PM Modi એ 'ગતિ શક્તિ રાષ્ટ્રીય મિશન' ને કર્યું લોન્ચ, કહ્યું; પહેલાં Work In Progress નું બોર્ડ અવિશ્વાસનું પ્રતિક હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન' (Gati Shakti Master Plan) ની શરૂઆત કરી. તેનાથી 100 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ગતિ મળશે.

PM Modi એ 'ગતિ શક્તિ રાષ્ટ્રીય મિશન' ને કર્યું લોન્ચ, કહ્યું; પહેલાં Work In Progress નું બોર્ડ અવિશ્વાસનું પ્રતિક હતું

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન' (Gati Shakti Master Plan) ની શરૂઆત કરી. તેનાથી 100 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ગતિ મળશે. પીએમ મોદી સ્વતંત્રતા દિવસ 2021 ના અવસર પર લાલ કિલ્લા પરથી આ પ્લાનની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ  'ગતિ શક્તિ રાષ્ટ્રીય મિશન' નું લોન્ચિંગ કર્યું હતું. હાલ તે ત્યાં લાગેલા પ્રદર્શનીને જોઇ રહ્યા છે. આ કાર્યક્રમ પ્રગતિ મેદાન  (ITPO) માં થઇ રહ્યું છે. 

પીએમ મોદીએ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન' (Gati Shakti Master Plan) સંબોધન કરતાં કહ્યું હતું કે આજે દુર્ગાઅષ્ટમી છે. આજે આખા દેશમાં કન્યા પૂજન થઇ રહ્યું છે. આજે દેશની પ્રગતિને શક્તિ આપવાનું શુભકાર્ય થઇ રહ્યું છે. આ 21મી સદીના ભારતના નિર્માણને નવી ઉર્જા આપશે. તેમના માર્ગમાં અડચણોને દૂર કરશે. ભારતના વિકાસને ગતિ આપશે. 

- આગામી 4-5 વર્ષમાં દેશમાં 200થી વધુ નવા એરપોર્ટ, હેલિપેડ અને વોટર એરડોમ બનવા જઇ રહ્યા છે. દેશના ખેડૂતો, માછીમારોની આવક વધારવા પર કામ ચાલી રહ્યું છે. 

- ક્યાંક પોર્ટ હોય છે તો તેમને કનેક્ટ કરનાર રેલ-રોડ માર્ગ હોતા નથી. તેનાથી લોજિસ્ટિક કોસ્ટ વધી. આ આત્મનિર્ભર ભારતના નિર્માણ અડચણ છે. એક સ્ટડી અનુસાર ભારતમાં લોજિસ્ટિક કોસ્ટ જીડીપીના લગભગ 13 ટકા છે. દુનિયાના મોટા દેશોમાં એવી સ્થિતિ નથી.  

- ગત 70 વર્ષોની તુલનામાં ભારત સ્પીડથી કામ કરી રહ્યું છે. પહેલાં નેચરલ ગેસ પાઇપલાઇન 1987 માં કમીશન થઇ હતી. પછી વર્ષ 2014 સુધી 27 વર્ષમાં દેશમાં 15 હજાર કિલોમીટર નેચરલ ગેસ પાઇપલાઇન બની. આજે દેશભરમાં 16 હજાર કિલોમીટરથી વધુ ગેસ પાઇપલાઇન પર કામ ચાલી રહ્યું છે. જેટલું કામ 27 વર્ષોમાં થયું. તેનાથી વધુ કામ આપણે તેના અડધા સમયમાં કરવાના છીએ. 

- કામની ગતિ ભારતની ઓળખ બની રહ્યું છે. 1 હજાર કિલોમીટર લાંબા નવા મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે. હવે દેશને વિશ્વાસ છે કે ભારત ઝડપથી કામ કરી શકે છે. આકાંક્ષાઓ વધી ગઇ છે. 

- આગામી 4-5 વર્ષમાં દેશમાં 200 થી વધુ એરપોર્ટ, હેલિપેડ અને વોટર એરડોમ બનવા જઇ રહ્યા છે. દેશના ખેડૂતો, માછીમારોની આવક વધારવા પર કામ ચાલી રહ્યું છે. 

- પીએમ મોદીએ પહેલા પ્રગતિ મેદાનના નવા કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું. તેમાં ચાર હોલ બનીને તૈયાર થઇ ચૂક્યું છે. હોલ એર કંડીશન યુક્ત છે. તેમને આખી દુનિયાને બદલી દેવામાં આવી છે. તેમાં 4800 કાર એકસાથે પાર્કિંગ થઇ શકશે. હાલ કેટલાક અંડરપાસ અને ટનલ બની રહી છે. જેથી બહારના રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરી શકાશે. 

