Diwali 2020: દેશભરમાં ધામધૂમથી દિવાળીની ઉજવણી, પ્રતિબંધ છતાં લોકોએ ફોડ્યા ફટાકડા


દેશના અલગ-અલગ ભાગમાં શનિવારે ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. લોકોએ દીવડા પ્રગટાવ્યા. આ પ્રસંગે ઈન્ડિયા ગેટ અને રાજપથને રોશનીથી જગમગી ઉઠ્યા હતા. 
 

Diwali 2020: દેશભરમાં ધામધૂમથી દિવાળીની ઉજવણી, પ્રતિબંધ છતાં લોકોએ ફોડ્યા ફટાકડા

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ ભાગમાં શનિવારે ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. લોકોએ દીવડા પ્રગટાવ્યા. આ પ્રસંગે ઈન્ડિયા ગેટ અને રાજપથને રોશનીથી જગમગી ઉઠ્યા હતા. તો સરાબોર નોર્થ બ્લોક, સાઉથ બ્લોક અને સંસદ ભવનને પણ રોશનીથી શણગારવામાં આવ્યા હતા. દેશના વિવિધ ભાગમાં પ્રતિબંધ છતાં ફટાકડા ફૂટ્યા હતા. એનજીટી દ્વારા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યા બાદ પણ દિલ્હી-એનસીઆરમાં દિવાળીની રાત્રે લોકોએ ખુબ ફટાકડા ફોડ્યા હતા. સંપૂર્ણ પ્રતિબંધ છતાં પણ અનેક જગ્યાએ લોકો ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. તો પોલીસે ફટાકડાના વેચાણ પર નોઇડામાં બે લોકોની ધરપકડ કરી હતી. 

National Green Tribunal (NGT) has imposed a total ban against the sale or use of all kinds of firecrackers in Delhi-NCR till 30th November. pic.twitter.com/S7EfMgEEdu

— ANI (@ANI) November 14, 2020

તેલંગણાના હૈદરાબાદમાં લોકોએ ફટાકડા ફોડી દિવાળીનો જશ્ન મનાવ્યો. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યમાં શનિવારે ફટાકડા ફોડવા માટે 2 કલાકનો સમય (રાત્રે 8થી 10 કલાક સુધી) આપવામાં આવ્યો છે. 

In line with a Supreme Court order, people in the state have a two-hour window - from 8 pm to 10 pm - to burst firecrackers today. pic.twitter.com/QZTQbMstmu

— ANI (@ANI) November 14, 2020

દિવાળીના તહેવાર પર રોશની અને દિવાથી હઝરત નિઝામુદ્દીન ઔલિયા દરગાહને શણગારવામાં આવી. દરગાહ કમિટીના પીરઝાદા અલ્તમશ નિઝામીએ કહ્યુ કે, બિન-મુસ્લિમ પણ હઝરત મહબૂબ-એ-ઇલાહીના અનુયાયી છે અને પોતાના તહેવારો પર અહીં આવે છે. તે દીપ પ્રાગટ્ય કરે છે. દરગાહ બધા માટે મંચ છે. 

— ANI (@ANI) November 14, 2020

બન્દી છોડ દિવસના અવસર પર અમૃત સરના સૂવર્ણ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું. માટીના દીવા પણ પ્રગટાવવામાં આવ્યા. 

— ANI (@ANI) November 14, 2020

બિહારની રાજધાની પટનામાં કોરોના મહામારી વચ્ચે દીવાળી મનાવતા જોવા મળ્યા લોકો. એક સ્થાનીક વ્યક્તિ પ્રશાંતે કહ્યુ કે, આ વર્ષનો સમારોહ કંઈક અલગ છે. અમે ઈચ્છીએ છીએ કે મહામારી જલદી સમાપ્ત થાય જેથી અમે આવતા વર્ષે દિવાળી ભવ્ય રીતે ઉજવી શકીએ. 

“The celebrations are a bit different this year. We wish the pandemic to be over soon so that we can celebrate Diwali in a grand manner next year,” says Prashant, a local pic.twitter.com/cFwwBxDDQW

— ANI (@ANI) November 14, 2020

જમ્મુ-કાશ્મીરના પુંછમાં સીમા સુરક્ષા દળના જવાનોએ દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો. 

— ANI (@ANI) November 14, 2020

કોલકત્તામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના નિવાસ પર કાળી પૂજામાં ભાગ લીધો.

— ANI (@ANI) November 14, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news