Kanpur Encounter: 4 પોલીસ સ્ટેશનના અનેક પોલીસકર્મીઓના મોબાઈલ સર્વિલાન્સ પર-સૂત્ર

ફરાર થઈ ગયેલા હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) કેસ સંબંધિત હાલ બે મોટી વાતો સામે આવી રહી છે. પહેલી જાણકારી એ છે કે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની મદદ કરનારાઓની તપાસનો દાયરો વધારવામાં આવ્યો છે. સૂત્રોના હવાલે ખબર છે કે ચૌબેપુરની સાથે અનેક પોલીસમથકોના પોલીસકર્મીઓ પર શક છે. બિલ્હોર, કકવન અને શિવરાજપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ શકના દાયરામાં છે. 4 પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસકર્મીઓના મોબાઈલ સર્વિલાન્સ પર છે. 
Kanpur Encounter: 4 પોલીસ સ્ટેશનના અનેક પોલીસકર્મીઓના મોબાઈલ સર્વિલાન્સ પર-સૂત્ર

નવી દિલ્હી: ફરાર થઈ ગયેલા હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) કેસ સંબંધિત હાલ બે મોટી વાતો સામે આવી રહી છે. પહેલી જાણકારી એ છે કે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની મદદ કરનારાઓની તપાસનો દાયરો વધારવામાં આવ્યો છે. સૂત્રોના હવાલે ખબર છે કે ચૌબેપુરની સાથે અનેક પોલીસમથકોના પોલીસકર્મીઓ પર શક છે. બિલ્હોર, કકવન અને શિવરાજપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ શકના દાયરામાં છે. 4 પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસકર્મીઓના મોબાઈલ સર્વિલાન્સ પર છે. 

બીજી ચોંકાવનારી જાણકારી એ છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ સબ ઈન્સ્પેક્ટરની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. 2 જુલાઈની સાંજે 4 વાગે વિકાસ દુબેએ સબ ઈન્સ્પેક્ટરને ધમકી આપી હતી. વિકાસ દુબેએ કહ્યું હતું કે 'થાનેદારને સમજાવી દેજો નહીં તો ગામમાંથી લાશો ઉઠશે. ધમકી બાદ સબ ઈન્સ્પેક્ટરે પોતાની બીટ બદલવાનું કહ્યું હતું. ડરના કારણે સબ ઈન્સ્પેક્ટર અથડામણની ટીમમાં સામેલ પણ થયો નહતો. 

જુઓ LIVE TV

બીજી બાજુ હિસ્ટ્રીશીટર વિકાસ પર અનેક કેસ થઈ શકે છે. જે લોકો ડરથી સામે નહતા આવતા તેઓ પણ હવે કેસ કરવા માટે તૈયાર છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના ભાઈ ઉપર પણ કેસની તૈયારી છે. કાનપુરમાં પોલીસ પર હુમલા કેસની મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરી દેવાઈ છે. કાનપુરના એડીએમએ કેસની તપાસ શરૂ કરીને એડીએમ ઓફિસ પાસે કેસ સંબંધિત દસ્તાવેજો માંગ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news