- સરકારી વિભાગો વચ્ચે પરસ્પર તાલમેલનો અભાવ છે. પરસ્પર ખેંચતાણ છે. તેના લીધે જે પ્રોજેક્ટ અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાનો હતો. તે જ નબળો પડી જતો હતો. ઘણા પ્રોજેક્ટ લટકી જતા હતા. હું 2014 માં દિલ્હી નવી જવાબદારી સાથે આવ્યો તો લાખો કરોડોના એવા પ્રોજેક્ટ જોયા તે લટકી પડ્યા હતા. મેં બધી અડચણોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. 

- આપણે જોયું છે કે ક્યાં રસ્તો બને છે. બન્યા પછી પાણી વિભાગના લોકો પાઇપલાઇન નાખવા માટે તેને ખોદી નાખે છે. ક્યાંક રોડ ડિપાર્ટમેન્ટ ડાયવર્જન બનાવી દે છે, ટ્રાફિક પોલીસ કહે છે કે તેનાથી જામ થઇ રહ્યો છે. એવા ઘણા ઉદાહરણ છે. તેમનો સમન્વય કરવામાં સમસ્યા આવતી હતી. તેનાથી બજેટની પણ બરબાદી થતી હતે. તેનાથી મોટું નુકસાન છે શક્તિ જોડવાના બદલે શક્તિ વિભાજીત થઇ જાય છે. 

- ટેક્સના પૈસાનો ઉપયોગ કરતી વખતે સરકારમાં ભાવના હોતી ન હતી કે તેમના પૈસા બરબાદ ન થવા જોઇએ. લોકોને પણ લાગવા લાગ્યું કે આમ જ ચાલતું રહેશે. દરેક જગ્યાએ વર્ક ઇન પ્રોગેસ લખેલું દેખાતું, પરંતુ તે કામ પુરો થશે કે નહી, સમયસર પુરૂ થશે કે નહી. તેને લઇને કોઇ વિશ્વાસ ન હતો. વર્ક ઇન પ્રોગેસનું બોર્ડ અવિશ્વાસનું પ્રતિક બની ગયું હતું. 

પ્રોજેક્ટમાં થ્રીડી ઇમેજનો થશે પ્રયોગ
આ પ્રોજેક્ટની GIS મેપિંગ અને થ્રીડી ઇમેજ પણ ઉપલબ્ધ રહેશે. એટલે કે કોઇપણ વ્યક્તિ આસાનીથી જાણી શકશે કે તે પ્રોજેક્ટ કયા પ્લોટ પર છે. કયા ગામ કે શહેરમાં છે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શું છે. તે પ્રોજેક્ટની આજુબાજુમાં શું છે.

આ રીતે એક વિભાગના મોટા પ્રોજેક્ટની બધી જાણકારી બીજા વિભાગને મળી જશે. તેનો ફાયદો એ થશે કે બીજો વિભાગ પણ પોતાની કોઇ યોજનાની પહેલથી રહેલી જાણકારીના આધારે તૈયાર કરશે. બધા વિભાગ અને મંત્રાલય એકબીજાને સમન્વય સ્થાપિત કરીને તેનો ફાયદો ઉઠાવશે. તેમાં ખાસ રીતે એવી યોજના જોડવામાં આવી છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી છે. જેમાં રેલ, સડક, સિવિલ એવિએશન, શિપિંગ, કપડા, ફૂડ પ્રોસેસિંગ, સ્ટિલ જેવા 16 મંત્રાલયો અને વિભાગોને રાખવામાં આવ્યા છે.

આ યોજના સાથે જોડાયેલા જણાવ્યું કે હાલ એક મંત્રાલય શું કરી રહ્યું છે તેની બીજા મંત્રાલયને ખબર હોતી નથી. તેથી હવે વેબસાઇટ દ્વારા કોઇપણ મોટા પ્રોજેક્ટની બધી જાણકારી એક સ્થાને ઉપલબ્ધ રહેશે. એટલે કે જો કોઇ ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે તો તેના આધારે નેશનલ હાઇવે ઓથોરિટી પોતાની સડક યોજનાનો પ્લાન બનાવશે.

સૂત્રોનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂઆતથી એ ઇચ્છતા હતા કે સરકારનું દરેક મંત્રાલય એકબીજા સાથે જોડાયેલ હોય. તેનાથી મોટા પ્રોજેક્ટમાં પૈસાની બચત કરવી સંભવ થશે. સાથે યોજનાને જલ્દી પૂરી કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીની ગતિ શક્તિ યોજના તેમના આ સપનાને સાકાર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news