તમિલનાડુ: લૉટરી કિંગ વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, 61 ફ્લેટ 88 પ્લોટ જપ્ત
Trending Photos
નવી દિલ્હી : તમિલનાડુમાં પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) એ લોટરી કિંગ નામથી પ્રખ્યાત સૈટિંગો માર્ટિન અને તેના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઇડીએ સોમવારે મોટી કાર્યવાહી કરતા લૉટરી કિંગનાં 61 ફ્લેટ્સ, 82 પ્લોટ સહિત કોઇમ્બતુર ખાતે 119.6 કરોડ મુલ્યનાં 6 પ્લોટ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
ચંદ્રયાન-2: હોલિવૂડ ફિલ્મ અવેન્જર્સ કરતાં પણ ઘણા ઓછા બજેટમાં પૂર્ણ થયું સમગ્ર મિશન...!
આ વર્ષે મે મહિનામાં પણ લોટરી કિંગની વિરુદ્ધ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જેમાં 595 કરોડ રૂપિયા અઘોષિત આવકની માહિતી મળી હતી. આવકવેરા વિભાગનાં આ દરોડામાં સૈંટિગો માર્ટિને સ્વિકાર્યું હતું કે તેણે 595 કરોડ રૂપિયાનાં જથ્થાબંધ વેપારીની તરફથી પ્રાઇઝ વિનિંગ ટિકિટોની હેરાફેરી માટે મળ્યા હતા. માર્ટિને આ સાથે જ 600 કરોડ રૂપિયા મળવાની વાત પણ સ્વિકારી છે.
મેક ઇન ઇન્ડિયા હેઠળ વિદેશી કંપની ભારતમાં IRCTC માટે કરશે કામ, ટેંડર બહાર પડાશે
મે મહિનામાં આવકવેરા વિભાગે માર્ટિનને કોઇમ્બતુર, ચેન્નાઇ, કોલકાતા, મુંબઇ, દિલ્હી સહિત દેશનાં 70 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં લગભગ 8 કરોડ રૂપિયાની રોકડ પકડાઇ હતી. દરોડા દરમિયાન હીરા અને સોનુ સહિતનાં ઘરેણા પણ જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, માર્ટિ કોઇમ્તુરમાં બેસીને કેટલાક રાજ્યોમાં સરકારી લોટરીનું કામ સંભાળે છે. ગત્ત બે વર્ષમાં તેણે એડવાન્સ ટેક્સની ચુકવણી નથીક રી. જેના કારણે આવકવેરા વિભાગની નજરમાં હતા, એટલા માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે