દિલ્હી હિંસા અને IB કર્મચારી અંકિત શર્માની ક્રુર હત્યામાં AAP નેતા તાહિર હુસૈનનો હાથ?

દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલી ભયાનક હિંસામાં અત્યાર સુધી 27 જેટલા લોકોના જીવ હોમાઈ ચૂક્યા છે. Zee News ની ટીમે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જઈને ગ્રાઉન્ડ  રિપોર્ટિંગ કર્યું. આ દરમિયાન એવા લોકોને પણ મળ્યાં જેઓ આ હિંસાનો ભોગ બન્યા છે. ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીએ એ લોકો સાથે પણ વાત કરી જેમણે પોતાના લોકોને ગુમાવ્યાં છે. ઝી ન્યૂઝની ટીમ જ્યારે હિંસાગ્રસ્ત ચાંદબાગ વિસ્તારમાં ગઈ તો દરેકની જીભે એક જ નામ હતું અને તે નામ હતું તાહિર હુસૈનનું. 

દિલ્હી હિંસા અને IB કર્મચારી અંકિત શર્માની ક્રુર હત્યામાં AAP નેતા તાહિર હુસૈનનો હાથ?

નવી દિલ્હી: દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલી ભયાનક હિંસામાં અત્યાર સુધી 27 જેટલા લોકોના જીવ હોમાઈ ચૂક્યા છે. Zee News ની ટીમે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જઈને ગ્રાઉન્ડ  રિપોર્ટિંગ કર્યું. આ દરમિયાન એવા લોકોને પણ મળ્યાં જેઓ આ હિંસાનો ભોગ બન્યા છે. ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીએ એ લોકો સાથે પણ વાત કરી જેમણે પોતાના લોકોને ગુમાવ્યાં છે. ઝી ન્યૂઝની ટીમ જ્યારે હિંસાગ્રસ્ત ચાંદબાગ વિસ્તારમાં ગઈ તો દરેકની જીભે એક જ નામ હતું અને તે નામ હતું તાહિર હુસૈનનું. 

લોકોનું કહેવું હતું કે તાહિર હુસૈનનો સંબંધ આમ આદમી પાર્ટી સાથે છે અને તાહિર હુસૈનના ઘરમાં ખુબ હથિયારો રાખવામાં આવ્યાં હતાં અને સેંકડોની સંખ્યામાં ઉપદ્રવીઓએ તેના ઘરમાં શરણ લીધી હતી અને તાહિર હુસૈનના ઘરમાંથી જ લોકોએ પથ્થરમારો કર્યો. કેટલાક લોકોના જણાવ્યાં મુજબ તો છત પરથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 

હવે તમે જ વિચારો કે આ તોફાનો માટે કેટલી તૈયારી કરવામાં આવી હશે. એવું લાગતું હતું કે આ બધું એક ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું હતું. આટલા પથ્થર, પેટ્રોલ બોમ્બ, ફાયરિંગ અને હથિયાર...આખરે આ બધુ ક્યાંથી આવ્યું. આથી અમે પૂછી રહ્યાઁ છીએ કે શું આ બધુ પૂર્વનિયોજિત હતું? આથી આ તોફાનોમાં તાહિર હુસૈનની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. 

અંકિતની હત્યામાં તાહિર હુસૈનનું આવ્યું નામ
તોફાનોમાં માર્યા ગયેલા આઈબી કર્મચારી અંકિત શર્માના ભાઈએ ઝી ન્યૂઝને જણાવ્યું કે તેના ભાઈની હત્યા પાછળ તાહિર હુસૈનનો હાથ છે. અંકિતના ભાઈએ જણાવ્યું કે "તાહિર હુસૈનના ઘરમાં મોટી સંખ્યામાં હથિયારો રાખવામાં આવ્યાં હતાં. સેંકડોની સંખ્યામાં તોફાનીઓએ તાહિર હુસૈનના મકાનમાં શરણ લીધી હતી. અહીંથી પથ્થરમારો થયો હતો. ફાયરિંગ થયું હતું. પેટ્રોલ બોમ્બ પણ વરસાવવામાં આવ્યાં હતાં."

કોણ છે હાજી તાહિર હુસૈન
હાજી તાહિર હુસૈન આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર છે. તાહિર હુસૈન ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા વિસ્તારમાં આવતી મુસ્તફાબાદ વિધાનસભ ક્ષેત્ર હેઠળ આવતા વોર્ડ નંબર 59 નહેરુ વિહાર (પૂર્વ દિલ્હી નગર નિગમ)નો કોર્પોરેટર છે. 

— Sudhir Chaudhary (@sudhirchaudhary) February 26, 2020

યુપીમાં થશે અંકિતના અંતિમ સંસ્કાર
દિલ્હી હિંસામાં માર્યા ગયેલા આઈબીના કર્મચારી અંકિત શર્માના અંતિમ સંસ્કાર યુપીના મુઝફ્ફરનગર જિલ્લાના બુઢાના તહસીલમાં તેમના પૈતૃક ગામ ઈટાવામાં થશે. આઈબી કોન્સ્ટેબલ અંકિત શર્મા પિતા રવિન્દ્ર શર્મા સાથે દિલ્હીમાં આઈબીમાં તૈનાત હતાં. મંગળવાર સાંજે ડ્યૂટીથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે નાગરિકતા કાયદાના વિરોધ દરમિયાન અજાણ્યા લોકોએ તેમની હત્યા કરીને મૃતદેહ ચાંદબાગ વિસ્તારના નાળામાં ફેંકી દીધો હતો. 

સતત વધી રહ્યો છે મૃત્યુઆંક
ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદાની આડમાં થયેલી સાંપ્રદાયિક હિંસામાં મરનારાઓનો આંકડો 27 પર પહોંચ્યો છે. ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ સુનિલ કુમારે બુધવારે રાતે જણાવ્યું કે સારવાર દરમિયાન વધુ 3 લોકોના મોત થયાં. 

જુઓ LIVE TV

18 એફઆઈઆર નોંધાઈ
દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ જણાવ્યું કે 18 એફઆઈઆર રજિસ્ટર થઈ છે. 106ની ધરપકડ થઈ છે. જેટલા પણ તોફાનીઓ છે તેમની ઓળખ અમે કરી રહ્યાં છીએ. અમે પૂરતી ફોર્સ લગાવી હતી. સીનિયર ઓફિસર પણ મોનિટર કરી રહ્યાં હતાં. ડ્રોનનો ઉપયોગ થયો છે. ધાબા પરથી પથ્થરો ફેંકાયા હતાં. ડ્રોનથી અમે ચેક કર્યું છે. જ્યાંથી મળી આવ્યાં છે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીશું. 22829334 અને 22829335 પર કોઈ પણ ઈન્ફોર્મેશન શેર કરો. સતત પેટ્રોલિંગ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news