PM મોદીની અપીલ, કહ્યું- 2 ઓક્ટોબર સુધી સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ છોડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મથુરા પહોંચી ગયા છે. તેમના સ્વાગત માટે સીએમ યોગી આદિત્યનાથ પહેલાથી ત્યાં હજાર હતા. પીએમ મોદી અહીં સ્વતછતા જ સેવા 2019 નામના અભિયાનની શરૂઆત કરી છે
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મથુરા પહોંચી ગયા છે. ત્યાં તેમનું સ્વાગત કરવા માટે સીએમ યોગી આદિત્યનાથ પહેલાથી હાજર રહ્યાં હતા. પીએમ મોદી અહીં સ્વચ્છતા જ સેવા 2019 અભિયાન શરૂ કરશે. પીએમ મોદીએ મથુરા પહોંચ્યા બાદ વાછરડાને ખાવાનું ખવડાવ્યું સાથે સાથે ફૂલની માળા પણ પહેરાવી હતી. અહીં પીએમ મોદી કેટલીક યોજનાઓની શરૂઆથ કરશે. પીએમ દેશવાસીઓથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા તેમજ બંધ કરવા માટે અપીલ કરશે. તેઓ અહીં પ્લાસ્ટિક ઉઠાવનારી મહિલાઓ સાથે બેઠા અને તેમને સન્માનિત પણ કરી છે.
મથુરામાં પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆતમાં ભગવાન કૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાષણની શરૂઆત બ્રજ ભાષામાં કરી સાથે સાથે તેમણે રાધે-રાધે પણ કહ્યું. પીએમે કહ્યું કે નવા જનાદેશ બાદ કાન્હાની નગરીમાં પ્રથમ વખત આવવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. આ વખતે પણ પૂર્વ ઉત્તર પ્રદેશના આશિર્વાદ મને અને મારા સાથીઓને પ્રાપ્ત થયા છે. દેશહિતમાં તમારા આ નિર્ણય માટે હું બ્રજભૂમિથી તમારી સામે શીશ ઝૂકાવું છું. તમારા બાધાના આદેશ અનુરૂપ ગત 100 દિવસમાં અમે અભૂતપૂર્વ કામ કરી દેખાડ્યું છે. મને વિશ્વાસ છે કે, દેશના વિકાસ માટે તમારું આ સમર્થન અને આશીર્વાદ અમને મળતો રહશે.
બ્રજભૂમિએ હંમેશાથી જ સમગ્ર વિશ્વ અને સમગ્ર માનવતાને પ્રેરિત કરી છે. આજે સમગ્ર વિશ્વ પર્યાવરણ સંરક્ષણ માટે રોલ મોડલ શોધી રહ્યું છે પરંતુ ભારતની પાસે ભગવાન શ્રીકૃષ્ણ જેવા પ્રેરણા સ્ત્રોત હંમેશાથી રહ્યાં છે. જેની કલ્પના જ પર્યાવરણ પ્રેમ વગર અધુરી છે. પ્રકૃતિ, પર્યાવરણ અને પશુધન વગર જેટલા અધુરા આપણા આરાધ્ય જોવા મળે છે. એટલા જ ખાલીપણુ આપણને આપણા ભારતમાં જોવા મળશે. પ્રયાવરણ અને પશુધન હંમેશાથી ભારતની આર્થિક ચિંતનનો મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે.
સ્વચ્છ ભારત હોય, જલ જીવન મિશન હોય કે પછી કૃષિ અને પશુપાલનને પ્રોત્સાહન. પ્રકૃતિ અને આર્થિક વિકાસમાં સંતુલન બનાવીને જ આપણે સશક્ત અને નવા ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યાં છે. આજે સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત થઇ છે. નેશનલ એનીમલ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામને પણ લોન્ચ કરવામાં આવ્યો છે. પશુઓના સ્વાસ્થ્ય, પોષણ, ડેરી ઉદ્યોગ અને અન્ય કેટલીક પરિયોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મથુરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યટનથી જોડાયેલી કેટલીક યોજનાઓનો શુભારંભ પણ થયો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે