શિવસેના સાંસદ સંજય રાઉતને મળી મોટી રાહત, PMLA કોર્ટમાંથી મળ્યા જામીન
Patra Chawl Land Scam Case: શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટી રાહત મળી છે. તેમને PMLA કોર્ટે જામીન આપી દીધા છે. કોર્ટે સંજય રાઉતની સાથે સાથે પ્રવીણ રાઉતને પણ જામીન આપ્યા છે. સંજય રાઉતની પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં ED એ ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરી હતી.
Trending Photos
Patra Chawl Land Scam Case: શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટી રાહત મળી છે. તેમને PMLA કોર્ટે જામીન આપી દીધા છે. કોર્ટે સંજય રાઉતની સાથે સાથે પ્રવીણ રાઉતને પણ જામીન આપ્યા છે. સંજય રાઉતની પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં ED એ ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરી હતી.
અત્રે જણાવવાનું કે પાત્રા ચાલ જમીન કૌભાંડ 1039 કરોડ રૂપિયાનું છે. આ કૌભાંડમાં ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ ED એ સંજય રાઉતના ઘરમાં સર્ચ અભિયાન ચલાવીને 11.5 લાખ રૂપિયા જપ્ત પણ કર્યા હતા. આ કેસમાં એપ્રિલમાં ED એ સંજય રાઉતના પત્ની વર્ષા રાઉત અને તેમના નીકટના લોકોની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.
શું છે આ મામલો
2018માં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક કેસ દાખલ થયો હતો. આ કેસ રાકેશકુમાર વધાવન, સારંગકુમાર વધાવન અને અન્ય વિરુદ્ધ હતો. ED ના જણાવ્યાં મુજબ તપાસ દરમિયાન સામે આવ્યું કે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને પાત્રા ચાલને પુર્નવિકાસ કરવાનું કામ મળ્યું હતું. આ કામ MHADA એ તેને સોંપ્યું હતું. જેહેઠળ કન્સ્ટ્રક્શન કંપનીને પાત્રા ચાલમાં 672 ભાડૂઆતના ઘરોનું રિડેવલપમેન્ટ કરવાનું હતું.
#UPDATE | Patra Chawl land scam case: Mumbai's PMLA court grants bail to Shiv Sena leader & MP Sanjay Raut https://t.co/upyL10h3pR
— ANI (@ANI) November 9, 2022
પાત્રા ચાલ મુંબઈના ગોરેગાંવમાં આવેલી છે. જે જમીન પર આ ફ્લેટ રિડેવલપ થવાના હતા તેનો એરિયા 47 એકર હતો. હવે તેમાં થયું એવું કે આશીષ કન્સ્ટ્રક્શને MHADA ને ગુમરાહ કર્યા અને અને ફ્લેટ બનાવ્યા વગર જ આ જમીન 9 બિલ્ડરોને વેચી દીધી. તેનાથી તેને 901.79 કરોડ રૂપિયા મળ્યા. ત્યારબાદ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને Meadows નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો અને ઘર ખરીદારો પાસેથી ફ્લેટ માટે 138 કરોડ રૂપિયા ભેગા કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે ગુરુ આશીષ કન્સ્ટ્રક્શને ગેરકાયદેસર રીતે 1039.79 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી. આગળ જઈને તેણે ગેરકાયદેસર રીતે જ આ રકમને પોતાના સહયોગીઓને ટ્રાન્સફર કરી દીધી.
આ વીડિયો પણ ખાસ જુઓ...
ગુરુ આશીષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) ની સિસ્ટર કંપની છે. રાકેશ વઘાવન, સારંગ વઘાવન અને પ્રવીણ રાઉત તેમાં પણ ડાઈરેક્ટર હતા. ED મુજબ તપાસમાં જાણવા મળ્યું કે HDIL એ લગભગ 100 કરોડ રૂપિયા પ્રવીણ રાઉતના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યરાબાદ આ પૈસા પ્રવીણ રાઉતે અલગ અલગ બેંક ખાતાઓમાંથી પોતાના નીકટના લોકો, પરિવારના સભ્યો અને વ્યવસાયિક સંસ્થાનોને મોકલી દીધા.
તપાસમાં એ પણ જાણવા મળ્યું કે 2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં 83 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ પૈસા ગેરકાયદેસર રીતે કમાયેલા હતા. આ રકમમાંથી વર્ષા રાઉતે દાદરમાં એક ફ્લેટ ખરીદ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે