મનમોહન સિંહને ઊંઘમાંથી ઉઠાડીને અપાઈ હતી નાણામંત્રી બનવાની ઓફર...પછી તો આ રીતે બદલાઈ ગયું દેશનું ભાગ્ય

 વર્ષ 2004થી 2014 સુધી પીએમ પદ પર રહેનારા મનમોહન સિંહને એવા સમયમાં નાણામંત્રીની ખુરશી સોંપવામાં આવી જ્યારે દેશ ભારે સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. 1991માં જે સમયે તેમને નાણા મંત્રાલયની જવાબદારી સોંપાઈ તે સમયે ભારત પાસે માત્ર 89 કરોડ ડોલરની વિદેશી મુદ્રા રહી ગઈ હતી. આ પૈસાથી ફક્ત બે અઠવાડિયા સુધી આયાતનો ખર્ચો નિકળી શકે તેમ હતો. પરંતુ મનમોહન સિંહે ખુરશી સંભાળ્યા બાદ પોતાના નિર્ણયોથી બાજી પલટી નાખી. મનમોહન સિંહ નાણામંત્રી બન્યા તે વખતનો આ રસપ્રદ કિસ્સો જાણવા જેવો છે. 

મનમોહન સિંહને ઊંઘમાંથી ઉઠાડીને અપાઈ હતી નાણામંત્રી બનવાની ઓફર...પછી તો આ રીતે બદલાઈ ગયું દેશનું ભાગ્ય

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવાર રાતે દિલ્હીની એમ્સમાં નિધન થઈ ગયું. તેમણે 92 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. વર્ષ 2004થી 2014 સુધી પીએમ પદ પર રહેનારા મનમોહન સિંહને એવા સમયમાં નાણામંત્રીની ખુરશી સોંપવામાં આવી જ્યારે દેશ ભારે સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. 1991માં જે સમયે તેમને નાણા મંત્રાલયની જવાબદારી સોંપાઈ તે સમયે ભારત પાસે માત્ર 89 કરોડ ડોલરની વિદેશી મુદ્રા રહી ગઈ હતી. આ પૈસાથી ફક્ત બે અઠવાડિયા સુધી આયાતનો ખર્ચો નિકળી શકે તેમ હતો. પરંતુ મનમોહન સિંહે ખુરશી સંભાળ્યા બાદ પોતાના નિર્ણયોથી બાજી પલટી નાખી. મનમોહન સિંહ નાણામંત્રી બન્યા તે વખતનો આ રસપ્રદ કિસ્સો જાણવા જેવો છે. 

ગંભીર આર્થિક સંકટથી પસાર થઈ રહ્યું હતું ભારત
જૂન 1991માં જે સમયે ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવે પદ સંભાળ્યું તો તેમને દેશની આર્થિક સ્થઇતિ વિશે ગંભીર નોટ મળી. આ આઠ પેજની નોટ તેમને કેબિનેટ સચિવ નરેશ ચંદ્રાએ આપી. આ નોટમાં જણાવવામાં આવ્યું કે ભારત એક આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને કયા કામોને પીએમએ મહત્વ આપવું જોઈએ. તેમાં જણાવવામાં આવ્યું છે કે દેશની પાસે વિદેશ મુદ્રા ભંડાર ખુબ ઓછો બચ્યો છે.  તેનાથી કેટલાક અઠવાડિયા સુધી જ આયાત થઈ શકે તેમ છે. 

બે અઠવાડિયાનો આયાત ખર્ચ
ભારતના વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ એટલી ખરાબ હતી કે તે ઓગસ્ટ 1990 સુધી 3 અબજ 11 કરોડ ડોલર રહી ગયો હતો. જાન્યુઆરી 1991માં તે ઘટીને માત્ર 89 કરોડ ડોલર પર આવી ગયો. જેનાથી ફ્કત બે અઠવાડિયાનો આયાત ખર્ચ જ ચાલી શકે તેમ હતો. આ સ્થિતિ અનેક કારણોથી પેદા થઈ. 1990માં થયેલા ખાડી યુદ્ધના કારણે ઓઈલની કિંમતો અનેક ગણી વધી ગઈ હતી. ભારતે કુવૈતથી પોતાના હજારો નાગરિકોને પાછા લાવવા પડ્યા હતા. તેનું પરિણામ એ આવ્યું કે તેમના તરફથી મોકલવામાં આવનારી વિદેશી મુદ્રા સંપૂર્ણ રીતે અટકી ગઈ. આ ઉપરાંત દેશમાં રાજકીય અસ્થિરતા અને મંડલ આયોગની ભલામણોને લઈને વિરોધ પ્રદર્શને પણ ઈકોનોમીને નબળી કરી. દેશના આર્થિક પ ડકારો સામે લડવા માટે તત્કાલિન પીએમ પીએમ નરસિમ્હારાવે નાણામંત્રી તરીકે ડો. મનમોહન સિંહને પસંદ કર્યા હતા. 

સૂતા મનમોહન સિંહને જગાડ્યા અને...
ભારત તરફથી 80ના દાયકામાં લેવાયેલી શોર્ટ ટર્મ લોનના વ્યાજ દર વધી ગયા હતા. મોંઘવારી વધીને 16.7 ટકા પર પહોંચી ગઈ હતી. આવી કપરી સ્થિતિને જોતા  તત્કાલિન પીએમ નરસિમ્હારાવ પોતાના મંત્રીમંડળમાં એવા નાણામંત્રી ઈચ્છતા હતા જે તેમને આ આર્થિક સંકટમાંથી બહાર  કાઢી શકે. નરસિમ્હા હાવે પોતાના મિત્ર અને ઈન્દિરા ગાંધીના પ્રધાન સચિવ રહેલા પી સી એલેક્ઝાન્ડરને આ અંગે વાત કરી. તેમણે નરસિમ્હા રાવને પૂર્વ ગવર્નર આઈજી પટેલ અને મનમોહન સિંહ વિશે જણાવ્યું. એલેક્ઝાન્ડર મનમોહન સિંહના પક્ષમાં હતા આથી તેમને જ મનમોહન સિંહ સાથે વાત કરવાની જવાબદારી સોંપવામાં આવી.  

આત્મકથામાં ઉલ્લેખ
પી સી એલેક્ઝાન્ડરે પોતાની આત્મકથા 'થ્રુ ધ કોરીડોર્સ ઓફ પાવર એન ઈનસાઈડર્સ સ્ટોરી' (Through the Corridors of Power: An Inside Story) માં લખ્યું કે 20 જૂનના રોજ મનમોહન સિંહના ઘરે ફોન લગાવ્યો. તેમના નોકરે ફોન ઉઠાવ્યો અને જણાવ્યું કે તેઓ યુરોપ ગયા છે, આજે મોડી રાત સુધીમાં દિલ્હી પાછા ફરશે. 21 જૂનની સવારે મે ફરીથી તેમને સાડા પાંચવાગે સવારે ફોન કર્યો તો નોકરે કહ્યું કે સાહેબ ગાઢ ઊંઘમાં છે.  તેમને જગાડાય નહીં. મે ખુબ ભારપૂર્વક કહ્યું તો તેમણે સૂતા મનમોહન સિંહને જગાડ્યા અને મારી તેમની સાથે વાત થઈ. આ દરમિયાન મે તેમને કહ્યું કે મારું તમને મળવું ખુબ જરૂરી છે. થોડીવારમાં તમારા ઘરે પહોંચુ છું. જ્યારે થોડીવાર બાદ હું મનમોહન સિંહના ઘરે પહોંચ્યો તો મનમોહન સિંહ ફરીથી સૂઈ ગયા હતા. એલેક્ઝાન્ડરે લખ્યું કે મનમોહન સિંહને  ફરીથી જગાડવામાં આવ્યા. એલેક્ઝાન્ડરે તેમને નરસિમ્હા રાવ સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું અને કહ્યું કે તેમને નાણા મંત્રાલયને જવાબદારી સોંપવા માંગે છે. સિંહે તેના પર એલેક્ઝાન્ડરનો મત જાણવા ઈચ્છ્યો તો તેમણે  કહ્યું કે, જો હું તેના વિરુદ્ધ હોતતો આ સમય પર તમને મળવા માટે ન આવત. 

ત્યારબાદ મનમોહન સિંહના નામની જાહેરાત નાણામંત્રી તરીકે થઈ. શપથ લેતા પહેલા નરસિમ્હા રાવે મનમોહન સિંહને કહ્યું હતું કે હું તમને કામ કરવાની પૂરેપૂરી આઝાદી આપીશ. જો આપણી પોલીસી સફળ થાય તો આપણા બધા તેની ક્રેડિટ લઈશું. પરંતુ જો નિષ્ફળ જાય તો તમારે જવું પડશે. 24 જુલાઈ 1991ના રોજ પહેલીવાર મનમોહન સિંહે નાણામંત્રી તરીકે પોતાના ભાષણની શરૂઆત ક રી. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ રાજીવ ગાંધીનો હસતો ચહેરો મિસ કરી રહ્યા છે. જયરામ રમેશે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે મનમોહન સિંહે પૂરા ભાષણ દરમિયાન તે પરિવારનું વારંવાર નામ લીધુ જેની નીતિઓ અને વિચારધારાને તેઓ બજેટ દ્વારા એક બાજુથી પલટી રહ્યા હતા. મનમોહન સિંહે પોતાના બજેટ ભાષણમાં ખાતર પર અપાતી સબસિડીને 40 ટકા ઘટાડી દીધી. આ ઉપરાંત ખાંડ અને એલપીજી સિલિન્ડરના  ભાવમાં વધારો કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news