ઝારખંડમાં મહાગઠબંધનની ફોર્મ્યુલા જાહેર, કોંગ્રેસને ફાળે 7 સીટો આવી
ઝારખંડ મહાગઠબંધનમાં સીટ શેરિંગની ફોર્મ્યુલા નિશ્ચિત કરી દેવામાં આવી છે, જેમા કોંગ્રેસ સૌથી વધારે 7 સીટો પર ચૂંટણી લડશે
Trending Photos
રાંચી : ઝારખંડમા મહાગઠબંધનમાં સીટ શેરિંગ ફોર્મ્યુલાની જાહેરાત થઇ ચુકી છે. જેમા કોંગ્રેસ સૌથી વધારે 7 સીટો પર ચૂંટણી લડશે. બીજી તરફ જેએમએન 4, જેવીએમ 2 અને આરજેડીને 1 સીટ ફાળવવામાં આવી છે. જો કે વામદળો મુદ્દે સીટોની જાહેરાત નથી કરવામાં આવી. બીજી તરફ આજેડીએ 2 સીટની માંગ કરી હતી તે પૈકી 1 સીટ તેને આપવામાં આવી છે. જેએમએમ અધ્યક્ષ શિબુ સોરેનના ઘરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર હેમત સોરેન અને બાબુલાલ મરાંડીએ સીટ શેરિંગની જાહેરાત કરી હતી.
જો કે આજેડીએ આ કોન્ફરન્સમાં ભાગ નહોતો લીધો. પ્રદેશ અધ્યક્ષ અજય કુમારે સીટ શેરિંગની ફોર્મ્યુલાની જાહેરાત કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઝારખંડનું નેતૃત્વ કરશે. બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં જેએમએણનાં નેતૃત્વ લડવાની વાત કરી હતી. અજય કુમારે કહ્યું કે, ઝારખંડમા કોંગ્રેસ 7 સીટો જેમાં રાંચી, ખુંટી, લોહરદગ્ગા, ધનબાદ, ચતરા, હજારીબાગ અને ચાઇસાબાનો સમાવેશ થાય છે. જેએણએણ 4 સીટ દુમકા, રાજમહેલ, ગિરિહીડ, જમશેદપુર પર ચૂંટણી લડશે. જેવીએમ 2 સીટ કોડરમા અને ગડ્ડા સીટ પરથી ઉતરશે. સાથે જ અજય કુમારે જણાવ્યું કે, આરજેડી માટે પલામુ સીટ છોડી દેવામાં આવી છે. તેમણે કહ્યું ંકે, આરજેડીની બે સીટોની માંગ હતી પરંતુ તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સાથે જ આગળ પણ તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
જો કે આજેડીનુ કહેવું છે કે તે પલામુંની સાથે સાથે ચતરા પર ફ્રેંડલી ચુંટણી લડશે. બીજી તરફ કોગ્રેસે કહ્યું કે, પલામુમાં યુપીએનો કોઇ પણ ઉમેદવાર નહી ઉભો રાખે. કોંગ્રેસ પ્રદેસ અધ્યક્ષે કહ્યું કે, ઝારખંડ મહાગઠબંધનમાં વામપંથી દળોને પણ સાથે રાખવાનો પ્રયાસ કવરામાં આવ્યો, જો કે તેમની સાથે વાતચીત નહોતી થઇ શકી. સમગ્ર ઘટકદળોની ઇચ્છા હતી કે તેમને એક સીટ કોડરમા છોડી દેવામાં આવે, પરંતુ કોઇ વાતચીત થઇ શકી નહોતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે