પ્રવાસી સંમેલન: અમેરિકી સંકટ વચ્ચે PM મોદીએ કહ્યું- ભારતનું લોકતંત્ર સૌથી જીવંત
ભારત નિર્માણમાં પ્રવાસી ભારતીયોના યોગદાનને યાદ કરતાં કહ્યું કે આજે આખી દુનિયાને જો ભારત પર આટલો વિશ્વાસ છે તો એનું કારણ તમે પ્રવાસી ભારતીય પણ છો.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16મા પ્રવાસી ભારતીય સંમેલનને સંબોધિત કરતાં કહ્યું કે આજે નવી પેઢી ભલે મૂળિયા દૂર થઇ ગઇ હોય, પરંતુ તેમનો લગાવ ભારત સાથે વધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે કોરોનાકાળમાં ભારતના લોકોએ શાનદાર કામ કર્યું છે અને આ લોકો આસપાસના લોકોના પ્રત્યે મદદગાર જોવા મળ્યા. આ દરમિયાન ભારતના લોકોએ સેવા ભાવનો પરિચય આપ્યો છે. તમને જણાવી દઇએ કે આ વખતે પ્રવાસી ભારતીય દિવસનો વિષય આત્મનિર્ભરત ભારત છે.
ભારતનું લોકતંત્ર સૌથી જીવંત
પ્રધાનમંત્રીએ કહ્યું કે દુનિયા સાક્ષી છે કે જ્યારે પણ ભારતના સામર્થ્યને સવાલિયા નિશાનોથી જોવામાં આવ્યું છે તો દર વખતે ભારતીયોએ તેને ખોટું સાબિત કર્યું છે. જ્યારે પરાધીન હતું તો યૂરોપમાં લોકો કહેતા હતા કે ભારત આઝાદ થઇ શકશે નહી. પરંતુ ભારતીયોએ તેને ખોટું સાબિત કરી દીધું. જ્યારે ભારત આઝાદ થયું તો પશ્વિમના લોકો કહેતા હતા કે આટલો ગરીબ દેશ એકસાથે રહી શકશે નહી, અહીં લોકતંત્રનો પ્રયોગ સફળ થઇ શકશે નહી, પરંતુ ભારતે તેને પણ ખોટું સાબિત કરી દીધું. પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોને કહ્યું કે આજે ભારતનું લોકતંત્ર સૌથી સફળ જીવંત છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતના લોકતંત્ર દુનિયામાં ઉદાહરણ બની ગયું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતે શાંતિનો સમય હોય કે સંઘર્ષનો, ભારતીયોએ સામનો કરવો કર્યો છે. ઓચિંતા પડકારોથી માંડીને આતંકવાદ સુધી દરેક મોરચે ભારતે દ્રઢતાથી કાર્ય કર્યું છે. પીએમએ કહ્યું કે ગત વર્ષમાં પ્રવાસી ભારતીયોએ દરેક ક્ષૅત્રમાં પોતાની ઓળખને મજબૂત કરી છે. વિભિન્ન દેશોના રાજ્ય પ્રમુખને કહે છે કે ત્યાં રહેનાર પ્રવાસી ભારતીયએ કઠિન સમયમાં કેટલું સારું કામ કર્યું છે.
ભારતની વેક્સીનની બધાને રાહ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારતની વેક્સીનની રાહ બધા જોઇ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતના સામર્થ્યનો લાભ તમામને મળે છે. પીએમએ કહ્યું કે દેશમાં જ બનેલી બે વેક્સીન સાથે ભારત માનવતાના હિતમાં કાર્ય કરવાનું હેતુ તૈયાર છે. પીએમ મોદીએ કહ્યું કે કોવિડના સમયમાં પણ ઘણા નવા ટેક્સ સ્ટાર્ટઅપ્સ ભારતથી જ નિકળી આવ્યા છે. ભારતે એકવાર ફરીથી પોતાના સામર્થ્યનો પરચો આપી દીધો.
ભારત નિર્માણમાં તમારું પણ યોગદાન
ભારત નિર્માણમાં પ્રવાસી ભારતીયોના યોગદાનને યાદ કરતાં કહ્યું કે આજે આખી દુનિયાને જો ભારત પર આટલો વિશ્વાસ છે તો એનું કારણ તમે પ્રવાસી ભારતીય પણ છો. પીએમએ કહ્યું કે તમે જ્યાં પણ ગયા તમે ભારતીયતાનો પ્રસાર કર્યો છે. પીએમએ કહ્યું કે ભારત સરકાર દરેક સમય, દરેક પળ તમારી સાથે ઉભી છે. કોરોનાકાળમાં વંદે ભારત મિશન હેઠળ 45 લાખ ભારતીયોને મદદ પહોંચાડવામાં આવી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અહીંથી હવે અમે આઝાદીના 75મા વર્ષની માફક આગળ વધી રહ્યા છીએ. મારો આગ્રહ છે કે આઝાદીના આંદોલનમાં ભાગ લેનાર પ્રવાસી ભારતીયોની જીવનગાથાથી સંપૂર્ણ પરિચય હેતું ડિજિટલ પોર્ટલ નિર્મિત કરવામાં આવે. અહીં આપણી આગામી પેઢીને પ્રેરિત કરશે.
આત્મનિર્ભર ભારતની ચર્ચા કરતાં પીએમ મોદીએ પ્રવાસીઓ ભારતીયોને સંબોધિત કરતાં કહ્યું કે તમે દુનિયાની જરૂરિયાતોને પુરી કરવાની ગુણવત્તાપૂર્ણ અને સસ્તા સમાધાન આપી શકો છો અને ભારતથી ગરીબ દેશોને લાભ પહોંચી શકે છે. તમને જણાવી દઇએ કે આ વખતે પ્રવાસી ભારતીય સંમેલનનો વિષય આત્મનિર્ભર ભારત જ છે. ઉદઘાટન સત્ર દરમિયાન સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ મુખ્ય અતિથિના રૂપમાં કાર્યક્રમને સંબોધન કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે