરેશન દ્વારા કરાયેલા વિકાસના કામોના લોકાર્પણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

વિવિધ વિકાસ કામો શરૂ થશે
વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરીએ તો વડોદરા શહેર વિસ્તારમાં હરણીથી મુળ મહુડા સુધીનું કામ વડોદરા કોર્પોરેશન દ્વારા થવાનું હતું, જ્યારે પાવાગઢથી પિંગલવાડા સુધીનું કામ સિંચાઈ વિભાગ સહિત અન્ય વિભાગો દ્વારા કરવાનું નક્કી કરાયું હતું.

લોકોને રાહત મળશે
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિમાંથી લોકોને રાહત આપવા માટે આ સમગ્ર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જેનું ઉદ્ઘાટન કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ વિકાસના કામો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news