Cyclone Fengal: આ વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે, ભારે કહેર વર્તાવશે વાવાઝોડું ફેંગલ, જાણો લેટેસ્ટ અપડેટ
Trending Photos
ચક્રવાતી તોફાન ફેંગલને લઈને હવામાન વિભાગ (IMD)એ લેટેસ્ટ અપડેટ આપતા ચેતવણી બહાર પાડી છે. આ સાઈક્લોન ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. અત્રે જણાવવાનું ક તેના કારણે તમિલનાડુના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. આજે પણ ફેંગલને કારણે અનેક રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ છે. આવામાં જો તમે ત્યાંના રહીશ હોવ અને તમારે આજે તે જગ્યાઓ પર જવું પડે એવું હોય તો સંભાળીને રહેવાની જરૂર છે. કારણકે ટ્રેન અને ફ્લાઈટને લઈને પણ એલર્ટ જાહેર કરાઈ છે. હવામાન વિભાગ મુજબ તેની મોટી અસર જોવા મળશે.
શાળા કોલેજ બંધ
આઈએમડી મુજબ બંગાળની દક્ષિણ-પશ્ચિમી ખાડી પર ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપથી ધીરે ધીરે ઉત્તર- ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે. આગામી ગણતરીના કલાકોમાં તેની અસર વધુ સ્પષ્ટ જોવા મળશે. ચક્રવાતી તોફાનથી સંભવિત નુકસાનની આશંકા વધી ગઈ છે. તે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને એક ડીપ ડિપ્રેશન તરીકે 30 નવેમ્બરની સવારે ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરીના કાંઠાઓ પાસે પહોંચશે.
આ વિસ્તારોવાળા સાચવીને રહેજો
ભારે વરસાદના કરાણે પુડુચેરી અને કરાઈકલમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ, સરકારી ગ્રાન્ટવાળી શાળાઓ અને કોલેજો ગુરુવારે 28 નવેમ્બરે બંધ રહેશે. બંગાળની ખાડી પર બનેલા ડીપ ડિપ્રેશનના કારણે ચેન્નાઈ, સહિત અનેક કાંઠા વિસ્તારવાળા શહેરોના બીચો પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. IMD મુજબ ડીપ ડિપ્રેશનના ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવા અને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ તેજ થવાની સંભાવના છે. કાંઠા વિસ્તારોમાં રહેતા લોકો માટે ખાસ ચેતવણી બહાર પાડવામાં આવી છે. ગુરુવાર સાંજ સુધીમાં ચક્રવાતી તોફાનની તાકાત વધવાની શક્યતા છે.
ગુજરાતનું હવામાન
રાજ્યના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકે કહ્યું કે તાપમાનમાં બે-ત્રણ દિવસ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. કેટલાક વિસ્તારોમાં એક-બે ડિગ્રી તાપમાન વધી શકે છે. રાજ્યમાં ઉત્તરના પવનોની અસર હહી શકે છે. જેથી તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ગગડી શકે છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યુ કે રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમણે કહ્યું કે વડોદરામાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે. એટલે કે રાજ્યમાં વડોદરામાં સૌથી વધુ ઠંડી પડી છે.અમદાવાદમાં તાપમાન 16.1 ડિગ્રી તો ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડી વધવાની છે. કેટલાક વિસ્તારોના તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે