Lok Sabha Election 2024: લોકસભા પરિણામોમાં INDIA ગઠબંધનને ફાયદો કરાવનારા એ 5 કારણ...જેણે લોટરી લગાડી દીધી
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો એડીએ અને ખાસ કરીને ભાજપ માટે ચોંકાવનારા રહ્યા છે. કારણ કે વિપક્ષી ગઠબંધન INDIA તરફથી કાંટાની ટક્કર મળી રહી છે. ભાજપનું આ વખતનું અબ કી બાર 400 પારનો નારો બેએસર સાબિત થઈ રહ્યો છે. ઈન્ડિયા ગઠબંધનની સફળતાનું કારણ શું રહ્યું હશે? થોડા કારણો પર નજર ફેરવીએ.
Trending Photos
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો એડીએ અને ખાસ કરીને ભાજપ માટે ચોંકાવનારા રહ્યા છે. કારણ કે વિપક્ષી ગઠબંધન INDIA તરફથી કાંટાની ટક્કર મળી રહી છે. ભાજપનું આ વખતનું અબ કી બાર 400 પારનો નારો બેએસર સાબિત થઈ રહ્યો છે. 400 તો છોડો 300 સીટના પણ ફાંફા પડી રહ્યા છે. એવું લાગે છે કે મોદી સરકાર પ્રત્યે લોકોમાં જે અસંતોષ હતો તેને વિપક્ષી ગઠબંધન ઉપયોગ કરવામાં સફળ રહ્યું છે.
2019ની ચૂંટણી કરતા આ વખતે સ્થિતિ અલગ જોવા મળી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ સત્તા વિરોધી લહેરને કઈક હદે કેશ કરવામાં વિરોધીઓ સફળ જોવા મળી રહ્યા છે. એવું પણ લાગી રહ્યું છે કે રામ મંદિર ઉદ્ધાટન સમારોહ અંગે વિપક્ષી નેતાઓનું સ્ટેન્ડ રાજકીય રીતે યોગ્ય પણ હતું. એવું લાગે છે કે વિપક્ષ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણીમાં જો પીએમ પદ માટે કોઈ ચહેરો રજૂ કરાયો હોત તો પરિણામો ઘણા અલગ હોઈ શકત. આમ તો વિપક્ષ તરફથી કહેવાયું છે કે ચૂંટણી પરિણામો ઈન્ડિયા ગઠબંધનના પક્ષમાં આવશે તો 48 કલાકની અંદર પીએમના નામની જાહેરાત કરી દેવાશે. ત્યારે અહીં એ જોવું રહ્યું કે ઈન્ડિયા ગઠબંધનની સફળતાનું કારણ શું રહ્યું હશે? થોડા કારણો પર નજર ફેરવીએ.
1. ચૂંટણી કેમ્પેઈનમાં વિપક્ષનું નરેટિવ ચાલી ગયું
ચૂંટણી કેમ્પેઈન દરમિયાન બંને તરફથી અલગ અલગ નરેટિવ સેટ કરવાની કોશિશ થઈ પરંતુ એવું લાગે છે કે વિપક્ષ અનામત ખતમ કરવાના અને બંધારણને બદલવાના મુદ્દાઓને ઉછાળવામાં મહદઅંશે સફળ રહ્યું અને તમામ તરીકાઓ અજમાવવા છતાં ભાજપ ક્યાંક ચૂકી ગયો. પીએમ મોદીએ વિપક્ષના નરેટિવને પોતાની સ્ટાઈલમાં ન્યુટ્રલાઈઝ કરવાની કોશિશ કરી પરંતુ એવું લાગે છે કે લોકોને વધુ બાળકો પેદા કરનારા, ઘૂસણખોરો, મંગળસૂત્ર જેવા પોલિટિકલ કીવર્ડ પસંદ પડ્યા નહીં.
2 પ્રાદેશિક પક્ષોના દબદબાની અસર
ચૂંટણી પહેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપને પ્રાદેશિક પક્ષો તરફથી આકરો પડકાર મળી શકે છે. ત્યારે દેશભરમાં એવી 200થી વધુ સીટો જણાવવામાં આવી હતી. પરિણામોમાં પણ એવા સંકેત મળી રહ્યા છે. પ્રાદેશિક પક્ષોમાં પણ સૌથી વધુ અસર યુપીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, તમિલનાડુમાં ડીએમકે અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ નજરે ચડે છે. હા બિહારમાં તેજસ્વી યાદવની આરજેડી એવું પ્રદર્શન કરી શકી નથી. પરંતુ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના મજબૂત જોવા મળી રહી છે.
3 મુસ્લિમ મતદારો ઈન્ડિયા ગઠબંધન સાથે
એક્ઝિટ પોલના પરિણામો ભલે હાલના ટ્રેન્ડ સાથે મેળ ન ખાતા હોય પરંતુ મુસ્લિમ મતદારો અંગે સર્વે સાચો લાગી રહ્યો છે. એવું સ્પષ્ટ લાગે છે કે ઈન્ડિયા બ્લોકને સૌથી વધુ મતો મુસ્લિમ સમુદાયથી મળ્યા છે.
4. યુવાઓ બદલાવ અને જલદી પરિણામ ઈચ્છતા હતા
એક્ઝિટ પોલમાં યુવાઓનો પણ ખાસ ઉલ્લેખ કરાયો હતો. એવું જાણવા મળ્યું હતું કે ભાજપના મોટાભાગના મતદારો 35 વર્ષથી વધુ ઉંમરવાળા છે પરંતુ યુવાઓના બે વર્ગ 18-25 અને 25થી 35ની ઉંમરના મતદારો ફેરફાર અને જલદી પરિણામ ઈચ્છે છે અને તેમના મત ઈન્ડિયા બ્લોકને ગયા હોય તેવા સંકેત છે.
5. કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારનો પણ પ્રભાવ
એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસની ન્યાયની સ્કીમ ચાલી ગઈ. ન્યાય યોજના તો રાહુલ ગાંધી 2019માં પણ લાવ્યા હતા, પરંતુ સમજાવી શક્યા ન હતા. આ વખતે તેમાં કઈક એડ ઓન ફીચર જોડવામાં આવ્યા, અને તે લાગે છે કે કામ કરી ગયા.
રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ તરફથી 5 ન્યાય 25 ગેરંટીનું વચન આપ્યું હતું. અને ત્યારથી સમગ્ર ચૂંટણી કેમ્પેઈનમાં કોંગ્રેસ નેતાઓએ આ મુદ્દા પર ભાર મૂક્યો. જેમાં યુવા ન્યાય હેઠળ પહેલી નોકરી પાક્કી, અને મહિલા ન્યાય હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયાનું વચન પણ અસરદાર સાબિત થયું હોય તેવું લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે