હોળીની પૂજાથી દૂર થાય છે એક ગંભીર દોષ, જાણો કેવી રીતે કરશો પૂજા

 ઉત્તર ભારતમાં હોળી ત્રણ દિવસો સુધી ઉજવતો તહેવાર છે. દિવાળી બાદ, હોળીને હિન્દુ કેલેન્ડરનો બીજો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. હોળી શબ્દ હોળીકા પરથી આવ્યો છે. માનવામા આવે છે કે, આ તહેવારની શરૂઆત પ્રહલાદપુરી મંદિરમાંથી થઈ હતી, જે હાલ પાકિસ્તાનમાં છે અને આતંકીઓએ તેને પૂરી રીતે નષ્ટ કરી નાઁખ્યું છે. આ તહેવારમાં ચારેતરફ ખુશીનો માહોલ જોવા મળે છે. આ ખુશીના તહેવાર પર તમામ લોકો પોતાના ઘરમાઁથી નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં લાગે છે. જો તમે કોઈ તકલીફો સામે ઝઝૂમી રહ્યા છો, તો તમારે હોળીકાની પૂજા કરવાની જરૂર છે. હોળીકાની પૂજા કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. 
હોળીની પૂજાથી દૂર થાય છે એક ગંભીર દોષ, જાણો કેવી રીતે કરશો પૂજા

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં હોળી ત્રણ દિવસો સુધી ઉજવતો તહેવાર છે. દિવાળી બાદ, હોળીને હિન્દુ કેલેન્ડરનો બીજો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. હોળી શબ્દ હોળીકા પરથી આવ્યો છે. માનવામા આવે છે કે, આ તહેવારની શરૂઆત પ્રહલાદપુરી મંદિરમાંથી થઈ હતી, જે હાલ પાકિસ્તાનમાં છે અને આતંકીઓએ તેને પૂરી રીતે નષ્ટ કરી નાઁખ્યું છે. આ તહેવારમાં ચારેતરફ ખુશીનો માહોલ જોવા મળે છે. આ ખુશીના તહેવાર પર તમામ લોકો પોતાના ઘરમાઁથી નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં લાગે છે. જો તમે કોઈ તકલીફો સામે ઝઝૂમી રહ્યા છો, તો તમારે હોળીકાની પૂજા કરવાની જરૂર છે. હોળીકાની પૂજા કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. 

શુ છે હોળીકા દહનનુ શુભ મુહૂર્ત
આ વખતે હોળીકા દહન 20 માર્ચના રોજ થશે. 20 માર્ચના રોજ સવારે 10 વાગીને 45 મિનીટથી ભદ્રકાળ શરૂ થઈ જશે અને મોડી સાંજે 8 વાગીને 59 મિનીટ સુધી રહેશે. તેના બાદ રાત્રે 9 વાગીને 28 મિનીટથી લઈને 11 વાગ્યા સુધી હોળીકા દહનની પ્રક્રિયા કરવામાં આવશે. જ્યોતિષાચાર્ય અનુસાર, હોળીકા દહન ભદ્રકાળમાં નથી કરાતી, પરંતુ દહનની પ્રક્રિયા ભદ્રકાળમાં જ કરવામાં આવે છે, તો તેનાથી પારિવારિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હોળીકા દહનના બીજા દિવસે ફાલ્ગુન માસની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ધૂળેટી ઉજવાય છે. 

શું છે હોળીકા દહનનું પૌરાણિક મહત્વ
હોળીનો તહેવાર બુરાઈ પર સત્યતાની જીતની એકતાનું પ્રતીક છે. હોળીકા દહન પર કોઈ પણ બુરાઈને અગ્નિમાં બાળીને ખાખ કરી શકાય છે. હોળીકા વિશે માન્યતા છે કે, હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિથી નારાજ હતા, અને તેમણે બહેન હોળીકાને પ્રહલાદને મારવાનો આદેશ આપ્યો. હોળીકાની પાસે એવી શક્તિ હતી કે, તેને આગથી કોઈ જ નુકશાન થતુ નથી. ભાઈના આદેશનો પાલન કરતા હોળીકાએ પ્રહલાદને ખોળામાં લઈને તે આગમાં બેસી હતી. પરંતુ ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત હતી. જેથી હોળીકાની પાસે વરદાન હોવા છતાં તે આગમાં ભસ્મ થઈ ગઈ હતી, અને પ્રહલાદ સકુશળ બચી ગયો હતો. 

રાધા-કૃષ્ણની માન્યતા સાથે જોડાયેલો તહેવાર 
હોળીનો તહેવાર રાધા કૃષ્ણના પ્રેમ સાથે જોડાયેલો તહેવાર છે. વસંતના મોહક મૌસમમાં એકબીજા પર રંગ નાખવું તેમની લીલાનો એક અંગ માનવામાં આવ્યુ છે. હોળીના દિવસે વૃંદાવન રાધા અને કૃષ્ણના આ રંગમાં ડુબાયેલુ જોવા મળે છે. આ ઉપરાંત હોળીને પ્રાચીન હિન્દુ તહેવામાંથી પણ એક માનવામા આવ્યો છે. એવા પ્રમાણ મળ્યા છે કે, ઈસા મસીહના જન્મના પણ અનેક સદી પહેલાથી હોળીનો તહેવાર ઉજવવામા આવે છે. હોળીનું વર્ણન જૈમિનીના પૂર્વમીમાંસા સૂત્ર અને કથક ગ્રહય સૂત્રમાં પણ કરવામાં આવ્યું છે. પ્રાચીન ભારતના મંદિરોની દિવાલ પર પણ હોળીના તહેવારની ઉજવણીની મૂર્તિઓ છે. વિજયનગરની રાજધાની હમ્પીમાં 16મી સદીનું એક મંદિર છે. આ મંદિરમાં હોળીના અનેક દ્રશ્ય છે, જેમાં રાજકુમાર, રાજકુમારી પોતાના દાસીઓ સહિત એકબીજા પર રંગ લગાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news