વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કઈ રીતે દુનિયાના દિગ્ગજ નેતાઓ સાથે તેમની થઈ જાય છે દોસ્તી

મારો મૂળ સ્વભાવ છે કે હું સમસ્યાને તકમાં બદલી નાખું છું અને મારી પાસે કોઈ અપેક્ષાનો ભાર નહોતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કઈ રીતે દુનિયાના દિગ્ગજ નેતાઓ સાથે તેમની થઈ જાય છે દોસ્તી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018નો પહેલો ઇન્ટરવ્યૂ Zee Newsને આપ્યો. ઝી ન્યૂઝના એડિટર સુધીર ચૌધરીને આપ્યો. આ વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ રીતે દુનિયાના દિગ્ગજ નેતાઓ સાથે તેમની દોસ્તી થઈ જાય છે એ વિશે વાત કરી છે. આ મામલે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ''ક્યારેય ક્યારેક ખામી શક્તિમાં બદલાઈ જાય છે. મારો મૂળ સ્વભાવ છે સમસ્યાઓને તકમાં બદલવાનો. જ્યારે હું વડાપ્રધાન બન્યો હોત ત્યારે લોકો કહેતા હતા કે આને તો દુનિયાની માહિતી નથી. આ એક રીતે સારું પણ હતું કે મારી પાસે કોઈ અનુભવ નહોતો. મારી પાસે કોઈ બેગેજ નહોતું એ એક રીતે ફાયદો હ તો. હું કહેતો હતો કે હું તો કોમનમેનની જેમ જીવીશ. મારી આ સ્ટાઇલ હવે દુનિયાને પસંદ આવી ગઈ છે. મારો પ્રયાસ એ જ હોય છે કે દેશને કોઈ નુકસાન ન થવું જોઈએ.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના નેતાઓને ગળે મળવાની પોતાની ફેમસ સ્ટાઇલ વિશે કહ્યું છે કે તેમને પ્રોટોકોલ વિશે કોઈ જાણકારી નથી કારણ કે તેઓ સામાન્ય માણસ છે. આ વાત જ તેમની તાકાત બની ગઈ છે. દુનિયાના નેતા પણ તેમના ખુલ્લાપણાને પસંદ કરે છે. ગળે મળવાના તેમના સ્વભાવ વિશે કોંગ્રેસે કરેલા કટાક્ષના કેટલાક દિવસો પછી આજેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ જો ‘પ્રશિક્ષિત’ હોત તો હાથ મેળવવા માટે તેમજ ડાબી અને જમણી બાજુ જોવા માટે પણ પ્રોટોકોલનું પાલન કરતા હોત.

જીએસટી અને નોટબંધી
જીએસટી અને નોટબંધી કેટલા સફળ રહ્યા, તમે જે ટાર્ગેટ નક્કી કર્યો હતો એને કેટલો ન્યાય મળ્યો? આ સવાલનો જવાબ આપતા વડાપ્રધાને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે ''જો આ બંને કામોને જ મારી સરકારના કામ ગણશો તો તે અમારી સાથે અન્યાય છે. અમારા ચાર વર્ષના કામોને જુઓ. આ દેશમાં બેન્કોના રાષ્ટ્રીયકરણ બાદ પણ 30-40 ટકા લોકો બેન્કિંગ સિસ્ટમની બહાર છે. અમે તેમને પાછા લાવ્યાં છીએ. શું તે ઉપલબ્ધિ નથી? છોકરીઓની શાળાઓમાં શૌચાલય, શું તે ઓછું છે? 3.30 કરોડ લોકોના ઘરોમાં ગેસચૂલ્હો પહોંચાડવો, શું તે કામ નથી? 90 પૈસામાં ગરીબને વીમો, શું તે  કામ નથી? જ્યાં સુધી જીએસટીનો સવાલ છે તો જ્યારે અટલજીની સરકાર હતી  ત્યારે તેની ચર્ચા શરૂ થઈ હતી.યુપીએ સરકારના સમયે આ મામલે રાજ્યોની વાત સાંભળવામાં આવતી નહતી. ભલે ગમે તે કારણ હોય, હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો બોલતો હતો પરંતુ વાત સાંભળવામાં આવતી નહતી. એક દેશ, એક ટેક્સની દિશામાં તો અમે બહુ મોટી સફળતા મેળવી. કોઈ વ્યવસ્થા બદલાય છે તો થોડું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. જ્યારે લાંબા ગાળા માટે જોવામાં આવશે તો તેને ખુબ સફળ ગણવામાં આવશે.'' 

વિકાસ જ બજેટનો એકમાત્ર એજન્ડા
વડાપ્રધાન મોદીએ વિદેશ નીતિ સહિત અનેક મુદ્દાઓ પર પોતાનો મત રજુ કર્યો. પીએમ મોદીએ જીએસટી, નોટબંધી, બેરોજગારી, વન નેશન, વન ઇલેક્શન જેવા મુદ્દાઓ પર ખુલીને પોતાનો અભ્રિપાય રજુ કર્યો. એક ફેબ્રુઆરીએ રજુ થનારા બજેટને લઈને પીએમ મોદીએ કહ્યું કે 'બજેટને લઈને તેમનો એક જ એજન્ડા છે- વિકાસ, વિકાસ અને માત્ર વિકાસ.' આ મામલે હું ગુજરાતનો મુખ્યપ્રધાન હતો ત્યારે પણ બોલતો હતો પણ મારી વાત સાંભળવામાં નહોતી આવતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news