ઉન્નાવ રેપ કેસ: રાહુલ ગાંધીએ કહ્યું- 'વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો'
Unnao Rape Case: કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધીએ ઉન્નાવ રેપ કેસ (Unnao Rape Case) પીડિતા ના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધીએ ઉન્નાવ રેપ કેસ (Unnao Rape Case) પીડિતા ના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો.
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરીને કહ્યું કે, "ઉન્નાવની માસૂમ દીકરીનું દુ:ખદ અને હ્રદયદ્રાવક મોત, માનવતાને શર્મસાર કરનારી ઘટનાથી આક્રોશિત અને સ્તબ્ધ છું. વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો. દુ:ખની આ ઘડીમાં પીડિત પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું."
અત્રે જણાવવાનું કે શુક્રવારે રાતે 11.40 વાગે પીડિતા (Victim) એ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દમ તોડ્યો. જેની જાણકારી પીડિતાની બહેને આપી હતી. હોસ્પિટલના બર્ન અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના એચઓડી ડો.શલભકુમારે પીડિતાના નિધનના અહેવાલને સત્તાવાર સમર્થન આપતા કહ્યું હતું કે રાતે લગભગ 11.40 વાગે પીડિતાના હ્રદયે કામ કરવાનું બંધ કરી દીધું. ડોક્ટરોની તમામ કોશિશો છતાં તેની સ્થિતિમાં કોઈ સુધાર થયો નહીં અને રાતે 11.40 વાગે તેનું નિધન થયું.
જો કે 90ટકાથી પણ વધુ દાઝી ગયેલી આ પીડિતાએ છેલ્લી ઘડી સુધી હાર માની નહતી. ગુરુવારે રાતે 9 વાગ્યા સુધી તે હોશમાં હતી. જ્યાં સુધી તે હોશમાં હતી ત્યાં સુધી કહેતી રહી કે મને બાળનારાઓને છોડતા નહીં. ત્યારબાદ ઊંઘમાં સરી પડી. ડોક્ટરોએ પૂરેપૂરી કોશિશ કરી, વેન્ટિલેટર પર રાખી પરંતુ તે ગાઢ ઊંઘમાંથી બહાર આવી નહીં.
નોંધનીય છે કે ઉન્નાવ (Unnao) જિલ્લાના બિહાર પોલીસ સ્ટેશનની હદમાં દુષ્કર્મ પીડિતાને ગુરુવારે જ્વલંત પદાર્થ છાંટીને બાળવાનો પ્રયત્ન કરાયો. રાયબરેલી જવા માટે વહેલી સવારે તે રેલવે સ્ટેશન જઈ રહી હતી. ત્યારે દુષ્કર્મ પીડિતા યુવતીને કેટલાક લોકોએ આગ લગાવી દીધી અને ભાગી ગયાં. ત્યારબાદ પાસેના એક ગેસ એજન્સીના ગોદામના ગાર્ડની સૂચના પર પહોંચેલી પીઆરવીએ તેને સુમેરપુર સીએચસી પહોંચાડી જ્યાંથી જિલ્લા હોસ્પિટલ લઈ જવાઈ. હાલત ખુબ જ નાજુક હોવાના કારણે તેને લખનઉ સિવિલ હોસ્પિટલ રેફર કરાઈ.
જુઓ VIDEO...
યુવતી લગભગ 90 ટકા જેટલી દાઝી ગઈ હતી. તેની સ્થિતિ ખુબ ગંભીર હતી. ઉન્નાવમાં આગના હવાલે કરાયેલી દુષ્કર્મ પીડિતાને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં લખનઉથી એરલિફ્ટ કરીને શિફ્ટ કરાઈ હતી. પીડિતાને એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવામાં આવી. જ્યાં તેણે ગઈ કાલે રાતે છેલ્લા શ્વાસ લીધા. આ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે