26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, ફ્લાય પાસ્ટમાં અનેક વિમાનો જોડાશે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન ફરજ માર્ગ પર પરેડનું આયોજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 26 જાન્યુઆરી પહેલા પરેડની તૈયારીઓ કરવામાં આવે છે.
 

26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, ફ્લાય પાસ્ટમાં અનેક વિમાનો જોડાશે

નવી દિલ્હીઃ 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસના સમારોહમાં સેનાની ત્રણેય પાંખ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે... જેના માટે હાલ દિલ્લીના કર્તવ્યપથ પર શાનદાર રિહર્સલ કરવામાં આવી રહ્યું છે... ત્યારે સેનાની કઈ પાંખના કેવા દ્રશ્યો જોવા મળ્યા?... વાયુસેનાના કયા કરતબોથી હાજર લોકોના રુંવાડા ઉભા થઈ ગયા?... જોઈશું આ અહેવાલમાં...

26મી જાન્યુઆરીના રોજ ભારતની સેનાની ત્રણેય પાંખ કર્તવ્યપથ પર શાનદાર પરેડ કરશે... આ પહેલાં તેઓ પોતાની તમામ તૈયારીઓ પૂરી કરી લેવા માગે છે... આજ કારણ છે કે વહેલીસવારે આર્મી, નેવી અને એરફોર્સના જવાનો વારાફરતી પોતાની તૈયારીઓનું રિહર્સલ કરી રહ્યા છે... 
((શોટ્સ))

ગ્લોબ માસ્ટર અને બે સુખોઈ વિમાનનું ફોર્મેશન આકાશમાં પસાર થયું ત્યારે એવું લાગ્યું કે જ્યારે તે વાદળોની ઉપર ઉડી રહ્યા છે... તેમાં પણ સુખોઈ વિમાનના કરતબ જોઈને લોકો મોંમાં આંગળા નાંખી ગયા... 

કર્તવ્યપથ પર 3 સુખોઈ 30-MKI વિમાનોનું જોરદાર ફોર્મેશન જોવા મળ્યું... જેમાં પાયલોટે આકાશમાં દિલધડક સ્ટંટ કર્યા... 

પ્રજાસત્તાક દિવસે દિલ્લીમાં સેનાની ત્રણેય પાંખના જવાનો પરેડમાં સામેલ થશે... જેમાં વાયુસેનાની ફ્લાય પાસ્ટ લોકોમાં રોમાંચ વધારનારી હોય છે... આ વખતે ફ્લાય પાસ્ટમાં 22 યુદ્ધ વિમાનો, 11 પરિવહન વિમાનો, 7 હેલિકોપ્ટર વિવિધ ફોર્મેશનમાં જોડાશે. આ સિવાય રાફેલ, સુખોઈ 30-MKI, હરક્યુલિસ અને ગ્લોબ માસ્ટર પણ જોડાશે. આ તમામ વિમાનો અને હેલિકોપ્ટર વિસ્મયકારી હવાઈ પેટર્ન બનાવશે...

હાલમાં ભારતના લોકો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે... ત્યારે સેનાનું પ્રદર્શન દેશની વધતી જતી સૈન્ય શક્તિ અને તેના જવાનોની દેશ પ્રત્યેની અતૂટ ભાવનાને દર્શાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news