શું વિપક્ષી એકતામાં વિવાદ? બિહારમાં 13 જૂને યોજાનારી બેઠક સ્થગિત

Opposition Meeting: બિહારમાં 12 જૂને યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠક રવિવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ બેઠક ક્યારે થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. હજુ સુધી કોઈ નેતાએ બેઠકની આગામી તારીખની જાહેરાત અંગે કંઈ કહ્યું નથી.

શું વિપક્ષી એકતામાં વિવાદ? બિહારમાં 13 જૂને યોજાનારી બેઠક સ્થગિત

પટનાઃ પટનામાં 12 જૂને યોજાનારી વિપક્ષની બેઠક સ્થગિત કરવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અને ડીએમકેએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને બેઠક સ્થગિત કરવા વિનંતી કરી હતી. એવા પણ અહેવાલ છે કે આ બેઠક હવે 23 જૂને યોજાશે. તમને જણાવી દઈએ કે નીતિશ કુમારે સંયુક્ત વિપક્ષની એક બેઠક બોલાવી હતી, જેમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ રણનીતિ પર ચર્ચા થવાની સંભાવના હતી.

કોંગ્રેસનો ઇનકાર?
સંયુક્ત વિપક્ષની આ બેઠક કેમ ટાળવામાં આવી, તેને લઈને કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સૂત્રો પ્રમાણે કોંગ્રેસે આ બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પહેલા પણ કહ્યુ હતું કે તેના તરફથી બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કે રાહુલ ગાંધી સામેલ થશે નહીં. 

આ પણ છે એક કારણ
તે જ સમયે, તેની પાછળ એક કારણ એ પણ છે કે ઘણા મહત્વપૂર્ણ નેતાઓ 12 મી જૂનની બેઠકમાં હાજર રહી શકશે નહીં. જો વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો તેના પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. તમામ પક્ષો પાસેથી અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ દરેકની સંમતિથી આગામી તારીખે નિર્ણય લેવામાં આવશે. નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે પણ રવિવારે મોડી રાત્રે આ બેઠક સ્થગિત કરવા સંબંધિત પ્રશ્ન પર કહ્યું, તમને ટૂંક સમયમાં બેઠક વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જોકે, તેણે ખુલીને બોલવાનું ટાળ્યું હતું. તેની 23મી જૂને યોજાનાર કાર્યક્રમ અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જો કે આયોજકો દ્વારા સભાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

નીતીશ કુમાર કરી ચુક્યા છે પ્રવાસ
નીતિશ કુમાર આ બેઠક માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. તાજેતરમાં બિહારના મુખ્યમંત્રીએ સંયુક્ત વિપક્ષની બેઠકના પ્રસ્તાવને લઈને વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી. નીતિશ કુમાર દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સમાન વિચારધારા ધરાવતા પક્ષોને સત્તાધારી ભાજપ વિરુદ્ધ એક થવાનો સંદેશ આપ્યો હતો. નીતીશ પહેલીવાર 12 એપ્રિલે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બેઠકને વિપક્ષી એકતા તરફ ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news