Antony Blinken એ NSA અજીત ડોભાલ સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બંને દેશોના દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ સહિત અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ પર વાતચીત કરી. બેઠક દરમિયાન બંનેએ ઈન્ડો-પેસેફિક અને ક્ષેત્રીય તથા વૈશ્વિક સુરક્ષા સ્થિતિ ઉપર પણ વાત કરી. 
Antony Blinken એ NSA અજીત ડોભાલ સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

નવી દિલ્હી: અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બંને દેશોના દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ સહિત અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ પર વાતચીત કરી. બેઠક દરમિયાન બંનેએ ઈન્ડો-પેસેફિક અને ક્ષેત્રીય તથા વૈશ્વિક સુરક્ષા સ્થિતિ ઉપર પણ વાત કરી. 

2 દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા એન્ટની બ્લિંકન
એન્ટની બ્લિંકન અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલી સુરક્ષા સ્થિતિ, હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભાગીદારીને વધારવા અને કોવિડ-19 મહામારીને પહોંચી વળવાના પ્રયત્નો સહિત અન્ય વિષયો પર વાતચીતના વ્યાપક એજન્ડા સાથે બે દિવસના પ્રવાસે મંગળવારે સાંજે દિલ્હી પહોંચ્યા. 

આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ એન્ટની બ્લિંકનની અજીત ડોભાલ સાથેની બેઠક અંગે કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી પંરતુ સાઉથ બ્લોકના અધિકારીએ જણાવ્યું કે  બેઠક દરમિયાન બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત દક્ષિણ સાગર અને ઈન્ડો પેસેફિકમાં ચીનના આક્રમક વ્યવહાર ઉપર પણ ચર્ચા થઈ. 

અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પોતાના તરફથી અફઘાનિસ્તાન-પાકિસ્તાન ક્ષેત્ર, અફઘાનમાં તાલિબાનના આક્રમણ અને પૂર્વ લદાખની સ્થિતિ પર ભારતીય સુરક્ષાના દ્રષ્ટિકોણને શેર કર્યું. આ ઉપરાંત બંને પક્ષોએ ક્ષેત્રમાં સુરક્ષા સ્થિતિ પર ખુબ સ્પષ્ટ આદાન પ્રદાન કર્યું અને તાલિબાનના હુમલાને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાનને સ્થિર કરવાના ઉપાય પર ચર્ચા કરી. 

બાઈડેન પ્રશાસનના ત્રીજા અધિકારીની ભારત યાત્રા
અમેરિકી વિદેશ મંત્રીનો પદભાર સંભાળ્યા બાદ એન્ટની બ્લિંકનની આ પહેલી ભારત યાત્રા છે અને જાન્યુઆરીમાં સત્તામાં આવ્યા બાદ જો બાઈડેન પ્રશાસનના કોઈ ઉચ્ચ પદસ્થ અધિકારીની આ ત્રીજી યાત્રા છે. આ અગાઉ અમેરિકી રક્ષામંત્રી લોઈડ ઓસ્ટિન માર્ચમાં ભારત આવ્યા હતા. જ્યારે જળવાયુ પરિવર્તન પર અમેરિકાના વિશેષ દૂત જોન કેરીએ એપ્રિલમાં ભારતની મુલાકાત કરી હતી. 

બ્લિંકનની સિવિલ સોસાઈટીના પ્રતિનિધિઓ સાથે બેઠક
એન્ટની બ્લિંકને આજે સવારે ભારતમાં સિવિલ સોસાઈટીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. બેઠક બાદ તેમણે ટ્વિટર પર કહ્યું કે અમેરિકા અને ભારત લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. બ્લિંકને કહ્યું કે મને આજે સિવિલ સોસાઈટીના પ્રતિનિધિઓને મળીને ખુશી થઈ. અમેરિકા અને ભારત લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા શેર કરે છે. તે અમારા સંબંધોનો પાયાનો હિસ્સો છે અને ભારતના વિવિધતાભર્યા સમાજ અને સદભાવનો ઈતિહાસ દર્શાવે છે. નાગરિક સંસ્થાઓ આ મૂલ્યોને વધારવામાં મદદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news