MP: ગેરકાયદે ચાલતા શેલ્ટરહોમમાંથી 26 છોકરીઓ ગૂમ થતા હાહાકાર મચ્યો, ગુજરાતથી પણ આવેલી હતી
મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલના મંજૂરી વગર ચાલી રહેલા એક બાલિકા ગૃહમાંથી 26 બાળકીઓ ગાયબ થવાનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. આ બાળકીઓ ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશના સીહોર, રાયસેન, છિંદવાડા, બાલાઘાટની હતી.
Trending Photos
મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલના મંજૂરી વગર ચાલી રહેલા એક બાલિકા ગૃહમાંથી 26 બાળકીઓ ગાયબ થવાનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. આ બાળકીઓ ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશના સીહોર, રાયસેન, છિંદવાડા, બાલાઘાટની હતી. મંજૂરી વગર બાલિકા ગૃહ ચલાવવાના મામલે પોલીસે એફઆઈઆર નોંધી છે. રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયંક ગાનૂનગોએ આ મામલે મધ્ય પ્રદેશના મુખ્ય સચિવ વીરા રાણાને પત્ર પણ લખ્યો છે. ભોપાલના પરવલિયા પોલીસ મથક હદમાં આ બાલિકા ગૃહ ચાલતું હતું. ભોજપમાં એક ખાનગી એનજીઓની હોસ્ટેલ (ચિલ્ડ્રન હોમ)થી બાળકીઓ ગાયબ થયા બાદ આ વિવાદ શરૂ થયો છે.
26 બાળકીઓ ગાયબ
વાત જાણે એમ છે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ ભોજપના બહારના વિસ્તાર પરવલિયામાં સંચાલિત આંચલ બાલિકા છાત્રાવાસની અચાનક મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે રજિસ્ટર ચેક કર્યું તો તેમાં 68 બાળકીઓની એન્ટ્રી હતી. પરંતુ તેમાંથી 26 ગાયબ હતી. જ્યારે ચિલ્ડ્રન હોમના સંચાલક અનિલ મેથ્યુને ગાયબ બાળકીઓ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ સંતોષજનક જવાબ આપી શક્યા નહીં. ત્યારબાદ પોલીસને સૂચના આપવામાં આવી. એફઆઈઆર મુજબ બાલિકાઓ માટે સંચાલિત આ ચિલ્ડ્રન હોમમાં અનેક ગેરરીતિઓ જોવા મળી છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ ટ્વીટ કરીને લખ્યું કે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રાજ્ય બાળ આયોગ અધ્યક્ષ અને સદસ્યો સાથે સંયુક્ત રીતે એક મિશનરી સંચાલિત ગેરકાયદેસર બાળગૃહનું નીરિક્ષણ કર્યું. જે બાળકો રસ્તાઓ પરથી રેસ્ક્યૂ કરાયા તેમની જાણકારી સરકારને આપ્યા વગર કોઈ પણ લાઈસન્સ વગર ચૂપચાપ રીતે બાલિકા ગૃહને ચલાવવામાં આવી રહી હતી અને અહીં તેમની પાસે ખ્રિસ્તી ધર્મની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી હતી. આ બાલિકા ગૃહમાં 6 વર્ષથી 18 વર્ષ સુધીની 40થી વધુ છોકરીઓમાં મોટાભાગે હિન્દુ છોકરીઓ છે.
આ મામલો સામે આવ્યા બાદ મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ ચૌહાણે ટ્વિટર પર લખ્યું કે ભોપાલના પરવલિયા પોલીસ મથક વિસ્તારમાં મંજૂરી વગર ચાલી રહેલા બાળગૃહમાંથી 26 બાલિકાઓ ગાયબ થવાનો મામલો મારા ધ્યાનમાં આવ્યો છે. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતા જોતા સરકારને ગંભીરતાથી લઈને તરત કાર્યવાહી કરવાનો આગ્રહ કરું છું.
આંચલ મિશનરી સંસ્થા સંલગ્ન મામલો
રિપોર્ટ્સ મુજબ એનજીઓનું નામ આંચલ મિશનરી સંસ્થા છે. ભોપાલ ગ્રામીણ એસપી પ્રમોદ સિન્હાએ પણ છોકરીઓના ગાયબ થવાની પુષ્ટિ કરી છે. પરવલિયા પોલીસ મથક મુજબ આંચલ મિશનરી સંસ્થામાં બાલાઘાટ, સીહોર, રાયસેન, છિંદવાડા, વિદિશા સહિત રાજસ્થાન, ઝારખંડ, ગુજરાતની 41 બાળકીઓ મળી છે. જ્યારે નોંધાયેલી સંખ્યા 68 છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે