ભારત-અમેરિકા સંબંધો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ, રક્ષા ક્ષેત્રમાં મોટી ડીલની સંભાવના
અમેરિકા-ભારત સંબંધોની દ્વષ્ટિએ આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે ઘણા કરાર પર મોહર લાગી શકે છે અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે.
Trending Photos
નવી દિલ્હી: અમેરિકા-ભારત સંબંધોની દ્વષ્ટિએ આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે ઘણા કરાર પર મોહર લાગી શકે છે અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે.
સૂત્રોના અનુસાર બંને દેશો વચ્ચે અત્યારે કોઇ મોટી ડીલ થવાની સંભાવના ઓછી પરંતુ બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટે નવા પગલાં ભરવા અંગે મંથન થશે પરંતુ રક્ષા ક્ષેત્રે મોટી ડીલ થવાની સંભાવના છે.
રક્ષા ક્ષેત્રમાં મોટી ડીલ થવાની સંભાવના છે. બંને દેશો વચ્ચે રક્ષા સંબંધો ઉપરાંત આતંકવાદ મુદ્દે વાતચીત એક મોટો મુદ્દો રહેશે. આ સાથે જ વેપાર વધારવા માટે નાના બિઝનેસને લઇને પણ ચર્ચા થશે.
સૂત્રોનું કહેવું છે કે અમેરિકા-ભારત રણનીતિક ભાગીદારી મંચ (યૂએસઆઇએફપીએફ) દ્વારા 'યૂએસ-ઇન્ડીયા ટેક્સ ફોરમ'ની શરૂઆત કરવામાં આવશે.
દિલ્હીમાં ટ્રમ્પનો આજનો કાર્યક્રમ
- સવારે 10 વાગે: રાષ્ટ્રપતિ ભવન જશે ડોનાલ્ડ ટ્રમ્પ. ભવ્ય સમારોહનું આયોજન થશે.
- સવારે 10:30 વાગે: ડોનાલ્ડ ટ્રમ્પ મહાત્મા ગાંધીને રાજઘાટ પર શ્રદ્ધા સુમન અર્પિત કરશે.
- સવારે 11 વાગે: ડોનાલ્ડ ટ્રમ્પ હૈદ્બાબાદ હાઉસ જશે, પીએમ મોદીની સાથે પ્રતિનિધિમંડળની બેઠક થશે. અહીં બપોરમાં તે પીએમ મોદી સાથે લંચ કરશે.
- બપોરે 12.40 વાગે: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી સાથે કોન્ફ્રરન્સ કરશે. ત્યારબાદ ડોનાલ્ડ અમેરિકી દૂતાવાસ જશે.
- સાંજે 7.30 વાગે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. અહીં રાષ્ટ્રપતિ કોવિંદે ટ્રમ્પ માટે ડિનરનું આયોજન કર્યું છે.
- રાત્રે 10 વાગે: અમેરિકા માટે વાયા જર્મની રવાના થશે ટ્રમ્પ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે