પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દિવસે UNમાં કરશે સંબોધન, જાણો વિગતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 26 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભાને સંબોધન કરશે. ઉચ્ચ સ્તરીય બેઠક માટે વૈશ્વિક સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી વક્તાઓની સૂચિથી આ જાણકારી સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રના 75માં વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ બની રહ્યું છે કે આ વર્ષે વાર્ષિક મહાસભાનું સત્ર ઓનલાઈન માધ્યમથી આયોજિત થઈ રહ્યું છે.
Trending Photos
સંયુક્ત રાષ્ટ્ર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 26 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભાને સંબોધન કરશે. ઉચ્ચ સ્તરીય બેઠક માટે વૈશ્વિક સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી વક્તાઓની સૂચિથી આ જાણકારી સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રના 75માં વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ બની રહ્યું છે કે આ વર્ષે વાર્ષિક મહાસભાનું સત્ર ઓનલાઈન માધ્યમથી આયોજિત થઈ રહ્યું છે અને દેશો તથા સરકારોના પ્રમુખ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના કારણે ઉપસ્થિત રહેશે નહીં. વૈશ્વિક નેતાઓ સત્ર માટે પહેલેથી રેકોર્ડ કરવામાં આવેલા વીડિયો વક્તવ્યોને સોંપી દેશે.
સામાન્ય ચર્ચા 22 સપ્ટેમ્બરથી શરૂ થઈને 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. સૂચિ મુજબ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેર બોલસોનારો પહેલા વક્તા છે. પરંપરાગત રીતે અમેરિકા સામાન્ય ચર્ચાના પહેલા દિવસે બીજા નંબરના વક્તા તરીકે હોય છે. એવી આશા છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદ પર રહેતા પોતાનું અંતિમ સંબોધન વ્યક્તિગત રીતે આપવા માટે ન્યૂયોર્ક જઈ શકે છે.
સૂચિ મુજબ તુર્કીના રાષ્ટ્રપતિ રબ તૈયબ એર્દોઆન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, ઈરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન પહેલા દિવસે સંબોધન કરશે. અમેરિકા સંયુક્ત રાષ્ટ્રનો મેજબાન દેશ છે અને આ વર્ષે ટ્રમ્પ એકમાત્ર વૈશ્વિક નેતા હશે જે ડિજિટલ ઉચ્ચ સ્તરીય સભાને વ્યક્તિગત રીતે હાજર રહીને સંબોધન કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે