17000 ફૂટ ઊંચાઈએ હીમવીરોએ દેશભક્તિ માટે જે કર્યુ તે રુંવાડા ઉભા કરી દેવું છે
Trending Photos
નવી દિલ્હી :દેશ આજે ગણતંત્ર દિવસ (Republic Day 2020)ના રંગમાં રંગાયેલો છે. ભારતીય ગણતંત્રની 71મા વર્ષગાંઠનું જશ્ન મનાવવા માટે દિલ્હીના રાજપથને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. તો ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર મુંબઈના આઈકોનિક છત્રપતિ શિવાજી ટર્મિનલ સ્ટેશન પણ ત્રિરંગના રંગમાં જોવા મળ્યું. આ અવસર પર પીએમ મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.
‘હું જીવતી છું...’ મરી ગયેલી અભિનેત્રીની ટ્વિટથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા
#WATCH Indo-Tibetan Border Police (ITBP) personnel with the national flag celebrating Republic Day at 17000 feet in snow today. The temperature in Ladakh at present is minus 20 degrees Celsius. 'Himveers' chanting 'Bharat Mata Ki Jai' and 'Vande Mataram'. pic.twitter.com/ANCe8txnFI
— ANI (@ANI) January 26, 2020
દેશની સેવામાં વ્યસ્ત જવાનો માટે આજનો દિવસ બહુ જ ખાસ હોય છે. લદ્દાખ અને કારગિલમાં લોહી જમાવી દે તેવી ઠંડી પણ જાંબાજ જવાનોનો જોશ ઓછો કરી શક્તી નથી. આજે સેનાના ગણતંત્ર દિવસના જશ્નનો વીડિયો રજૂ કરવામાં આવ્યો છે, જેને જોઈને ગર્વથી આપણુ માથુ ઉચું થઈ જાય. વીડિયોમાં ભારતીય-તિબેટ સીમા પોલીસ (ITBP) ના જવાન રાષ્ટ્રીય ધ્વજની સાથે 17000 ફીટની ઊંચાઈ પર ગણતંત્ર દિવસ ઉજવતા નજરે આવી રહ્યાં છે. હાલ લદ્દાખમાં તાપમાન ઝીરોથી 30 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. હાડ થીજવતી ઠંડીમાં દેશના જાંબાજ હીમવીરોએ તિરંગાની સાથે ભારત માતા અને વંદેમાતરમના નારા લગાવ્યા હતા.
આઇટીબીપીના જવાનો ઉત્તર લદ્દાખમાં ભારત-ચીન સરહદે આશરે 19 હજાર ફૂટની ઊંચાઇ અને માઇનસ 30 ડિગ્રી ઠંડીમાં તહેનાત છે. જ્યાં ઓક્સિજનનું સ્તર પણ બહુ જ ઓછું થઇ જાય છે. બર્ફીલા પવન અને હાડ થીજાવતી ઠંડી પણ તેમનો જુસ્સો તોડી શકતા નથી. તેઓ પોતાની દરેક સવારની શરૂઆત રાષ્ટ્રધ્વજ સાથે કરે છે. ત્યારે આજનો દિવસ તેઓના માટે ખાસ બની રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે